સ્વતંત્રતા દિવસ પર Shilpa Shetty એ કહી દિલની વાત, કહ્યું- તમામ ભારતવાસિયોને શુભેચ્છા

આજે, સ્વતંત્રતા દિવસ નિમિત્તે, તમામ સેલેબ્સે ચાહકોને અભિનંદન આપ્યા હતા. શિલ્પા શેટ્ટીએ આ પ્રસંગે એક ખાસ પોસ્ટ શેર કરી હતી. તેમણે ચાહકો માટે ખાસ સંદેશ લખ્યો હતો.

સ્વતંત્રતા દિવસ પર Shilpa Shetty એ કહી દિલની વાત, કહ્યું-  તમામ ભારતવાસિયોને શુભેચ્છા
Shilpa Shetty
TV9 GUJARATI

| Edited By: Hiren Buddhdev

Aug 15, 2021 | 10:16 PM

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) આ સમયે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. રાજ કુન્દ્રા (Raj Kundra)ની ધરપકડ થઈ ત્યારથી તે પોતાના સંતાનો અને પરિવાર સાથે ઘરે છે. રાજ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. રાજની ધરપકડ થયા બાદ શિલ્પાએ એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે દરેકને પરિવાર અને બાળકો સંબંધિત પ્રાઈવેસી જાળવવા કહ્યું હતું.

હવે શિલ્પાએ બીજી પોસ્ટ કરી છે. જોકે, આ પોસ્ટમાં અભિનેત્રીએ દરેકને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. શિલ્પાએ લખ્યું, મારા તમામ ભારતવાસિયોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.

અહીં જુઓ શિલ્પા શેટ્ટીની પોસ્ટ see shilpa shetty post here

શિલ્પાની આ પોસ્ટ પર, ચાહકો તેમને પણ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે અને આવા સમયે તેમને મજબૂત બનવા માટે કહી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે રાજની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. રાજની ધરપકડ બાદ શિલ્પાએ પહેલી પોસ્ટ કરી હતી જેમાં તેમણે ચાહકોને તેમની ફિલ્મ હંગામા 2 જોવાની અપીલ કરી હતી. શિલ્પાની ફિલ્મ હંગામા 2 રાજની ધરપકડ થયાના થોડા દિવસો બાદ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા શિલ્પા લાંબા સમય બાદ વાપસી કરી રહી હતી. તે આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત હતી, પરંતુ પછી રાજની ધરપકડને કારણે તેમનો તમામ ઉત્સાહ ખત્મ થઈ ગયો.

આ પછી, શિલ્પાએ ફરીથી રાજ મામલામાં કમેન્ટ કરી હતી કે મારા અને મારા પરિવાર વિશે ખોટી કમેન્ટ્સ ન કરો. હું એટલુ કહીશ કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને મને મુંબઈ પોલીસ અને ભારતના ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. હું ઇચ્છું છું કે તમે બધા મારા પરિવારની પ્રાઈવેસીની રિસ્પેક્ટ કરો. મારા બે બાળકોનો પણ વિચાર કરો. મેં હંમેશા કાયદાનું પાલન કર્યું છે અને ક્યારેય કશું ખોટું કર્યું નથી. તમે બધાએ મારા પર ઘણો વિશ્વાસ મૂક્યો છે અને હું તે વિશ્વાસ ક્યારેય તોડીશ નહીં. મહેરબાની કરીને કાયદાને પોતાનું કામ કરવા દો.

આ પણ વાંચો :- સ્વતંત્રતા દિવસ પર Akshay Kumar એ ખોલ્યું રહસ્ય, જણાવ્યું કેમ કરે છે દેશભક્તિની ફિલ્મો ?

આ પણ વાંચો :- Akshay Kumarથી શું ડરી ગયા હોલીવુડ સ્ટાર વિન ડીઝલ? બોક્સ ઓફિસ પર નહીં થાય બેલ બોટમ અને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9 ની ટક્કર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati