OMG: વિક્કી કૌશલ સ્ટારર ‘શહીદ ઉધમ સિંહ’ OTT પર થશે રિલીઝ, જાણો કયા દિવસે થશે સ્ટ્રીમિંગ

વિક્કી કૌશલ તેમના ચાહકોના દિલ પર રાજ કરે છે. દરેક વ્યક્તિ વિક્કીની ફિલ્મોની રાહ જુએ છે. આવી સ્થિતિમાં, અભિનેતાની આગામી ફિલ્મ શહીદ ઉધમ સિંહ વિશે એક અપડેટ બહાર આવ્યું છે.

OMG: વિક્કી કૌશલ સ્ટારર 'શહીદ ઉધમ સિંહ' OTT પર થશે રિલીઝ, જાણો કયા દિવસે થશે સ્ટ્રીમિંગ
Vicky Kaushal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 9:06 PM

વિક્કી કૌશલ (Vicky Kaushal) ની આગામી ફિલ્મ શહીદ ઉધમ સિંહને બનાવવાની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે ત્યાંરથી ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે માર્ચ 2019 માં, શૂજિત સરકરે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘સરદાર ઉધમ સિંહ’ (Sardar Udham Singh) ની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે વિક્કી કૌશલની પસંદગી કરવામાં આવી છે.

આ ખાસ ફિલ્મમાં અભિનેતા વિક્કી કૌશલ એક ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાનીની ભૂમિકા ભજવતા જોવા મળશે. નિર્માતાઓએ મેરેથોન શેડ્યૂલ પર ફિલ્મનું શૂટિંગ કર્યું અને તે ડિસેમ્બર 2019 માં પૂર્ણ કરી લીધુ હતું. ત્યારથી ફિલ્મ સતત રિલીઝની રાહ જોઈ રહી છે.

જાણો ક્યારે રજૂ થશે ફિલ્મ

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાને કારણે થિયેટરો બંધ હોવાને લીધે ફિલ્મની રિલીઝ અટકી ગઈ છે. પરંતુ હવે નિર્માતાઓએ આખરે આ ફિલ્મ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. હવે આ રોગચાળા પછી, નિર્માતાઓએ તેમની ફિલ્મો થિયેટરોને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવાનું પસંદ કર્યું.

એક સમાચાર અનુસાર, નિર્માતાઓએ ‘સરદાર ઉધમ સિંહ’ની બાયોપિક સીધી ડિજિટલ માધ્યમ પર રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, રિપોર્ટ અનુસાર, નિર્માતાઓએ ફેસલો લીધો છે કે આ ફિલ્મ સરદાર ઉધમ સિંહ દશેરા સપ્તાહના અંતે થિયેટરને બદલે એમેઝોન પ્રાઈમ વીડિયો પર રજૂ કરવામાં આવશે. હાલમાં, રિલીઝની તારીખ 16 ઓક્ટોબર કહેવામાં આવી રહી છે અને ટીમ તેમની ફિલ્મ દર્શકો સમક્ષ રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

જોકે મેકર્સે હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી કે આ ફિલ્મ ઓક્ટોબરમાં ઓટીટી પર રિલીઝ થશે. જોકે ચાહકો આ બાબતે ખૂબ ખુશ છે. આજની પરિસ્થિતિને જોતા, નિર્માતાઓએ તેને સીધી OTT પર રજૂ કરવાનું નક્કી કર્યું છે.

કેવી છે ફિલ્મ?

સરદાર ઉધમ સિંહનું શૂટિંગ ડિસેમ્બર 2019 માં પૂર્ણ થયું હતું. મેકર્સ શરૂઆતથી જ આ ખાસ ફિલ્મ માત્ર થિયેટરોમાં રિલીઝ કરવા માંગતા હતા, પરંતુ હવે મજબૂરીમાં મેકર્સ ઓટીટી તરફ વળ્યા છે. ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’ નું શૂટિંગ રશિયા, યુકે, આયર્લેન્ડ, જર્મની અને ઉત્તર ભારતમાં થયું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ જલિયાંવાલા બાગ હત્યાકાંડની પૃષ્ઠભૂમિ પર બનેલી છે, જેમાં વિક્કી સરદાર ઉધમ સિંહની ભૂમિકા ભજવતા જોવા મળશે.

આ પણ વાંચો :- પૂજા એન્ટરટેઈનમેન્ટ સાથે નથી થઈ Kartik Aaryanની 3 ફિલ્મોની ડીલ, સમાચાર નીકળ્યા ખોટા

આ પણ વાંચો :- Akshay Kumarની માતાના નિધન બાદ પીએમ મોદીએ મોકલ્યો શોક સંદેશ, અભિનેતાએ વ્યક્ત કર્યો આભાર

g clip-path="url(#clip0_868_265)">