જેના છે લાખો ચાહકો તે નીરજ ચોપરા બોલીવૂડમાંથી ફોલો કરે છે માત્ર 2 અભિનેતાને, બંનેને છે સ્પોર્ટ્સમાં રસ

જેના છે લાખો ચાહકો તે નીરજ ચોપરા બોલીવૂડમાંથી ફોલો કરે છે માત્ર 2 અભિનેતાને, બંનેને છે સ્પોર્ટ્સમાં રસ
Olympics gold medalist neeraj chopra follow akshay kumar and randeep hooda on instagram

લાખો લોકો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાને (Neeraj Chopra) સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. પરંતુ નીરજ માત્ર 160 લોકોને ફોલો કરે છે, જેમાં બે બોલિવૂડ સેલેબ્સ છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Aug 09, 2021 | 9:45 AM

નીરજ ચોપરાએ (Neeraj Chopra) ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. નીરજે પોતાના ભાલાની અજાયબી બતાવીને દરેકનું દિલ જીતી લીધું છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ સામાન્ય માણસથી લઈને બોલીવુડ સેલેબ્સ સુધી દરેક નીરજને અભિનંદન આપી રહ્યા છે. દીપિકા પાદુકોણ (Deepika Padukone), અનુષ્કા શર્મા (Anushka Sharma), અક્ષય કુમાર (Akshay Kumar), રણવીર સિંહ (Ranveer Singh) સહિત તમામ સેલેબ્સે નીરજને અભિનંદન પાઠવ્યા છે.

નીરજને તમામ સેલેબ્સે અભિનંદન આપ્યા હતા, જ્યારે નીરજ બોલિવૂડના બે કલાકારોના ફેન છે. નીરજ સોશિયલ મીડિયા પર માત્ર બે સેલેબ્સને ફોલો કરે છે. નીરજને ઇન્સ્ટાગ્રામ પર 2.9 મિલિયન લોકો ફોલો કરે છે, જ્યારે નીરજ માત્ર 160 લોકોને ફોલો કરે છે. આ 160 લોકોમાં તેમના બે મનપસંદ સ્ટાર્સ સામેલ છે.

અક્ષય કુમાર અને રણદીપ હુડા ફેવરિટ છે

નીરજ ચોપરા ઇન્સ્ટાગ્રામ પર બોલિવૂડ સેલેબ્સમાં માત્ર અક્ષય કુમાર અને રણદીપ હુડાને જ ફોલો કરે છે. અક્ષય કુમાર અને રણદીપ બંને રમતગમતના શોખીન છે. રણદીપ પોલો રમે છે, જ્યારે અક્ષય પણ રમતોનો ખૂબ શોખીન છે. તે તેની ફિટનેસ માટે જાણીતો છે.

નીરજની બાયોપિકનો થયો હતો ફેક ટ્રેન્ડ

નીરજે ગોલ્ડ મેડલ જીત્યા બાદ અક્ષય કુમારનું નામ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. કેટલાક ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા કે અક્ષય કુમાર નીરજ ચોપરાની બાયોપિક બનાવી રહ્યો છે અને તેણે બાયોપિકના રાઇટ્સ ખરીદી લીધા છે. જે બાદ ઘણા મીમ્સ વાયરલ થવા લાગ્યા. જોકે અક્ષય ક્મારે આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

બાયોપિક પર નીરજનું નિવેદન

જ્યાં એક તરફ નીરજની બાયોપિકના સમાચાર બહાર આવી રહ્યા હતા. આવી સ્થિતિમાં નીરજે કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે તેમના જીવન પર કોઈ ફિલ્મ બને. તેમણે કહ્યું છે કે હું અત્યારે મારી રમત પર ધ્યાન આપવા માંગુ છું. હું રમવાનું બંધ કરું પછી આ બધું સારું રહેશે. ત્યારે તેમની પાસે નવી વાર્તાઓ હશે. અત્યારે હું માત્ર મારી રમત વિશે વિચારી રહ્યો છું.

આ પણ વાંચો: Happy Birthday: હંસિકા મોટવાનીની સુંદરતાના છે અનેક કાયલ, અભિનેત્રીના નામ પર બનાવ્યું છે મંદિર

આ પણ વાંચો: રાજ કુંદ્રાના કેસ વચ્ચે શમિતા શેટ્ટી પરિવાર છોડીને Bigg Boss OTT માં કેમ આવી? અભિનેત્રીએ જણાવ્યું કારણ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati