Nysa Devgn : આખરે અજય દેવગણની દિકરીએ તેના નામને લઈને કર્યો ખુલાસો, આપ્યો એવો જવાબ કે બધાની બોલતી થઈ બંધ, જુઓ Video

હાલમાં જ નીસાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પાપારાઝી તેનુ ખોટુુંં નામ બોલે છે જે બાદ ન્યાસાના ચેહરાના ભાવ બદલાઈ જાય છે અને પાપારાઝીને તેનું નામ બોલીને બતાવે છે.

Nysa Devgn : આખરે અજય દેવગણની દિકરીએ તેના નામને લઈને કર્યો ખુલાસો, આપ્યો એવો જવાબ કે બધાની બોલતી થઈ બંધ, જુઓ Video
Nysa Devgn
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 5:10 PM

બોલિવૂડનું સ્ટાર કપલ અજય દેવગણ અને કાજોલ બંને ખૂબ જ ફેમસ છે. અજય પોતાની ફિલ્મોથી સતત ચાહકોનું દિલ જીતી રહ્યો છે. ત્યારે કાજલનો પણ બોલિવુડમાં એક એલગ જલવો છે. સ્ટાર પેરેન્ટ્સની દીકરી નીસા દેવગન પણ કોઈ સ્ટારથી ઓછી નથી. અત્યાર સુધી નીસાએ બોલિવૂડમાં ડેબ્યુ પણ નથી કર્યું પરંતુ તેના ફેન્સની ઘણા બધા છે.

કાજોલની પુત્રી પાપારાઝી પર ભડકી

ત્યારે અજય દેવગન અને કાજોલની પુત્રી નીસા લાઈમ લાઈટનો ભાગ બની રહી છે. હાલમાં જ નીસાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાપારાઝી તેનુ ખોટુુંં નામ બોલે છે જે બાદ નીસાના ચેહરાના ભાવ બદલાઈ જાય છે અને પાપારાઝીને તેનું નામ બોલીને બતાવે છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

કાજોલની લાડલીના ચાહકો તેના બોલિવૂડ ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, એ વાત અલગ છે કે નીસાએ આટલી જલ્દી એક્ટિંગ વર્લ્ડનો હિસ્સો બનવાની જરૂર નથી. નીસા તેના વ્યસ્ત જીવનને ખૂબ એન્જોય કરે છે. તેને તેના મિત્રો સાથે પાર્ટી કરવી અને ફરવાનું પસંદ છે. જેના કારણે તે મીડિયાના કેમેરામાં પણ કેદ થઈ જાય છે. અજયની દીકરી ફરી એકવાર તેની બેસ્ટ ફ્રેન્ડ ઓરી સાથે જોવા મળી છે.

શું છે નામ ન્યાસા કે નીસા ?

નીસા દેવગનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નીસા તેના મિત્રો સાથે કાર તરફ જતી જોવા મળે છે. જ્યાં પાપારાઝી તેમને ન્યાસા-ન્યાસા કહેવા લાગે છે. પહેલા નીસા ચુપચાપ સાંભળીને કારમાં બેસી જાય છે. પરંતુ કારનો દરવાજો બંધ કરતા પહેલા તે પાપારાઝીને કહે છે કે મારું નામ નીસા છે. આ સાંભળ્યા પછી, ફોટોગ્રાફર્સ વારંવાર તેનું સાચું નામ બોલાવવા લાગે છે.

જેના પર નીસા હસીને કારનો દરવાજો બંધ કરી દે છે. તમને જણાવી દઈએ કે, કાજોલ પણ ઘણીવાર દીકરીનું નામ ખોટું લેતી હતી. હવે નીસા પોતે ક્લિયર થયા બાદ ઘણા લોકોની ગેરસમજ દૂર થશે. તમને જણાવી દઈએ કે, નીસાના ટ્રાન્સફોર્મેશનને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. તે પહેલા કરતા ઘણી સુંદર બની ગઈ છે. નીસા સુંદરતાના મામલામાં કોઈ મોટી અભિનેત્રીથી ઓછી નથી. તેની તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર હંગામો મચાવતા રહે છે. કાજોલ અને અજયને તેમની પુત્રી વિશે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. અજયના કહેવા પ્રમાણે, નીસા માત્ર અભ્યાસ પર ધ્યાન આપશે.

g clip-path="url(#clip0_868_265)">