EDની પૂછપરછ બાદ નોરા ફતેહીના પ્રવક્તાએ કરી સ્પષ્ટતા, કહ્યુ ‘અભિનેત્રી મની લોન્ડરિંગ કેસની વિક્ટિમ છે, આરોપી નહીં’

|

Oct 15, 2021 | 6:27 PM

200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા નોરા ફતેહીની 8 કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી, ત્યારે અભિનેત્રીના પ્રવક્તાએ આ અંગે સ્પષ્ટતા કરી છે.

EDની પૂછપરછ બાદ નોરા ફતેહીના પ્રવક્તાએ કરી સ્પષ્ટતા, કહ્યુ અભિનેત્રી મની લોન્ડરિંગ કેસની વિક્ટિમ છે, આરોપી નહીં
Nora Fatehi (File Photo)

Follow us on

Money Laundering Case: બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહીની (Actress Nora Fatehi) ટીમે સ્પષ્ટતા કરી છે કે અભિનેત્રી કોઈપણ પ્રકારની મની લોન્ડરિંગ પ્રવૃત્તિનો ભાગ નથી. નોરા ફતેહીએ દાવો કર્યો છે કે આ કેસમાં તે ભોગ બની છે અને તે આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સંપૂર્ણ સહકાર આપશે.

 

નોરા ફતેહીના પ્રવક્તાનું આ નિવેદન નોરા દ્વારા ટાંકવામાં આવ્યું છે. આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) નોરા ફતેહીને એક દિવસ પહેલા લગભગ 8 કલાક સુધી પુછપરછ કરી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

નોરા ફતેહીના પ્રવક્તાએ કરી સ્પષ્ટતા

નોરા વતી તેમના પ્રવક્તાએ કહ્યુ કે અમે તમને સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે મીડિયામાં વિવિધ પ્રકારની અટકળો કરવામાં આવી રહી છે. નોરા ફતેહી આ કેસનો ભોગ બની છે અને સાક્ષી તરીકે તે તપાસમાં અધિકારીઓને મદદ કરી રહી છે. અમે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે તે કોઈપણ મની લોન્ડરિંગ પ્રવૃત્તિનો (Money Laundering Activity) ભાગ રહી નથી અને તે આ વિશે કંઈ જાણતી નથી.

 

નોરા ફતેહીનો આરોપી સાથે કોઈ સંબંધ નથી

વધુમાં તેમણે કહ્યું કે નોરા ફતેહીનો આરોપી સાથે કોઈ અંગત સંબંધ નથી અને આ તપાસમાં તે માત્ર EDને મદદ કરી રહી છે. ઉપરાંત પ્રવક્તાએ જણાવ્યુ કે અમે મીડિયાના અમારા સાથી મિત્રોને વિનંતી કરીએ છીએ કે કોઈપણ સત્તાવાર માહિતી બહાર પાડતા પહેલા તેઓ નિવેદન આપવાથી દૂર રહે.

 

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નોરા ફતેહીનું નિવેદન નોંધવામાં આવ્યું

સુત્રો અનુસાર ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નોરા ફતેહીનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ સાથે જ આ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની( Jacqueline Fernandez) પણ પૂછપરછ કરવામાં આવી છે અને ફરી એક વખત ED એ જેકલિનને ત્રીજી વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યુ છે. તમને જણાવી દઈએ કે ગુરૂવારે નોરાની સાથે ઈડીએ જેક્લીનને પણ સમન્સ પાઠવ્યું હતું. જેકલીન શુક્રવારે ઈડી સમક્ષ હાજર થઈ ન હતી. આ પછી EDએ ફરીથી સમન્સ મોકલ્યુ છે.

 

આ પણ વાંચો : Money Laundering Case : અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી, ED સમક્ષ હાજર ન થતાં એજન્સીએ ત્રીજું સમન્સ મોકલ્યું

 

આ પણ વાંચો : Gadar 2 : ફરી એક વાર ધમાલ મચાવશે સની દેઓલ અને અમિષાની જોડી, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ

Published On - 6:26 pm, Fri, 15 October 21

Next Article