AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સામાન્ય માણસનું અમદાવાદમાં એક ઘર આવી જાય એટલી મોંઘી સાડી પહેરે છે નીતા અંબાણી, જાણો તેની કિંમત

નીતા અંબાણી (Nita Ambani) સામાન્ય માણસનું અમદાવાદમાં એક ઘર આવી જાય એટલી મોંઘી સાડી પહેરે છે. નીતા અંબાણીએ એકવાર 40 લાખ રૂપિયાની સૌથી મોંઘી સાડી પહેરી હતી. તે સાડી કિંમતી રત્નો સાથે અસલી સોનાથી બનેલી હતી.

સામાન્ય માણસનું અમદાવાદમાં એક ઘર આવી જાય એટલી મોંઘી સાડી પહેરે છે નીતા અંબાણી, જાણો તેની કિંમત
Nita Ambani Saree
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 10:59 PM
Share

નીતા અંબાણી સામાન્ય માણસનું અમદાવાદમાં એક ઘર આવી જાય એટલી મોંઘી સાડી પહેરે છે. સામાન્ય માણસ એક મોંઘી લક્ઝુરીયસ કાર ખરીદી શકે એટલી મોંઘી સાડી પહેરી હતી. નીતા અંબાણી તેના વિનમ્ર સ્વભાવ માટે જાણીતી છે. નીતા અંબાણીને દરેક લોકો પ્રેમ કરે છે, તે તેનો પરંપરાગત દેખાવ લાઈમલાઈટમાં રાખે છે. માત્ર તેના પરંપરાગત દેખાવ માટે જ નહીં, પરંતુ તે સૌથી સુંદર આંતરરાષ્ટ્રીય ડિઝાઈનર વસ્ત્રો પહેરવા માટે પણ ફેમસ છે. પરંતુ તેણીનો એક લુક ખૂબ જ ફેમસ થયો હતો, જે લુકમાં તેણીએ 40 લાખ રૂપિયાની મોંઘી સાડી પહેરી હતી. તે સાડી કિંમતી રત્નો સાથે અસલી સોનાથી બનેલી છે.

નીતા અંબાણીએ પહેરી હતી સોનાથી બનેલી સાડી

2015માં રિલાયન્સ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના સીઈઓ પરિમલ નથવાણીના પુત્રના લગ્નમાં નીતા અંબાણીએ ખૂબ જ મોંઘી સાડી પહેરી હતી. આ સાડી ચેન્નાઈ સિલ્ક્સના ડાયરેક્ટર શિવલિંગમે ડિઝાઈન કરી છે. તેમાં બ્લાઉઝની પાછળ ભગવાન નાથદ્વારાનું મોટિફ છે. બ્લાઉઝ પર વિવિધ રંગો અને જટિલ ભરતકામનો ઉપયોગ કરીને ભગવાન કૃષ્ણની છબી કોતરવામાં આવી હતી.

નીતા અંબાણીની સફેદ અને ગુલાબી સાડી વાસ્તવિક સોનાના દોરાઓથી બનેલી છે, અને તે હીરા અને કિંમતી રત્નો જેમ કે પન્ના, માણેક, પોખરાજ અને અન્ય રત્નો જડેલી છે. સાડીની કિંમત જાણીને સૌ હેરાન થઈ ગયા હતા. તે સાડીની કિંમત 40 લાખ રુપિયા છે. તે નીતા અંબાણીના કપડાની સૌથી મોંઘી વસ્તુઓમાંથી એક છે.

આ પણ વાંચો: અચાનક પ્રિયંકા પરિવાર સાથે ભારત આવી, આવવાનું કારણ બહેન પરિણીતી-રાઘવ ચઢ્ઢાની સગાઈ?

હાલમાં જ નીતા અંબાણી કાંજીવરમ સિલ્કની સાડી પહેરી હતી. તે સાડીની કિંમત ખૂબ જ મોંઘી છે, પરંતુ આ સાડીની કિંમત કેટલી છે તેની જાણ નથી.

નીતા અંબાણીએ 2 લાખ રૂપિયાની પટોળાની પહેરી હતી સાડી

નીતા અંબાણી ભરતનાટ્યમ જેવા ભારતીય શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવાથી લઈને પરંપરાગત ભારતીય વસ્ત્રો પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવે છે. તે દિલથી સાચા ભારતીય છે.

નીતા અંબાણી ભલે આંતરરાષ્ટ્રીય વસ્ત્રોમાં પહેરતા હોય પરંતુ તેને ભવ્ય સાડીઓ, ખાસ કરીને પટોળા પ્રિન્ટ્સ પસંદ છે. થોડા સમય પહેલા તેને પરંપરાગત ગુજરાતી પટોળા-પ્રિન્ટ સાડીમાં જોવા મળી હતી. નીતા અંબાણીએ ડિઝાઈનર નવદીપ ટુંડિયાની સુંદર વાદળી અને લાલ પટોળાની સાડી પહેરી હતી. તેની કિંમત રૂ. 1.70 લાખ હતી.

g clip-path="url(#clip0_868_265)">