Aryan Drugs Case : આર્યનની વધી મુસીબત, NCB એ 11 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારવાની કરી માંગ

|

Oct 07, 2021 | 5:54 PM

ક્રુઝ શિપ પર ડ્રગ્સ પાર્ટી કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુસીબત વધતી જોવા મળી રહી છે. કોર્ટમાં NCBએ 11 ઓક્ટોબર સુધી આર્યન અને તેના સાથીઓની કસ્ટડી વધારવાની માંગ કરી છે.

Aryan Drugs Case : આર્યનની વધી મુસીબત, NCB એ 11 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારવાની કરી માંગ
File Photo

Follow us on

Aryan Drugs Case :  ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને ગુરુવારે જામીન માટે મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ખાન અને અન્ય બે આરોપીઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની કસ્ટડીમાં છે, મુંબઈમાં ક્રુઝ ડ્રગ્સ પાર્ટીમાં (Drugs Party) દરોડા દરમિયાન NCB દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તેની સતાવાર ધરપકડ પણ કરવામાં આવી હતી.ત્યારે હાલ મળતા અહેવાલ અનુસાર NCB એ આર્યન અને તેના સાથીઓની  11 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારવાની કોર્ટમાં માંગ કરી છે.

11 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારવા NCB એ માંગ કરી

મળતી માહિતી અનુસાર, NCB એ કોર્ટ પાસે આર્યન ખાન અને તેના બે સહયોગીઓની કસ્ટડી 11 ઓક્ટોબર સુધી વધારવા માંગ કરી છે. NCB એ જણાવ્યુ હતુ કે, આ કેસમાં અત્યાર સુધીમાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે.આર્યન ખાનના (Aryan Khan) નિવેદનના આધારે અચિત કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. NCB એ કોર્ટમાં દલીલ કરી છે કે. આ કેસમાં વધુ કનેક્શન સામે આવી શકે તેમ છે, તેથી તેમની કસ્ટડી વધારવામાં આવે.

NCB ને આ પુરાવા મળ્યા છે

4 ઓક્ટોબરના રોજ છેલ્લી સુનાવણી વખતે, એનસીબીએ એસ્પ્લેનેડ કોર્ટને જણાવ્યું હતું કે, તેને વોટ્સએપ ચેટ્સ મળી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેણે પેડલર્સ સાથે ચર્ચા કરી હતી અને લિંક્સની તપાસ માટે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ(Arbaaz Marchant)  અને મુનમુન ધામેચાની કસ્ટડી માંગી હતી. ત્યારબાદ કોર્ટે ત્રણેયની કસ્ટડી 7 ઓક્ટોબર સુધી લંબાવી હતી

આર્યન ખાનને આ પાર્ટીમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યાો હતો : વકીલ

અભિનેતા શાહરૂખ ખાનના પુત્રના વકીલે કોર્ટને (Court) જણાવ્યું હતું કે, આર્યન ખાનને આ પાર્ટીમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતો અને તેમને કોઈ સીટ કે કેબિન પણ ફાળવવામાં આવી ન હતી. વકીલ સતીશ મણેશીંદેએ આર્યન ખાનને પેડલર્સ  સાથે કોઈ કનેક્શન હોવાનો પણ ઇનકાર કર્યો હતો અને NCB (Narcotics Control Bureau) પર આરોપ લગાવ્યો હતો કે, તેનો કેસ માત્ર વોટ્સએપ ચેટ્સ પર આધારિત છે. દરમિયાન, એનસીબીએ આ કેસના સંદર્ભમાં અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરી છે. NCB મુંબઈના ડિરેક્ટર સમીર વાનખેડેએ બુધવારે જણાવ્યું હતું કે બિટકોઈન સાથે જોડાયેલી કેટલીક લિંક્સ(Connection)  પણ સામે આવી રહી છે.

ડ્રગ્સ કેસમાં રાજકારણ ગરમાયું

જો કે આ ડ્રગ્સ કેસમાં રાજકારણ પણ ગરમાયું છે, મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (Maharashtra Government) અને તેની ગઠબંધને આ દરોડાને “નકલી” ગણાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તે દરમિયાન કોઇ ડ્રગ્સ મળ્યા નથી .પાર્ટીએ દરોડા દરમિયાન NCB ટીમ સાથે બે લોકોની હાજરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેમાંથી એક ભારતીય જનતા પાર્ટી (BJP) નો સભ્ય હતો.

 

આ પણ વાંચો : Mumbai Rain: મુંબઈ, કલ્યાણ અને થાણેમાં ભારે વરસાદ, પુણેમાં પણ મુશળધાર વરસાદને કારણે 20 સ્થળોએ વૃક્ષો ધરાશાયી

આ પણ વાંચો : મુંબઈ નજીક થાણેમાં મોટી દુર્ઘટના, વરસાદને કારણે દીવાલ ધરાશાયી થતા 2 લોકોના મોત

Published On - 5:46 pm, Thu, 7 October 21

Next Article