Nawazuddin Siddique એ મુંબઈમાં પોતાનું ડ્રીમ હોમ બનાવ્યું, જાણો પાંચ વ્યક્તિ સાથે શેરીંગ ફ્લેટમાં રહેવાથી લઈ અહિયાં સુધીની સફર
નવાઝુદ્દીન આટલા લાંબા સમયથી મુંબઈમાં(Mumbai) રહે છે પરંતુ તેણે પોતાના સપનાનું ઘર પોતાના માટે બનાવ્યું ન હતું. કારકિર્દીના આટલા વર્ષો બાદ મુંબઈમાં હવે તેને પોતાનો એક બંગલો બનાવ્યો છે.

નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddique) લાંબા સમયથી બોલિવૂડમાં (Bollywood) કામ કરી રહ્યો છે. ફિલ્મોમાં તેના અભિનયની હંમેશા તારીફ થઈ છે. તેના જોરદાર અભિનયને કારણે તે પડદા પરના પાત્રોને સરળતાથી જીવી શકે છે. તેમની અભિનયની કળા અને ફિલ્મની ઉત્કૃષ્ટ સ્ક્રિપ્ટે તેમને આજે ખૂબ જ શાનદાર જગ્યા પર પહોંચાડ્યા છે, જ્યાં ઊભા રહેવું કદાચ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહેલા દરેક કલાકારનું સપનું હોય છે. નવાઝુદ્દીન આટલા લાંબા સમયથી મુંબઈમાં (Mumbai) રહે છે પરંતુ તેણે પોતાના સપનાનું ઘર પોતાના માટે બનાવ્યું ન હતું. ઈન્ડિયા ટીવીના અહેવાલ અનુસાર નવાઝ શરૂઆતમાં તેના જેવા 5 સ્ટ્રગલિંગ એક્ટર્સ સાથે ગોરેગાંવના એક નાનકડા ફ્લેટમાં રહેતો હતો. કારકિર્દીના આટલા વર્ષો બાદ મુંબઈમાં હવે તેને પોતાનો એક બંગલો બનાવ્યો છે.
નવાઝુદ્દીન સિદ્દીકી મુંબઈમાં તેના સપનાના ઘર માટે ઈન્ટિરિયર ડિઝાઈનર બન્યો અને તેના પરિણામો ખૂબ જ પ્રભાવશાળી દેખાય છે. ફિલ્મોમાં એક દાયકા પૂર્ણ કર્યા પછી, પીઢ સ્ટાર સપનાના શહેરમાં પોતાના માટે ઘર બનાવવામાં સફળ થયો છે. અભિનેતાએ બંગલાનું નવીનીકરણ કરવામાં ત્રણ વર્ષનો લાંબો સમય લીધો હતો, જે તેમના વતન બુઢાણામાં તેમના જૂના ઘરથી પ્રેરિત હોવાનું કહેવાય છે.

Nawazuddin Siddique’s new home
નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના પિતાની યાદમાં પોતાના બંગલાનું નામ ‘નવાબ’ રાખ્યું છે. ઘરમાં એક ભવ્ય મંડપ બનાવવામાં આવ્યો છે અને બહારથી સફેદ હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. સાથે સાથે આ ઘરમાં એક મોટું ટેરેસ પણ છે.

Nawazuddin’s new home build after 3 years
2022માં ઘણી ફિલ્મોમાં જોવા મળશે નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીનું આગામી મહિનાઓમાં ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ છે. આ દિવસોમાં તે કંગના રનૌત (Kangana Ranaut) દ્વારા નિર્મિત ‘ટીકુ વેડ્સ શેરુ’માં કામ કરી રહ્યો છે. સાઈ કબીર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં નવાઝુદ્દીન સાથે અવનીત કૌર છે. આ સિવાય નવાઝ ટાઈગર શ્રોફ સ્ટારર હીરોપંતી 2 માં પણ નેગેટિવ રોલ કરતો જોવા મળશે.

Nawazuddin relaxing at his new home
આવતા વર્ષ વિશે બોલતા, નવાઝુદ્દીને અગાઉ ETimes ને કહ્યું હતું કે, “2022 મારા માટે ખૂબ જ રોમાંચક રહેશે કારણ કે હું ઘણા પ્રોજેક્ટ્સ અને ફિલ્મો વચ્ચે કામ કરી રહ્યો છું. હું મારી બધી ફિલ્મોની રિલીઝ અને શૂટિંગ શેડ્યૂલની રાહ જોઈ રહ્યો છું. ઘણી વસ્તુઓ પાઇપલાઇનમાં છે. મારી પાસે 5-6 ફિલ્મો છે, કેટલીક રિલીઝ માટે તૈયાર છે અને કેટલીકનું હું શૂટિંગ કરી રહ્યો છું. એકંદરે, 2022 સૌથી વ્યસ્ત વર્ષ હશે.”
આ પણ વાંચો:
સોશિયલ મીડિયા દ્વારા અઢળક કમાણી કરે છે શહનાઝ ગિલ, એક પોસ્ટ માટે આટલી રકમ લે છે અભિનેત્રી
આ પણ વાંચો: