મુંબઈ: ‘Tandav’ વિરુદ્ધ BJPનું ‘જુતા મારો આંદોલન’, એમેઝોન ઓફિસ બહાર કરશે ધરણા

એમેઝોન પ્રાઇમ વીડિયો પર વેબ સિરીઝ 'તાંડવા' રિલીઝ થયા બાદ તેમાં પીરસવામાં આવતા કંટેટ અંગેનો વિવાદ શરૂ થઈ ગયો છે.

મુંબઈ: 'Tandav' વિરુદ્ધ BJPનું 'જુતા મારો આંદોલન', એમેઝોન ઓફિસ બહાર કરશે ધરણા
તાંડવ વિરુદ્ધ બીજેપીનું જુતા મારો આંદોલન

એમેઝોન પ્રાઇમ વીડિયો પર વેબ સિરીઝ ‘તાંડવા’ રિલીઝ થયા બાદ તેમાં પીરસવામાં આવતા કંટેટ અંગેનો વિવાદ શરૂ થઈ ગયો છે. ભાજપના નેતા સહિત અનેક સંગઠનો વતી પ્રતિબંધની માંગણી વચ્ચે માહિતી પ્રસારણ મંત્રાલયે એમેઝોન પ્રાઇમ વીડિયોના અધિકારીઓને સમન્સ પાઠવ્યું છે. મંત્રાલયે એમેઝોન પ્રાઈમ વીડિયોને સોમવાર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.

તો બીજી તરફ સોમવારે ભારતીય જનતા પાર્ટી મુંબઇમાં એમેઝોન ઓફિસની બહાર ધરણા કરશે. બીજેપી નેતા રામ કદમે કહ્યું કે તેઓ એમેઝોનની ઓફિસની બહાર પ્રદર્શન કરીને તેમને ચેતવણી આપશે કે હિન્દુ દેવો-દેવતાઓનું અપમાન કરનારા દ્રશ્યો બતાવવાની હિંમત ન કરે. આ પછી કંપની સામે BKC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

રામ કદમે કહ્યું કે ‘જુતા મારો આંદોલન’ અંતર્ગત એમેઝોન ઓફિસની બહાર ધરણા શરૂ થશે. જ્યાં સુધી આ બધા લોકો જેલની પાછળ નહીં જાય ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે. આ પહેલા રવિવારે ભાજપના ધારાસભ્ય રામ કદમે ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનને નિશાન બનાવતા કહ્યું હતું કે તેઓ ફરી એકવાર વેબ સીરીઝનો ભાગ બની ગયા છે જેમાં હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

મંત્રાલયે ખુલાસો માંગ્યો
માહિતી પ્રસારણ મંત્રાલયે (I&B Ministry) એમેઝોન પાસેથી ‘તાંડવા’ વેબ સિરીઝ અંગેનો ખુલાસો માંગ્યો છે. મંત્રાલયે ‘તાંડવ’ નાં કંટેટને લઈને (Amazon Prime) પાસેથી સોમવારે જવાબ આપવા જણાવ્યું છે.

 

આ પણ વાંચો: Whatsappએ Privacyને લઈ સ્ટોરી મૂકી, તો સોશિયલ મીડિયામાં આવી ગયું Memesનું પૂર

Click on your DTH Provider to Add TV9 Gujarati