AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unchai Film Review : દિગ્ગજ એક્ટરોની શાનદાર ભૂમિકા, મિત્રતાનું રજૂ કરે છે ઉદાહરણ, આ મુવી મિત્રોની અપાવશે ખાટી-મીઠી યાદ

Unchai Film Review : આપણે જોઈએ તો જિંદગી પર ઘણી મુવી બની છે. જે જિંદગી જીવવાની રીત શીખવે છે. Unchai મુવી પણ એવી જ છે, જે મિત્રોનો સાથે લઈને કંઈ રીતે લાઈફ જીવવી તે શીખવે છે. તો કહી શકાય કે, મેગી અને નુડલ્સના જમાનામાં થેપલા અને ખમણ ઢોકળા જેવી આ ચટાકેદાર મુવી લાગી રહી છે.

Unchai Film Review : દિગ્ગજ એક્ટરોની શાનદાર ભૂમિકા, મિત્રતાનું રજૂ કરે છે ઉદાહરણ, આ મુવી મિત્રોની અપાવશે ખાટી-મીઠી યાદ
Unchai Film Review
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2022 | 11:05 AM
Share
  1. ફિલ્મ : ઉંચાઈ
  2. કલાકાર : અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, ડેની ડેન્ઝોંગપ્પા, બોમન ઈરાની, પરિણીતી ચોપરા, નીના ગુપ્તા અને સારિકા
  3. લેખક : અભિષેક દીક્ષિત
  4. નિર્દેશક : સૂરજ બડજાત્યા
  5. નિર્માતા : રાજશ્રી પ્રોડક્શન
  6. સ્ટાર : 3.5

Unchai ચાર મિત્રો પર આધારિત મુવી

રાજશ્રી પ્રોડક્શન હંમેશા ફેમેલી મુવી બનાવતું આવ્યું છે. આ વખતે તેને 4 મિત્રો પર આધારિત મુવી બનાવી છે. જેઓ પોતાના મિત્રની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એવરેસ્ટ પર ચઢવાનું નક્કી કરે છે. પ્રોડક્શન હાઉસની પરંપરા પારિવારિક ફિલ્મો બનાવવાની રહી છે અને આ પરંપરાને અનુસરીને ‘ઉંચાઈ’ બનાવી છે. કારણ કે મિત્રો પણ પરિવારનો એક ભાગ છે.

બોલિવૂડ સમયાંતરે દિલ ચાહતા હૈ, ઝિંદગી ના મિલેગી દોબારા જેવી મિત્રતાને સમર્પિત ફિલ્મો લાવે છે, પરંતુ જો સૂરજ બડજાત્યા મિત્રતા પર ફિલ્મ લઈને આવી રહ્યા છે તો તેમાં તેની સ્ટાઈલ ચોક્કસપણે જોવા મળશે. ‘ઉંચાઈ’ પણ મિત્રતા પરની એક સુંદર ફિલ્મ છે, પરંતુ અહીં વાર્તા યુવાનોની નથી પરંતુ ચાર વૃદ્ધ મિત્રોની છે જેઓ તેમની ઉંમરના છેલ્લા તબક્કામાં પહોંચી ગયા છે. તેમની મિત્રતાની ઉજવણી છે.

વાર્તા

દિલ્હીમાં રહેતા 4 મિત્રો અમિત શ્રીવાસ્તવ (અમિતાભ બચ્ચન), ભૂપેન (ડેની ડેન્ઝોંગપ્પા), ઓમ (અનુપમ ખેર) અને જાવેદ (બોમન ઈરાની) પોતાની જીવનમાંથી હંમેશા સમય કાઢીને એકબીજા સાથે જન્મદિવસની ઉજવણી કરતા રહે છે.

અમિત એક સફળ લેખક છે તો ઓમ એક પુસ્તકની દુકાન ચલાવે છે. જાવેદને એક કાપડનો વ્યવસાય કરે છે અને ભૂપેન માત્ર એક ક્લબના માલિક જ નથી પણ શેફ પણ છે. ભૂપેન લાંબા સમયથી તેના મિત્રોને તેના વતન નેપાળના પહાડો પર લઈ જવા માંગતો હતો. જોકે મિત્રો ઘણીવાર ટાળતા રહેતા હતા.

ભૂપેન તેમના જન્મદિવસે તેમને હિમાલયના બેઝ કેમ્પમાં લઈ જવાની તેમની યોજનાનો પણ ઉલ્લેખ કરે છે. બીજા દિવસે સવારે ભૂપેનનું કાર્ડિયાક અરેસ્ટને કારણે અચાનક અવસાન થઈ જાય છે. જતાં-જતાં તે તેના મિત્રો વચ્ચે એક અધૂરું સ્વપ્ન છોડી જાય છે. ત્રણેય મિત્રો એવરેસ્ટ પર ભૂપેનની અસ્થિનું વિસર્જન કરવાનું નક્કી કરે છે. બસ અહીંથી તેની સુંદર યાત્રા શરૂ થાય છે અને અહીં માલા (સારિકા) તેની સાથે જોડાય છે.

શું તે બધા તેમની યાત્રામાં સફળ થઈ શકશે..? પ્રવાસ દરમિયાન તેમને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે? આ બધું જાણવા માટે થિયેટરમાં જઈને ફિલ્મ જુઓ.

સફળતા

આજકાલ એટલે કે છેલ્લા થોડાંક મહિનાથી એવી ઘણી બધી મુવી રિલીઝ થઈ ચુકી છે જે જેનો કોઈને કોઈ કારણોસર સતત વિરોધ જ થતો રહ્યો છે. તેની વચ્ચે ફિલ્મ Unchaiની એન્ટ્રી થઈ છે. આ મુવી એટલી સારી છે કે તમે પરિવાર સાથે બેસીને પણ માણી શકો છો. લોકોએ ફિલ્મને તેની સફળતા મુજબ 3.5 રેટ આપ્યા છે. જે ખૂબ જ સારો રેટ છે.

જુઓ, ઓડિયન્સ રેફરન્સ

શા માટે જોવી જોઈએ..?

જો તમે સંબંધોનું મહત્વ, મિત્રતાનું સમર્પણ, જીવનની કેટલીક પાયાની જાણકારી મનોરંજનના રૂપમાં સમજવા માંગતા હોવ તો એકવાર ફિલ્મ જોવી જોઈએ. એવો દાવો કરવામાં આવે છે કે લાંબી હોવા છતાં પણ આ ફિલ્મ તમને જરાય નિરાશ નહીં કરે. તેના બદલે, થિયેટર છોડ્યા પછી, તમે તમારા મિત્રોને ફોન કરીને એવરેસ્ટ ટ્રેકિંગ માટે ચોક્કસ પ્લાન બનાવી શકો છો. એક સારી ફિલ્મ, જેને પરિવાર સાથે થિયેટરમાં જઈને માણી શકાય.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">