Sardar Udham Singh Review : વિકી કૌશલના કરિયરની બેસ્ટ ફિલ્મ છે ઉધમ સિંહ, શૂજિત સરકારે ફરીથી જીત્યા લોકોના દિલ

Sardar Udham Singh Review : વિકી કૌશલના કરિયરની બેસ્ટ ફિલ્મ છે ઉધમ સિંહ, શૂજિત સરકારે ફરીથી જીત્યા લોકોના દિલ
Sardar Udham singh Review

આ સમયે બોલીવુડમાં બાયોપિકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ વર્ષમાં ઘણી બાયોપિક રજૂ કરવામાં આવી છે. હવે આ યાદીમાં વધુ એક ફિલ્મનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શૂજિત સરકારની ફિલ્મ સરદાર ઉધમ સિંહ છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Oct 16, 2021 | 9:42 AM

ફિલ્મ – સરદાર ઉધમ સિંહ નિર્દેશક- શૂજિત સરકાર કાસ્ટ – વિકી કૌશલ, સીન સ્કોટ, સ્ટીફન હોગન, બનિતા સંધુ, કર્સ્ટી એવર્ટન, અમોલ પરાશર રેટિંગ – 3.5

આ સમયે બોલીવુડમાં બાયોપિકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ વર્ષમાં ઘણી બાયોપિક રજૂ કરવામાં આવી છે. હવે આ યાદીમાં વધુ એક ફિલ્મનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શૂજિત સરકારની ફિલ્મ સરદાર ઉધમ સિંહ છે. જેમાં વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો છે. જો તમે આ સપ્તાહમાં સરદાર ઉધમ જોવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તેની સમીક્ષા અહીં જાણો.

ફિલ્મની સ્ટોરી

આ ફિલ્મ સ્વતંત્રતા સેનાની સરદાર ઉધમ સિંહની બાયોપિક છે. 1919 માં જલિયાવાલા બાગમાં જનરલ ડાયરે હજારો નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કર્યો હતો. જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. તે સમય દરમિયાન સરદાર ઉધમ સિંહે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ ચોક્કસપણે તેનો બદલો લેશે. સરદાર ઉધમ સિંહ વિશે આપણે પુસ્તકોમાં વાંચ્યું છે પણ શૂજિત સરકાર એ પાત્રને પડદા પર લાવ્યા છે.સરદાર ઉધમસિંહે જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં બધું જ ગુમાવી દીધું હતું, ત્યારબાદ તેણે તેનો બદલો લેવાનું નક્કી કર્યું. તેનો ઉદ્દેશ જનરલ ડાયરની હત્યા કરવાનો હતો. તે પોતાનો આ હેતુ પણ પૂરો કરે છે.

ડાયરેક્શ

કોઈપણ શૂજિત સરકારની ફિલ્મ વિશે વાત કરો તે અદભૂત હોય છે. સરદાર ઉધમ પણ તેમાંથી એક છે. ફિલ્મના છેલ્લા કલાકમાં, શૂજિત તમને બાંધી રાખે છે. તમે આ ફિલ્મમાં એટલા સમાઈ ગયા હશો કે જ્યારે તે સમાપ્ત થાય ત્યારે જ તમે જાગશો. શૂજિતે ફિલ્મના સેટ પર પણ ખૂબ કામ કર્યું છે. 1900 થી 1941 સુધીનો સમયગાળો સારી રીતે દર્શાવવામાં આવ્યો છે. તેણે ટૂંકી ફ્લેશબેકમાં ફિલ્મ બતાવી છે. ખાસ વાત એ છે કે તમે પોતાની જાતને જોડાયેલી અનુભવો છો, તે ક્યાંય વિચિત્ર લાગતું નથી.

કેવી છે એક્ટિંગ ?

અભિનયની વાત કરીએ તો તમામ કલાકારોએ શાનદાર અભિનય કર્યો છે. સરદાર ઉધમને વિકી કૌશલની અત્યાર સુધીની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ફિલ્મ કહેવામાં આવી રહી છે. તેમણે પોતાની અભિનયથી દરેકનું દિલ જીતી લીધું છે. તેણે ફિલ્મમાં પોતાના અભિનયથી જીવન આપ્યું છે. ફિલ્મમાં વિક્કીની સાથે અમોલ પરાશર ભગતસિંહના રોલમાં જોવા મળી રહ્યા છે. જનરલ ડાયર તરીકે સીન સ્કોટ અને વિકીના વકીલ તરીકે સ્ટીફન હોગને પણ શાનદાર અભિનય કર્યો છે.

કેવી છે ફિલ્મ ?

સરદાર ઉધમ એક એવી ફિલ્મ છે જે તમને હમેશાં બાંધીને રાખશે. ફિલ્મના છેલ્લા કલાકમાં, તમે જનરલ ડાયરને ધિક્કારવાનું શરૂ કરો છો. કારણ કે તમે ફિલ્મમાં એટલા બધા ખોવાય જાવ છો કે તમે તે પાત્રોને અનુભવવા લાગો છો. આ એક પીરિયડ બાયોપિક છે જે બોલિવૂડમાં બની રહેલી બાકીની ફિલ્મોથી એકદમ અલગ છે.

કેમ જોવી ?

સરદાર ઉધમ સિંહની વાર્તા અને વિક્કી કૌશલની શાનદાર એક્ટિંગ જાણીને, આ ફિલ્મમાં કોઈ ઉતાવળ કરવામાં નથી આવી. તમારે ધીરજ સાથે આ ફિલ્મ જોવી પડશે. દર વખતની જેમ આ વખતે પણ શૂજિત સરકરે દર્શકોને નિરાશ કર્યા નથી.

આ પણ વાંચો –

Singhu Border Murder Case: સિંઘુ બોર્ડર પર નિહંગોએ યુવાનની હત્યા કેમ કરી? અત્યાર સુધી દરેક અપડેટ જાણો

આ પણ વાંચો –

Mandi: રાજકોટના APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8350 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati