Tejas Movie Review: દેશભક્તિથી ભરપૂર પરંતુ લોજિકથી ઘણી દૂર, જાણો કેવી છે કંગના રનૌતની ફિલ્મ તેજસ
Tejas Movie Review: બોલિવુડની ક્વીન કંગના રનૌતની ફિલ્મ 'તેજસ'થી એક્ટ્રેસ સાથે તેના તમામ ફેન્સને પણ પાસેથી ઘણી આશાઓ છે. આ ફિલ્મ આજે 27 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થઈ છે. જો તમે આ વીકેએન્ડમાં તમારા દોસ્ત અને ફેમિલી સાથે કંગના રનૌતની ફિલ્મ 'તેજસ' થિયેટરમાં જોવા માંગો છો, તો આ રીવ્યૂ જરૂર વાંચો.
કંગના હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બેસ્ટ એક્ટ્રેસમાંથી એક છે, જે પોતાના પાત્રો સાથે એક્સપરિમેન્ટ કરવાનું રિસ્ક લે છે. તો જ્યારે કંગના જેવી એક્ટ્રેસ દેશભક્તિથી ભરપૂર ફિલ્મમાં હોય તો તે ફિલ્મ જોવી જોઈએ. ‘તેજસ’ ફિલ્મ જોવાથી કોઈ અફસોસ નહી થાય, પરંતુ આ ફિલ્મ પાસેથી જે આશાઓ હતી તે પૂરી થઈ નથી. આજની ભાષામાં તેને ‘વન ટાઈમ વોચ’ ફિલ્મ કહી શકાય.
કંગનાની ફિલ્મ ‘તેજસ’ સારી છે, પરંતુ વધુ સારી બની શકી હોત. કંગના અને દેશભક્તિ એક સુપરહિટ ફોર્મ્યુલા હતી, પરંતુ ડિટેલિંગનો અભાવ, એક સાથે અનેક મુદ્દાઓની ખિચડી કરવાના પ્રયાસે આ ફિલ્મને થોડી બોરિંગ બનાવી દીધી.
સ્ટોરી
આ સ્ટોરી શરુ શરૂ થાય છે તેજસ ગિલથી , ઈન્ડિયન એરફોર્સના પાઈલટ સીનિયરના આદેશની અવગણના કરે છે અને ઈન્ડિયન એરફોર્સના એક પાઈલટનો જીવ બચાવવા ટ્રાઈબલ એરિયામાં પ્રવેશ કરે છે. પોતાના દેશ માટે અને તેના સાથીઓ માટે પોતાનો જીવ જોખમમાં મૂકનાર તેજસની સ્ટોરી આપણે ફ્લેશબેક અને પ્રેઝેન્ટમાં જોઈ શકીયે છીએ. ફાઈટર પ્લેન ‘તેજસ’ ઉડાવવાનો જુસ્સો તેજસ ગિલને એરફોર્સ એકેડમી સુધી લઈને જાય છે, જ્યાં તેની મુલાકાત આફિયા (અંશુલ ચૌહાણ) સાથે થાય છે. કેવી રીતે બંનેએ મળીને ‘મિશન તેજસ’ પૂરું કરે છે. આ જાણવા માટે તમારે કંગનાની ફિલ્મ ‘તેજસ’ જોવી પડશે.
નિર્દેશન અને લેખન
‘તેજસ ગિલ’ એક ફિક્શનલ પાત્ર છે. આ ફિલ્મમાં અમે એક મહિલા ફાઈટર પાઈલટની સ્ટોરી સાંભળવા ઈચ્છીએ છીએ, પરંતુ નિર્દેશક આપણને એક સુપરહીરોની સ્ટોરી કહે છે અને કંગના રનૌતની ‘તેજસ ‘ કોઈ સુપરહીરો નથી, આપણને તેની સ્ટાઈલ ગમે છે, જેની સાથે દરેક વ્યક્તિના દિલ જોડાયેલા છે. ‘ક્વીન’ની રાની હોય કે પછી ‘તનુ વેડ્સ મનુ’ની તનુ, આ ફિલ્મોમાં આપણે એક સામાન્ય છોકરીની ખાસ વાર્તા જોઈ છે. ‘તેજસ’માં આપણે બે મહિલા પાઈલટને દિવસે દિવસે પાકિસ્તાન જઈને તેમના રો એજન્ટને રેસ્ક્યૂ કરતા જોઈએ છીએ, છોકરીઓ કંઈ પણ કરી શકે તે સારું છે, પરંતુ શું છોકરીઓ આવી મૂર્ખતા કરી શકે છે? કંગનાને સુપરવુમન બનાવવાનો પ્રયાસ ફિલ્મને હકીકતથી દૂર લઈ જાય છે.
ફિલ્મમાં રો એજન્ટનું રેસ્ક્યૂ અને રામ મંદિર અટૈક, જેવા બે મિશનને એકસાથે બતાવવાનો પ્રયાસ કરવામાં આવી છે. આ સાથે 26/11નો આતંકી હુમલો પણ જોવા મળે છે. ઘણા વિષયોની ખિચડીને કારણે સ્ટોરી ખોવાઈ જાય છે.
ફિલ્મ ‘મિશન ઈમ્પોસિબલ’ના એક સીનમાં ઈલ્યુઝન મિરર ટેક્નિકનો ઉપયોગ કરીને પ્લેનને ગાયબ કરવાની ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એ જ ટેકનિક દર્શાવતો એક સીન આ ફિલ્મમાં પણ છે. પરંતુ એરપોર્ટ પર એક ઊંચાઈએથી વિમાનના લેંડિગને કંટ્રોલ કરતું ‘એર કંટ્રોલિંગ’ ડિપોર્ટમેન્ટ માત્ર કેવી રીતે એક સાઈડથી ઉભી કરાયેલી ઈલ્યૂઝન દિવાલ દ્વારા પ્લેનને જોઈ શકતું નથી, તે લોજિકની બહાર છે.
નિર્દેશક સર્વેશ મેવાડા આ ફિલ્મના રાઈટર છે, ભલે પોતાના નિર્દેશનથી સર્વેશ પ્રભાવિત કરી શક્યા ન હોય, પરંતુ તેમને ફિલ્મનું સ્ક્રીનપ્લે એકદમ સરસ રીતે લખ્યું છે. ફિલ્મના ડાયલોગ શાનદાર છે. ‘હવે કોઈ એમ નહીં કહે કે છોકરીઓને બદલે છોકરાઓને મોકલવા જોઈએ’ અથવા ‘તેને સરળ મિશન પર ન મોકલો, તેને ફક્ત એવા મિશન પર મોકલો જે અશક્ય હોય’, ‘જ્યારે કન્ફ્યુઝન હોય ત્યારે દેશ વિશે વિચારો’ વગેરે ડાયલોગ્સ આપણને આ ફિલ્મ સાથે જોડાયેલા રાખશે.
એક્ટિંગ
ફિલ્મ ધાકડમાં કંગનાએ એક્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. માત્ર કંગના જ નહીં, પ્રિયંકા ચોપરાથી લઈને દીપિકા પાદુકોણ સુધીની ઘણી એક્ટ્રેસે આ પ્રયાસ કર્યો છે. ભલે કંગના ‘ધાકડ’માં તેના એક્શનનો જાદુ ન ચલાવી શકી, પરંતુ કંગનાએ ‘તેજસ’માં તેની એક્શન, તેની એક્ટિંગ અને તેની બોડી લેંગ્વેજ દ્વારા તેનું ટેલેન્ટ બતાવ્યું છે. કંગના રનૌત-અંશુલની કેમેસ્ટ્રી સારી છે. અંશુલનું પાત્ર મજેદાર છે. પરંતુ કંગના સિવાય આ ફિલ્મમાં કોઈ મોટો ફેસ નથી. કંગનાની એક્ટિંગ ભલે સારી હોય, પરંતુ તેના પાત્રના કેરેક્ટરાઈઝેશનમાં કંઈક ખામી છે.
પાત્રોની ડિટેલિંગ અને કૈરેક્ટરાઈઝેશન ખૂબ જ નિરાશાજનક છે. પાયલોટના રેડ લિપસ્ટિક અને મેક-અપ સાથે પહેરેલો યુનિફોર્મ, આ ફિલ્મની થીમ સાથે સંપૂર્ણપણે અયોગ્ય લાગે છે. ફિલ્મમાં ગીતોની જરૂર ન હતી, એવું લાગે છે કે આ ગીતો જાણી જોઈને સામેલ કરવામાં આવ્યા છે. ક્લાઈમેક્સ ફાઈટ પર એડિટિંગ ટેબલ પર વધુ કામ થઈ શક્યું હોત, પરંતુ એ થઈ શક્યું નહીં.
કેમ જોવી જોઈએ આ ફિલ્મ?
આ ફિલ્મ દ્વારા આશઓ પૂરી થઈ નથી, પરંતુ ફિલ્મ એટલી પણ ખરાબ નથી. દેશભક્તિ પર આધારિત ફિલ્મો જે લોકો મોટા પડદા પર જોવાનું પસંદ કરે છે તેઓ તેને ચોક્કસ તક આપી શકે છે. લોજિક માટે નહીં, પરંતુ તેજસ ગિલનો જુસ્સો જોવા માટે તમારે કંગના રનૌતની આ ફિલ્મ જોવી જોઈએ.
ફિલ્મ: તેજસ
એકટર્સ – કંગના રનૌત, અંશુલ ચૌહાણ, વરુણ મિત્રા, આશિષ વિદ્યાર્થી
નિર્દેશક – સર્વેશ મેવાડા
રિલીઝ – થિયેટર
રેટિંગ – 2 સ્ટાર
આ પણ વાંચો: Video : અયોધ્યા મંદિરને એટેકથી બચાવશે કંગના રનૌત, તેજસનું નવુ ટીઝર થયુ વાયરલ