AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Jolly LLB 3’ જોયું કે નહીં? થિયેટરમાં પગ મૂકતા પહેલા ધ્યાન રાખજો, અક્ષય-અરશદની જોડીએ એવું તો શું કર્યું કે લોકો…..

'Jolly LLB 3' જોયું કે નહીં? થિયેટરમાં પગ મૂકતા પહેલા અથવા ટિકિટ ખરીદતા પહેલા મૂવીને લગતા કેટલાક મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં લેવું જરૂરી છે.

'Jolly LLB 3' જોયું કે નહીં? થિયેટરમાં પગ મૂકતા પહેલા ધ્યાન રાખજો, અક્ષય-અરશદની જોડીએ એવું તો શું કર્યું કે લોકો.....
| Updated on: Sep 19, 2025 | 7:15 PM
Share

સુભાષ કપૂરની કોર્ટરૂમ કોમેડી-ડ્રામા “જોલી એલએલબી 3” આખરે થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ વખતે ફ્રેન્ચાઇઝના બંને ફેમસ વકીલ અરશદ વારસી (જોલી 1) અને અક્ષય કુમાર (જોલી 2) એક જ ફિલ્મમાં સામસામે છે. ફિલ્મમાં સૌરભ શુક્લા ફરી એકવાર જજ સુંદર લાલ ત્રિપાઠીની ભૂમિકા ભજવી રહ્યા છે. હુમા કુરેશી અને અમૃતા રાવ પણ પુષ્પા પાંડે તેમજ સંધ્યાની ભૂમિકામાં પાછા ફર્યા છે.

શું છે સ્ટોરી?

જોલી એલએલબી 3 પરસૌલ નામના ગામની છે, જ્યાં એક ઉદ્યોગપતિ “બિકાનેર ટુ બોસ્ટન” બનવાના પોતાના સપનાને પૂર્ણ કરવા માટે જમીન કબજે કરવા માંગે છે. તે ખેડૂતોની જમીન કબજે કરવા માટે સામ દામ દંડ ભેદ દરેક યુક્તિનો ઉપયોગ કરે છે. કેટલાક ખેડૂતો પૂર્વજોની જમીન છોડવા તૈયાર નથી અને અહીંથી લડાઈ શરૂ થાય છે. હરિભાઈ ખેતાન, લોકલ રાજકારણીઓ અને અધિકારીઓ સાથેના પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. ત્યારબાદ ગેરકાયદેસર રીતે તેમની જમીન હસ્તગત કરી લે છે.

આ પરિસ્થિતિમાં, એક ખેડૂત આત્મહત્યા કરે છે અને પછી વાર્તા જાનકીનો પરિચય કરાવે છે, જે ન્યાય માટે ઉદ્યોગપતિ સામે લડવાનું નક્કી કરે છે. કયો જોલી જાનકીના હેતુ માટે લડે છે અને કયો જોલી તેની વિરુદ્ધ જાય છે તે જાણવા માટે, તમારે થિયેટરોમાં “જોલી એલએલબી 3” જોવી પડશે.

એક્ટિંગમાં કોને બાજી મારી?

અક્ષય કુમાર તેના જૂના અંદાજમાં જ જોવા મળી રહ્યો છે. અક્ષયની એક્ટિંગ એટલી પાવરફૂલ છે કે, તમે તેના દરેક ડાયલોગ પર તાળીઓ પાડ્યા વગર રહી શકશો નહી. તેનું કોમિક ટાઇમિંગ પણ ગજબ છે. અરશદ વારસીનું કામ પણ શાનદાર રહ્યું છે. કોમેડીમાં તે અક્ષયને ટક્કર આપી રહ્યો છે અને બંને જ્યારે ભેગા થાય છે ત્યારે કોમેડીનો ડબલ ડોઝ મળી રહે છે.

સૌરભ શુક્લા એક સરપ્રાઇઝ ફેક્ટર છે અને તેની ડાયલોગ ડિલિવરી પણ ગજબની છે. સીમા બિશ્વાસ દરેકને ઇમોશનલ કરી દેશે. ગજરાજ રાવે નેગેટિવ રોલમાં ઉમદા કામ કર્યું છે. હુમા કુરેશી અને અમૃતા રાવનું કામ પણ એકંદરે સારું છે.

મૂવી જોવી કે નહી?

સુભાષ કપૂરની રાઇટિંગ અને ડાયરેક્શન ખરેખર શાનદાર છે. તેમણે એક ગંભીર મુદ્દા પર મનોરંજક ફિલ્મ કેવી રીતે બનાવવી તે બતાવ્યું છે. તેમણે દરેક પાત્રનો યોગ્ય ઉપયોગ કર્યો છે. ટૂંકમાં આ ફિલ્મ એક શાનદાર ફિલ્મ છે.

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">