Samrat Prithviraj Review in Gujarati : સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ગાથાની આ ફિલ્મ ઈતિહાસને ચાહનારાએ જરુર જોવી, ખાસ સીન રુંવાડા ઉભા કરી દેશે

|

Jun 04, 2022 | 4:39 PM

Akshay Kumar Movie Samrat Prithviraj :સમ્રાટ પૃથ્વીરાજ (Samrat Prithviraj)ફિલ્મ માત્ર એક રાજાની શૌર્ય ગાથા નથી, પણ એક ઈતિહાસ પણ છે. ઈતિહાસની ઘટનાઓ ફિલ્મમાં બતાવવામાં આવી છે. આ ફિલ્મ ઈતિહાસને ચાહનારાઓ માટે પણ માહિતીનો સ્ત્રોત છે.

Samrat Prithviraj Review in Gujarati : સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ગાથાની આ ફિલ્મ ઈતિહાસને ચાહનારાએ જરુર જોવી, ખાસ સીન રુંવાડા ઉભા કરી દેશે
Samrat Prithviraj Review in Gujarati
Image Credit source: instagram

Follow us on

ફિલ્મ Samrat Prithviraj

કલાકારો: અક્ષય કુમાર, માનુષી છિલ્લર, સોનુ સૂદ, સંજય દત્ત અને માનવ વિજ

નિર્દેશક: ચંદ્રપ્રકાશ દ્વિવેદી

ક્યાં જોવા મળશે: સિનેમાઘરોમાં

રેટિંગ: 3/5

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર(Akshay Kumar)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ પૃથ્વીરાજ રાસો પર આધારિત છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થઈ છે. એક તરફ સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મમાં જ્યાં સંયોગિતાની પ્રેમ કહાની બતાવવામાં આવી છે, તો બીજી તરફ 1191 અને 1192માં પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે થયેલ યુદ્ધ પણ બતાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, માનુષી છિલ્લરે અભિનય અને બોલિવૂડમાં સમ્રાટ પૃથ્વીરાજ સાથે ડેબ્યુ કર્યું છે. માનુષી છિલ્લરે (Manushi Chhillar)વર્ષ 2017માં મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો.

બીજી તરફ જો ચંદ્રપ્રકાશ દ્વિવેદીની વાત કરીએ તો તેમણે આ ફિલ્મ લખી અને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ એક ડ્રીમ પ્રોજેક્ટ રહી છે, માત્ર હેડલાઈન્સને કારણે જ નહીં, પરંતુ સમ્રાટ પૃથ્વીરાજનું ટ્રેલર આવ્યા બાદ તેને ખૂબ જ વિવાદનો સામનો કરવો પડ્યો હતો અને આ વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો. અત્યારે આ બધી બાબતોને બાજુ પર રાખીને આપણે જાણીએ  કે સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ જોવા લાયક છે કે નહીં.

શું છે ફિલ્મની સ્ટોરી?

ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મને ખૂબ જ ઉત્સાહ સાથે રજૂ કરવામાં આવી છે, જેમાં ઇતિહાસના મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના સમગ્ર જીવનની વિગતો જોવા મળે છે. ફિલ્મની વાર્તા મોહમ્મદ ઘોરીના ગઝની રાજ્યથી શરૂ થાય છે. જ્યાં પૃથ્વીરાજ તેની કેદમાંથી બહાર આવી રહ્યો છે. ફિલ્મની વાર્તા પૃથ્વીરાજ ચૌહાણના જીવનમાં બનેલી ઘટનાઓને દર્શાવે છે. પૃથ્વીરાજની વીરતા, સંઘર્ષ અને સંયોગિતા સાથેના તેમના લગ્નને સુંદર રીતે શૂટ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં તમને એ પણ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે મોહમ્મદ ઘોરીને યુદ્ધમાં સમ્રાટ પૃથ્વીરાજે પરાજય આપ્યો હતો અને તેની સાથે કોણ આ યુદ્ધનો ભાગ બન્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

દિગ્દર્શન

શૌર્ય ગાથાની સાથે દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ રોમાંસ અને લાગણીઓ બંનેને સાથે રાખ્યા છે. જો કે ફિલ્મમાં સંજય દત્ત આંખે પાટા બાંધેલો જોવા મળે છે, પરંતુ તે પૃથ્વીરાજના કહેવા પર આવું કરે છે. 300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ અને તેનો સેટ તમને પૃથ્વીરાજ યુગમાં લઈ જશે. ફિલ્મમાં અક્ષય કુમાર સિંહો સાથે લડતા જોવા મળે છે. ક્રૂ મેમ્બર્સ આ સીન માટે આફ્રિકા ગયા હતા અને ત્યાં પ્રશિક્ષિત સિંહો સાથે સીન શૂટ કરવામાં આવ્યા હતા.

અભિનય

અભિનયની વાત કરીએ તો, અક્ષય કુમારથી લઈને ચાંદ બરદાઈ (સોનુ સૂદ), મોહમ્મદ ગૌરી (માનવ વિજ), સંજય દત્ત, આશુતોષ રાણા, સાક્ષી તંવર અને મનોજ જોશી તેમના પાત્રોને ન્યાય આપતા જોવા મળ્યા હતા. ફિલ્મની સપોર્ટિંગ કાસ્ટ ઉત્તમ છે. ડેબ્યુ એક્ટ્રેસની વાત કરીએ તો માનુષી છિલ્લરે સંયોગિતાના રોલમાં જીવ છલકાવી દીધો છે. જોકે ફર્સ્ટ હાફમાં તેના સીન ઓછા છે, પરંતુ સેકન્ડ હાફમાં માનુષી બધાનું દિલ જીતવાનો પ્રયાસ કરે છે.

આ ફિલ્મ કેમ જોવી?

સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ માત્ર એક રાજાની શૌર્ય ગાથા નથી, પણ એક ઈતિહાસ પણ છે. ઈતિહાસની ઘટનાઓ ફિલ્મમાં બતાવવામાં આવી છે. આ ફિલ્મ ઈતિહાસને ચાહનારાઓ માટે પણ માહિતીનો સ્ત્રોત છે. જો તમે અક્ષય કુમાર અને માનુષી છિલ્લર જેવી સ્ટાર કાસ્ટથી શણગારેલી આ ફિલ્મ જોવા માંગો છો, તો તમારે ચોક્કસપણે થિયેટરમાં જવું પડશે.

Next Article