Money laundering case: જેકલીન ફર્નાન્ડિઝની 25 સપ્ટેમ્બરે ફરી પૂછપરછ થશે, નોરા ફતેહીને પણ EDએ બોલાવી

|

Sep 16, 2021 | 5:03 PM

આ કેસમાં નોરાનું નામ પણ સામે આવ્યું છે. ઇડી નોરાની પૂછપરછ ક્યાં સુધી કરશે તે જોવાનું રહેશે. આ કેસમાં પ્રથમ વખત નોરા ફતેહીનું નામ સામે આવ્યું છે. અત્યારે એ જોવાનું રહેશે કે આ બાબતે જેક્લીનની મુશ્કેલીઓ વધશે કે કેમ?

Money laundering case: જેકલીન ફર્નાન્ડિઝની 25 સપ્ટેમ્બરે ફરી પૂછપરછ થશે, નોરા ફતેહીને પણ EDએ બોલાવી
money laundering case jacqueline fernandez to be questioned again on september 25 nora fatehi also called by ed

Follow us on

Money laundering case:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તાજેતરમાં મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસનું નિવેદન નોંધ્યું હતું. જેકલીન ફર્નાન્ડિસની દિલ્હીમાં ચાર કલાક સુધી પૂછપરછ કર્યા બાદ, તેનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સાક્ષી તરીકે નોંધવામાં આવ્યું હતું, જેમાં સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar)સામે 200 કરોડથી વધુની છેતરપિંડી (Fraud)અને ખંડણીનો આરોપ છે. હવે અભિનેત્રીની ફરી પૂછપરછ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, આ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez)ને ફરી સમન્સ પાઠવવામાં આવ્યા છે. અભિનેત્રીને 25 સપ્ટેમ્બરે ED (Enforcement Directorate)સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

નોરાની પણ પૂછપરછ કરવામાં આવશે

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

અગાઉ, સુકેશ ચંદ્રશેખર(Sukesh Chandrasekhar) સાથે જોડાયેલા કેસમાં સાક્ષી તરીકે નવી દિલ્હીમાં જેકલીન ફર્નાન્ડિઝ(Jacqueline Fernandez)ની 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એટલે કે, હવે 25 સપ્ટેમ્બરના રોજ ઇડી ફરી અભિનેત્રીની પૂછપરછ કરવા જઇ રહી છે. તે જ સમયે, હવે ઇડી (ED )એ તાજેતરમાં નોરા ફતેહી (Nora Fatehi)ને પણ તેનું નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવી છે. હવે સ્પષ્ટ છે કે આ કેસમાં નોરાનું નામ પણ સામે આવ્યું છે. ઇડી નોરાની પૂછપરછ ક્યાં સુધી કરશે તે જોવાનું રહેશે. આ કેસમાં પ્રથમ વખત નોરા ફતેહીનું નામ સામે આવ્યું છે. અત્યારે એ જોવાનું રહેશે કે આ બાબતે જેક્લીનની મુશ્કેલીઓ વધશે કે કેમ?

તમને જણાવી દઈએ કે, સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar)ની આ વર્ષે એટલે કે 2021માં પોલીસે ધરપકડ કરી હતી. જ્યાં સુકેશ પર આરોપ છે કે, તેણે જેલની અંદર બેસીને 200 કરોડની વસૂલાતનું મોટું રેકેટ ચલાવ્યું હતું. સુકેશે જેલમાંથી એક જાણીતા ઉદ્યોગપતિની પત્ની પાસેથી 50 કરોડની ખંડણીની માંગણી કરી હતી. આ કેસમાં પોલીસે જેલમાં દરોડો પાડ્યો ત્યારે સુકેશના સેલમાંથી 2 મોબાઈલ ફોન પણ મળ્યા હતા.

સુકેશ (Sukesh Chandrasekhar) વિરુદ્ધ આ સમગ્ર કેસમાં જેકલીન(Jacqueline Fernandez)ને મુખ્ય સાક્ષી તરીકે રાખવામાં આવી છે. જે બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(Enforcement Directorate)નો આ મામલો વધુ મજબૂત બન્યો છે.આપને જણાવી દઈએ કે, સુકેશ ચંદ્રશેખર પર અગાઉ પણ આવા ઘણા મની લોન્ડરિંગ (Money laundering)ના આરોપ લાગ્યા છે. આ પહેલા સુકેશે લીના સાથે મળીને કેનેરા બેંક સાથે 2013માં છેતરપિંડી કરી હતી. જે બાદ 2015 માં મુંબઈ પોલીસ દ્વારા આ જોડીની છેતરપિંડી માટે ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : 2 ફેબ્રુઆરીથી ‘સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી’નો ઉદ્ઘાટન સમારોહ, રાજનાથ સિંહ અને મોહન ભાગવતને ચિન્ના જીયાર સ્વામીએ આમંત્રણ આપ્યું

Next Article