Miss India Universe નો ખુલાસો ! કોલ્ડ ડ્રીંકમાં નશાની દવા ભેળવીનો મારો પોર્ન વીડિયો બનાવાયો
આ મામલો મુબઇમાં ચાલી રહ્યો છે. હાલમાં જ પરીની ફરિયાદ બાદ ધનબાદના કતરાસ પોલીસે તેના પતિ નિરજ પાસવાનની ધરપકડ કરી લીધી છે. પરીએ તેના પતિ અને તેમના પરિવાર વિરુદ્ધ દહેજ માટે હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
આજકાલ પોર્નોગ્રાફી કન્ટેન્ટને લઇને ઘણા બધા કેસો સામે આવી રહ્યા છે. જ્યાં હાલમાં જ ફેમસ બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિની પણ અશ્લીલ ફિલ્મો બનાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. તો આવો બીજો એક કેસ ઝારખંડમાં પણ સામે આવ્યો છે. ધનબાદમાં રહેતી મિસ ઇન્ડિયા યૂનિવર્સ પરી પાસવાને મુંબઇની એક ફિલ્મ પ્રોડક્શન કંપની પર ગંભીર આરોપ લગાવ્યા છે. પરીનું કહેવુ છે કે પ્રોડક્શન કંપનીએ તેમની સાથે ખોટુ કર્યુ છે. પરીએ આ કેસમાં જણાવ્યુ કે તેને આ વાતની જાણકારી નથી કે આ કંપની કોની છે.
મિસ ઇન્ડિયા યૂનિવર્સ રહી ચૂકેલી પરીએ જણાવ્યુ કે, તે એક મોડલ છે. તે મુંબઇ કામ શોધવા માટે પહોંચી હતી. એક મીડિયા કંપનીના અહેવાલ અનુસાર, જે સમયે પરી સાથે આ ઘટના ઘટી તેના પર વાત કરતા પરીએ જણાવ્યુ કે, હુ કામ શોધવા માટે મુંબઇ આવી હતી. જ્યાં મને કોલ્ડ ડ્રીંકમાં નશાની દવા ભેળવીને પિવડાવવામાં આવી અને પછી મારો પોર્ન વીડિયો બનાવવામાં આવ્યો. આ વાતની જાણકારી મને મળતા જ મે મુંબઇ પોલીસમાં જઇને આ વિશેની ફરિયાદ નોંધાવી.
View this post on Instagram
હવે આ મામલો મુબઇમાં ચાલી રહ્યો છે. હાલમાં જ પરીની ફરિયાદ બાદ ધનબાદના કતરાસ પોલીસે તેના પતિ નિરજ પાસવાનની ધરપકડ કરી લીધી છે. પરીએ તેના પતિ અને તેમના પરિવાર વિરુદ્ધ દહેજ માટે હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યાર બાદ બિહાર પોલીસે તેમના પતિની ધરપકડ કરી લીધી છે.
તમને જણાવી દઇએ કે પરીએ 2019 માં મિસ ઇન્ડિયા યૂનિવર્સનો એવોર્ડ જીત્યો હતો. જેના બાદ કતરાસ નિવાસી નીરજ સાથે તેમના લગ્ન થયા હતા. નીરજના જેલ ગયા બાદ તેની માતા અને ભાઇ દ્વારા પરી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે એક પ્રોડક્શન કંપની માટે પોર્ન વીડિયો શૂટ કરી ચૂકી છે અને હવે તે ભોળા લોકોને ફસાવે છે. નીરજના પરિવારનું કહેવુ છે કે પરી આ લગ્ન પહેલા પણ 2 છોકરાઓની જીંદગી બરબાદ કરી ચૂકી છે.
નીરજના ભાઇનું કહેવુ છે કે પરીની એક 12 વર્ષની દિકરી પણ છે તે પહેલા પણ 2 યુવકો સાથે લગ્ન કરીને તેમના પર કેસ કરી ચૂકી છે. તે ફક્ત મહિલા હોવાનો ફાયદો ઉઠાવી રહી છે.
બીજી તરફ પરીએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને બધાની સામે પોતાનો પક્ષ રાખ્યો. તેણે જણાવ્યુ કે નીરજના પરિવાર તરફથી કરવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. પરંતુ મારો વીડિયો વાયરલ થયો હોવાની વાત સાચી છે. પરંતુ આ ઘટનાને કોઇ મહિલા સમૂહે અંજામ આપ્યો હતો. આ મામલાની ફરિયાદ પણ મુંબઇ પોલીસમાં હુ નોંધાવી ચૂકી છુંં.
આ પણ વાંચો :