AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mimi First Look : Kriti Sanon એ શેર કર્યો ‘મિમી’થી પોતાનો પહેલો લુક, બનશે સરોગેટ મધર

ક્રિતી સેનન (kriti Sanon) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેમના પ્રશંસકોને તેમના પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપતી રહે છે. આજે તેમણે તેમની આગામી ફિલ્મ મિમી (Mimi) નો પહેલો લુક શેર કર્યો છે.

Mimi First Look : Kriti Sanon એ શેર કર્યો 'મિમી'થી પોતાનો પહેલો લુક, બનશે સરોગેટ મધર
Kriti Sanon
| Updated on: Jul 08, 2021 | 9:19 PM
Share

કોરોના રોગચાળાની સૌથી વધુ અસર મનોરંજન ઉદ્યોગને થઈ છે. સિનેમા હોલ બંધ થવાને કારણે ઓટીટી પ્લેટફોર્મ(OTT Platform) પર ફિલ્મો રિલીઝ થઈ રહી છે. હવે ક્રિતી સેનન (Kriti Sanon) ની ફિલ્મ મિમી પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની અટકળો ચાલી રહી છે. આજે ક્રિતીએ ફિલ્મનો પહેલો લુક શેર કર્યો છે.

ક્રિતીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેમણે વીડિયો શેર કરતી વખતે, લખ્યું- આ જુલાઈ સાધારણથી અસાધારણની અપેક્ષા કરો. ક્રિતીની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સ અને તેમના ચાહકો કમેન્ટ કરી રહ્યા છે.

અહીં જુઓ ક્રિતી સેનનનો મિમીનો લુક

View this post on Instagram

A post shared by Kriti (@kritisanon)

શ્રદ્ધા નાયકે કમેન્ટ કરી – આ માટે ખૂબ જ ઉત્સાહિત છું. બીજી બાજુ, ક્રિતીની બહેન નૂપૂરે લખ્યું – આ બેસ્ટ થવાનું છે. તે જ સમયે, ક્રિતીના ચાહકો લખી રહ્યાં છે, મિમી માટે રાહ જોવાતી નથી. ક્રિતીની આ પોસ્ટને 2.5 લાખથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે.

આ છે વાર્તા

ક્રિતી સેનનની ફિલ્મ મિમી વિશે વાત કરવામાં આવે તો તે એક સરોગેટ માતાની ભૂમિકામાં જોવા મળશે. ક્રિતી એક છોકરીની ભૂમિકામાં જોવા મળશે જે નાના ગામની છે અને તેના અભિનેત્રી બનવાના સપના છે. આ દરમિયાન તે એક દંપતીને મળે છે અને સરોગેટ માતા બનવાનું નક્કી કરે છે. આ નિર્ણય પછી, તેના જીવનમાં શું પરિવર્તન આવશે, આ માટે ફિલ્મની રાહ જોવી પડશે.

મિમીમાં ક્રિતી સાથે પંકજ ત્રિપાઠી મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. ક્રિતી અને પંકજે લુકા છુપી (Luka Chuppi) અને બરેલી કી બરફી (Bareilly Ki Barfi) માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન લુકા છુપીનાં ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ક્રિતી સેનન ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે બચ્ચન પાંડે ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત તે વરુણ ધવન સાથે ભેડિયા, ટાઇગર શ્રોફ સાથે ગણપત અને પ્રભાસ સાથે આદિપુરુષમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે સીતાની ભૂમિકામાં જોવા મળશે. ક્રિતીને સીતાના અવતારમાં જોવા ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">