AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુનીલ પાલે મનોજ બાજપેયીને કહ્યું હતું ‘બદતમીજ’, મનોજ બાજપેયીએ આપ્યો સણસણતો જવાબ

સુનીલ પાલે થોડા દિવસ પહેલા મનોજ બાજપેયીને બદતમીજ વ્યક્તિ કહ્યા હતા. આ નિવેદન પર હવે મનોજ બાજપેયીએ સણસણતો જવાબ આપ્યો છે.

સુનીલ પાલે મનોજ બાજપેયીને કહ્યું હતું 'બદતમીજ', મનોજ બાજપેયીએ આપ્યો સણસણતો જવાબ
Manoj Bajpayee's reaction to, comedian Sunil Pal's statement
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 9:46 AM
Share

કોમેડિયન સુનીલ પાલ (Sunil Pal) હાલમાં ખુબ ચર્ચામાં આવ્યા હતા. સુનીલે તાજેતરમાં મનોજ બાજપેયીને (Manoj Bajpayee) લઈને એવી કોમેન્ટ કરી હતી કે વિવાદ સર્જાઈ ગયો હતો. સુનીલે મનોજને તાજેતરમાં ‘બદતમીજ’ (ઉદ્ધત) અને હલકો માણસ (ગીરા હુઆ ઇન્સાન) ગણાવ્યો હતો. એટલું જ નહીં સુનીલે મનોજની લોકપ્રિય શ્રેણી ધ ફેમિલી મેનને (The Family Man) પોર્ન પણ કહી દીધી હતી. હવે સુનીલની આ ટિપ્પણી પર મનોજે પોતાની પ્રતિક્રિયા આપી છે. મનોજ બાજપેયીએ પહેલા તો સુનીલની આ પ્રતિક્રિયા પર થોડા હસ્યા અને પછી પોતાના જ અંદાજમાં કહ્યું કે તે સમજી શકે છે કે લોકો પાસે કામ નથી અને આવી સ્થિતિમાં શું થાય.

મનોજે ખાનગી સમાચારને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘હું સમજી શકું છું કે લોકો પાસે કામ નથી. હું આ ખૂબ સારી રીતે સમજી શકું છું. મેં પણ આવી પરિસ્થિતિ જોઈ છે. પરંતુ આવી સ્થિતિમાં લોકોએ ધ્યાન કરવું જોઈએ.’ મનોજ બાજપેયીના આ કટાક્ષ ભર્યા જવાબથી તેમના ફેન્સ ઘણા ખુસ જોવા મળી રહ્યા છે.

શું કહ્યું હતું સુનીલે

2005 ના કોમેડી રિયાલિટી શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ જીતનાર સુનીલે તાજેતરમાં જ કહ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મ પર સેન્સરશીપના અભાવને કારણે આવી સામગ્રી બનાવવામાં આવે છે જે પરિવાર માટે યોગ્ય નથી. આ પછી તેણે મનોજ અને તેમની સિરીઝ ધ ફેમિલી મેન પર ટિપ્પણી કરી.

સુનીલે કહ્યું હતું કે ‘ભલે અભિનેતા મનોજ બાજપેયી ગમે તેટલો મોટો હશે, પરંતુ તે પોર્ન જેવું કન્ટેન્ટ બનાવે છે. તેને ભલે મોટા પુરસ્કારો મળ્યા, પરંતુ મેં તેના કરતા વધુ ઉદ્ધત અને પડેલો માણસ જોયો નથી.

ફેમિલી મેન 2 ની ટીકા

સુનીલે ધ ફેમિલીની બીજી સીઝનની ટીકા કરી હતી જેમાં પ્રિયામણીના પાત્ર સુચીનું તેના સહકર્મચારી સાથે અફેર અને તેની પુત્રીના સંબંધોને બતાવવામાં આવ્યા છે. સુનીલને આ બધુ ગમ્યું નહીં. સુનિલે કહ્યું હતું કે ‘આ બધી વસ્તુઓ જે છે નહીં તે બંધ કરી દેવી જોઈએ. આ પણ એક પોર્ન છે. પોર્ન માત્ર બતાવવા માટે નથી, તે વિચારોને લઈને પણ છે.

તમને જણાવી દઈએ કે સુનીલે પોતે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં ‘ફિર હેરા ફેરી’, ‘અપના સપના મની મની’ અને ‘બોમ્બે ટુ ગોવા’ નો સમાવેશ થાય છે. સુનીલ થોડા સમય માટે લાઇમલાઇટથી દૂર હતો, પરંતુ હવે આ નિવેદન જોયા બાદ તે ઘણી ચર્ચામાં છે.

તમને જણાવી દઈએ કે સુનીલ પાલ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. પરંતુ ઘણા સમયથી તેઓ કોઈ મોટા સ્ટેજ પર જોવા નથી મળ્યો. આ બાબતને લઈને જ મનોજે સણસણતો જવાબ આપ્યો છે.

આ પણ વાંચો: Birthday special: જીવન ચલાવવા લગ્નોમાં ગીતો ગાતા હતા સોનૂ નિગમ, જાણો કઈ રીતે ચમક્યા બોલીવૂડમાં

આ પણ વાંચો: Birthday Special: એક માણસની અનેક પ્રતિભા, અભિનય સિવાય આ બાબતોમાં પણ ટેલેન્ટેડ છે Sonu Sood

g clip-path="url(#clip0_868_265)">