Ahmedabad : લેજન્ડ સુભાષ ઘાઈએ પત્ની સાથે અમદાવાદની લીધી મુલાકાત, પત્નીના નામે બનાવેલા સિનેમા ગૃહનું કર્યુ ઉદ્દઘાટન

|

Nov 25, 2021 | 11:05 PM

આ સિનેમા ગૃહના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) તેમજ રાજયશ સ્કીમના સભ્યો પણ હાજર રહ્યા હતા. 583 બેઠક સાથે 3D અને 2k પ્રોજેક્શન પર બનાવાયેલુ આ સિનેમા ગૃહ સુભાષ ઘાઈની અમદાવાદમાં બીજી પ્રોપર્ટી છે.

Ahmedabad : લેજન્ડ સુભાષ ઘાઈએ પત્ની સાથે અમદાવાદની લીધી મુલાકાત, પત્નીના નામે બનાવેલા સિનેમા ગૃહનું કર્યુ ઉદ્દઘાટન
Cinema House Inauguration

Follow us on

Ahmedabad: લેજન્ડ સુભાષ ઘાઈએ (Subhash Ghai) પત્ની મુકતા સાથે આજે અમદાવાદની મુલાકાત લીધી હતી. તમને જણાવી દઈએ કે, વિશાલા પાસે પત્નીના નામે બનાવેલા સિનેમા ગૃહનું (Cinema House) ઉદ્ઘાટન કરવાના ખાસ પ્રસંગે તેઓ આજે અમદાવાદ પહોંચ્યા હતા. 4 સ્ક્રીનના આ સિનેમા ગૃહને મુકતા a 2 સિનેમા નામ આપવામાં આવ્યુ છે.

 

ઉદ્ઘાટનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રહ્યા હાજર

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ સિનેમા ગૃહના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) તેમજ રાજયશ સ્કીમના સભ્યો પણ હાજર રહ્યા હતા. 583 બેઠક સાથે 3D અને 2k પ્રોજેક્શન પર બનાવાયેલુ આ સિનેમા ગૃહ સુભાષ ઘાઈની અમદાવાદમાં બીજી પ્રોપર્ટી છે.

કાર્યક્રમમાં હાજર પૂર્વ મુખ્યમંત્રીએ ગુજરાતી સિનેમાની આગળ વધારવા સૂચન કર્યું અને સાથે તેઓએ સુભાષ ઘાઈનો આભાર માન્યો હતો.ઉપરાંત તેમણે કહ્યુ કે, દરેક ક્ષેત્રે ગુજરાતી આગળ છે પણ બોલીવુડમાં ગુજરાતી ઓછા છે તેથી બોલીવુડમાં ગુજરાતી કલાકાર વધે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

પૂર્વ મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ ગુજરાતમાં સુભાષ ઘાઈને આમંત્રણ આપ્યુ

સાથે જ પૂર્વ મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ ગુજરાતમાં (Vibrant Summit) સુભાષ ઘાઈને આમંત્રણ આપ્યુ છે. સાથે તેમણે ગુજરાતી સિનેમા આગળ આવે અને બોલિવુડમાં ગુજરાતીઓનો દબદબો વધે તેવા પ્રયાસો પર ભાર મુકવા સુભાષ ઘાઈને જણાવ્યુ હતુ.

કોરોના મહામારીમાંથી સિનેમા જગત બહાર આવ્યુ

લેજન્ડ સુભાષ ધાઈએ કહ્યુ કે, ધીમે ધીમે હવે સિનેમા જગત કોરોના મહામારીમાંથી બહાર આવી રહ્યુ છે. તેમણે કોરોના સમય વાગોળતા કહ્યુ કે,મેં કોરોના કાળ દરમિયાન 3 પુસ્તક લખ્યા અને ફિલ્મ સ્ટોરી લખી છે. સાથે અન્ય ક્ષેત્રની જેમ ફિલ્મ જગતમાં પણ આગળ વધવા માટે કોઈ ઇન્સ્ટિટ્યૂટ અને સંસ્થા જરૂરી હોવાનુ  જણાવ્યું હતુ.

એટલું જ નહીં અમેરિકા એન્ટરટેઇન્મેન્ટમાં સૌથી આગળ હોવાનું જણાવી તેમણે ગુજરાતીઓને આ ક્ષેત્રમાં હરણફાળ ભરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તમને જણાવી દઈએ કે, મુકતા a 2 સિનેમાના હાલ 31 સ્થળે 55 કરતા વધુ સ્ક્રીન કાર્યરત છે.

 

આ પણ વાંચો: Vibrant Gujarat Summit 2022 : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રોકાણકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ : ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો: Ahmedabad :હૃદયની ગંભીર બિમારી ધરાવતા દર્દીઓ માટે રાહતના સમાચાર, સામાન્ય કાપો મુકીને કરી શકાશે હાર્ટની ગંભીર સર્જરી

Published On - 6:32 pm, Thu, 25 November 21

Next Article