Ahmedabad :હૃદયની ગંભીર બિમારી ધરાવતા દર્દીઓ માટે રાહતના સમાચાર, સામાન્ય કાપો મુકીને કરી શકાશે હાર્ટની ગંભીર સર્જરી

અપોલો કાર્ડિયોલોજિસ્ટ સર્વિસીસના ડાયરેક્ટર ડૉ. સમીર દાણીએ જોખમકારક પરિબળો સમજાવતાં કહ્યું હતું કે, “ડાયાબીટિસ, બેક્ટનું જીવનશૈલી, તણાવ, ધુમ્રપાન અને મેદસ્વીપણું – કેટલાક અવીરૂપ પરિબળો છે. જેનાથી ભારણ વધી રહ્યું છે.

Ahmedabad :હૃદયની ગંભીર બિમારી ધરાવતા દર્દીઓ માટે રાહતના સમાચાર, સામાન્ય કાપો મુકીને કરી શકાશે હાર્ટની ગંભીર સર્જરી
સામાન્ય કાપો મુકીને હાર્ટ સર્જરી

25 નવેમ્બર, 2021: ભારત સહિત સમગ્ર દુનિયામાં મૃત્યુ માટે જવાબદાર ટોચના કારણોમાં એક કારણ કાર્ડિયોવાસ્ક્યુલર રોગો (VD) હોવાથી એકલી દવાથી સારવાર ન થઈ શકે એવા દર્દીઓની ઘણી વાર ઓપન-હાર્ટ સર્જરી કરવામાં આવે છે. જોકે ઓપન હાર્ટ સર્જરી કરવાના વિચારથી હિમ્મત ધરાવતા દર્દીઓ પણ કરી જાય છે અને ચિંતિત થાય છે. જે માટે હોસ્પિટલમાં લાંબો સમય રહીને સારવાર મેળવવી, ધીમે ધીમે તબિયતમાં સુધારો થવી, સ્કાર અને ઇન્ફેક્શનનું વધારે જોખમ જેવા વિવિધ પરિબળો જવાબદાર છે.

જોકે ટેકનોલોજીમાં પ્રગતિ થવાથી ડૉક્ટરોને દર્દીના હૃદય સુધી પહોંચવાની સરળ રીત મળી છે. મિનિમલી ઇન્વેસિવ કાર્ડિયોથોરેસિક સર્જરી (MIS) છે. જેથી ઓપન-હાર્ટ સર્જરીના મોટાભાગના ગેરકાયદા ઘટાડવામાં નોંધપાત્ર મદદ મળી છે. પ્રમાણમાં નવી સર્જિકલ પ્રક્રિયા MICડ કૉહોલ કાર્ડિયાક સર્જરી તરીકે પણ જાણીતી છે. જેને પ્રચલન અપોલો હોસ્પિટલ્સ સહિત સમગ્ર ભારતમાં ગણ્યાગાંઠ્યાં કેન્દ્રોમાં તબક્કાવાર રીતે વધી રહ્યું છે, જે સંપૂર્ણ પ્રોફાઇલ પૂરી પાડે છે.

Ahmedabad: Serious heart surgery can be done by making simple incisions

અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદમાં સીનયિર કન્સલ્ટન્ટ કાર્ડિયોથોરેસિક અને વાસ્ક્યુલર સર્જન ડૉ. સુધીર અદાલ્તીએ કહ્યું હતું કે, “કોરોનરી આર્ટરી બાયપાસ (સિંગલ કે મલ્ટિપલ)ની જરૂરિયાત ધરાવતા દર્દીઓ વાલ્વ રિપ્લેસમેન્ટ કે રિપેર (સિગલ કે ડબલ વાલ્વ), હૃદયમાં કાણું બંધ કરવા અને ગાંઠી દૂર કરવા માટે ઓપન-હાર્ટ સર્જરીને બદલે Miડની પસંદગી કરી શકે છે..

તેમણે ઉમેર્યુ હતું કે, ઓપનહાર્ટ સર્જરીની સરખામણીમાં Ms અનેક ફાયદા ધરાવે છે. ડૉ અંદાનીએ ઉમેર્યું હતું કે,”સૌથી મોટો ફાયદો એ છે કે, બૌપન-હાર્ટ સર્જરીમાં લગભગ 10 ઇંચના છેદ પાડવો પડે છે, જેના બદલે Mલ્ડમાં કોઈ પણ હાડકામાં કામ પાડ્યા વગર રથી ૩ ઈંચના છંદ દ્વારા થઈ શકશે. એનાથી ધા અને સર્જરી પછી ફેંફસાના ઇન્ડકશનની શક્યતાઓ ઘરી જાય છે. ઓછામાં ઓછો સ્માર રહે છે અને હોસ્પિટલમાં સ્ટે ફક્ત ગણી ચાર દિવસનો થઈ જાય છે.”

એ જ રીતે Misની પ્રક્રિયામાંથી પસાર થતાં આશરે 50થી 60 ટકા દર્દીઓને લોહી ચઢાવવાની જરૂર પડતી નથી, જેથી ઇન્ફેક્શનનું જોખમ ઘટી જાય છે. પ્રાલ્ડ ડાયાબિટીસ અને વયોવૃદ્ધ દર્દીઓની હાર્ટ સર્જરી માટે અતિ લાભદાયક છે. કારણ કે તેમને ઇન્ફેક્શન થવાનું સૌથી વધુ જોખમ હોય છે. જોકે કોરોનરી આર્ટરી બાયપાસની જરૂરિયાત ધરાવતા તમામ દર્દીઓ MISમાંથી પસાર ન થઈ શકે અને કેટલાંક માપદંડોને આધારે કેસર-કેસ આધારે ડૉક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવે છે.

અપોલો કાર્ડિયોલોજિસ્ટ સર્વિસીસના ડાયરેક્ટર ડૉ. સમીર દાણીએ જોખમકારક પરિબળો સમજાવતાં કહ્યું હતું કે, “ડાયાબીટિસ, બેક્ટનું જીવનશૈલી, તણાવ, ધુમ્રપાન અને મેદસ્વીપણું – કેટલાક અવીરૂપ પરિબળો છે. જેનાથી ભારણ વધી રહ્યું છે. ગુજરાતીઓમાં પણ હ્રદયરોગનું જોખમ વધારે છે જે માટે તેમની ભોજનની આદતો. તળેલા અને સ્ટ્રીટ ફૂડ માટે તેમનો પ્રેમ જવાબદાર છે. હૃદયરોગથી બચવા માટે લોકોએ સ્વસ્થ જીવનશૈલી ળવવી જોઈએ, ફાસ્ટ ફૂડનું સેવન ટાળવું જોઈએ, ધુમ્રપાન છોડી દેવું જોઈએ. દરરોજ અડધો કલાક કસરત કરવી જોઈએ. ડાયાબીટિસ અને કોલેસ્ટેરોલને નિયંત્રણમાં રાખવા કોઈએ તથા ડૉક્ટરની સલાહ માનવી જોઈએ. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, 40 વર્ષથી વધારે વય ધરાવતી વ્યક્તિઓએ દર વર્ષે હેલ્થ ચેક-અપ કરાવવું જોઈએ.

Click on your DTH Provider to Add TV9 Gujarati