Sand art of Lata Mangeshkar: રેત કલાકાર સુદર્શન પટનાયકે પોતાની આગવી શૈલીમાં લતા દીદીને આપી શ્રદ્ધાંજલી, લખ્યું- એક સુવર્ણ યુગનો અંત

|

Feb 07, 2022 | 4:02 PM

સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરે રવિવારે સવારે 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમના અવસાન બાદ દેશભરમાં શોકનો માહોલ છે. સોશિયલ મીડિયા પર લોકો લતા દીદીને પોતાની આગવી શૈલીમાં શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. ત્યારે એક રેત કલાકારે પણ પોતાની કલાને લઈને અલગ જ અંદાજમાં શ્રદ્ધાંજલી અર્પણ કરી.

Sand art of Lata Mangeshkar: રેત કલાકાર સુદર્શન પટનાયકે પોતાની આગવી શૈલીમાં લતા દીદીને આપી શ્રદ્ધાંજલી, લખ્યું- એક સુવર્ણ યુગનો અંત
PC- twitter

Follow us on

સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) હવે આપણી વચ્ચે રહ્યા નથી. રવિવારે સવારે 92 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. સોશિયલ મીડિયા પર લોકો લતા દીદીને પોતાની આગવી શૈલીમાં શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.

લતા મંગેશકરની રેતીની પ્રતિમા

રેતી કલાકાર સુદર્શન પટ્ટનાયકે (Sudarsan Pattnaik) રેતી પર ભારત રત્ન એવોર્ડ વિજેતા ‘સ્વર કોકિલા’ લતા મંગેશકરની આર્ટવર્ક કોતરીને લતા મંગેશકરને અનોખી શ્રદ્ધાંજલી (Tribute to Lata Mangeshkar) આપી હતી. સુદર્શને કહ્યું, ‘લતા દીદીનું નિધન એ એક સુવર્ણ યુગનો અંત છે, પરંતુ તેમનો અવાજ હંમેશા અમર રહેશે.’ સુદર્શન હંમેશા તેમના જન્મદિવસ પર લતા મંગેશકરની રેતીની પ્રતિમા બનાવે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

સ્વર્ગસ્થ લતા મંગેશકર ગયા મહિને કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જે બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. લોકો સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા, પરંતુ લતા દીદીને બચાવી શકાયા નહીં. ઓડિશા સ્થિત રેતી કલાકાર સુદર્શન પટનાયક જેમણે લતા મંગેશકરના જીવનની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે તેમને તેમના નિધનની જાણ થઈ ત્યારે પુરીના બીચ પર રેતીમાંથી તેમની પ્રતિમા કોતરીને તેમને અનોખી રીતે શ્રદ્ધાંજલી આપી હતી. સુદર્શન પટનાયકે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ‘મારો અવાજ મારી ઓળખ છે’ એવા સંદેશ સાથે વીડિયો શેર કર્યો છે.

 

જૂના વીડિયો ટ્વિટર પર થઈ રહ્યા છે વાયરલ

લતા મંગેશકરના ઘણા જૂના વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી એકમાં તે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહે છે, ‘ભગવાન, કરોડો લોકોને બનાવે છે. તેમાંથી ભગવાન કેટલાક લોકોને આશીર્વાદ સાથે મોકલે છે કે તમારા જેવું કોઈ નહીં હોય. કદાચ હું પણ તેમાંથી એક છું.’ આ વીડિયો પર ટ્વિટર યુઝર્સ કહે છે કે ભગવાને ખરેખર તમને આશીર્વાદ આપ્યા અને મોકલ્યા. તમે તમારા અવાજ દ્વારા હંમેશ માટે જીવશો. ખબર નહીં, લતા દીદીના અવાજમાં એવો શું જાદુ હતો કે જે લોકો સાંભળતા તે તેમને સાંભળતા જ રહી જતા.

મુંબઈના શિવાજી પાર્કમાં લતા મંગેશકરના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમના સ્નેહીજનો અને પરિવારના સભ્યો ઉપરાંત ફિલ્મ જગતથી લઈને અનેક રાજકીય અને રમતગમત જગતની હસ્તીઓએ પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.

આ પણ વાંચો: Lata Mangeshkar: રાજકીય સમ્માન સાથે થઈ લતા દીદીની અંતિમ વિદાય, બે દિવસનો રાષ્ટ્રીય શોક, મહારાષ્ટ્રમાં એક દિવસની રજા જાહેર

આ પણ વાંચો: લતા મંગેશકરે તેમના પિતાની યાદમાં બનાવી હતી હોસ્પિટલ, સ્વર કોકિલાએ બિલ્ડિંગ બનાવવા માટે એકત્ર કર્યા હતા પૈસા

Next Article