ઘનશ્યામ નાયક પંચમહાભૂતમાં વિલીન: તારક મહેતાની ટીમે ભીની આંખે નટુકાકાને આપી અંતિમ વિદાય
તારક મહેતાની સમગ્ર ટીમે ઘનશ્યામ નાયકને શ્રદ્ધાંજલિ આપી. સોમવારે સવારે 11 વાગ્યે કાંદિવલી પશ્ચિમ ખાતે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો
તારક મહેતામાં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા ઘનશ્યામ નાયકનું ત્રીજી ઓક્ટોબરના રોજ 77 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. નટુકાકાના આજે સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઘનશ્યામ નાયક પંચમહાભૂતમાં વિલીન થયા અને પરિવારે રડતી આંખે અંતિમ વિદાય આપી હતી. ભવ્ય ગાંધી (જૂનો ટપુ), સમય શાહ (ગોગી) તથા સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી નટુકાકાના ઘરે ગયા હતા. અંતિમ સંસ્કાર કાંદિવલીના દહાનુકર વાડીમાં કરવામાં આવ્યા હતા. અહીંયા જેઠાલાલ (દિલીપ જોષી), અસિત મોદી, બાઘા (તન્મય વેકરિયા), બબિતા (મુનમુન દત્તા), ચંપકચાચા (અમિત ભટ્ટ) જોવા મળ્યા હતા.
તારક મહેતાની સમગ્ર ટીમે ઘનશ્યામ નાયકને શ્રદ્ધાંજલિ આપી. સોમવારે સવારે 11 વાગ્યે કાંદિવલી પશ્ચિમ ખાતે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તારક મહેતાની આખી ટીમ તમના અંતિમ દર્શન માટે પહોંચી હતી. જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીએ ભીની આંખોથી નટ્ટુ કાકાને છેલ્લી વિદાય આપી.
સૌ અભિનેતા સહીત ફેન્સે સોશિયલ મીડિયા થકી શ્રદ્ધાંજલિ આપી હતી. જ સમયે, દિલીપ જોશી અંતિમ સંસ્કાર દરમિયાન ભાવુક દેખાયા. નટ્ટુ કાકા અને જેઠાલાલની 13 વર્ષની યાત્રા હવે પૂરી થઈ. જોકે નટુકાકા હંમેશા ચાહકોના દિલમાં જીવંત રહેશે.
આ પણ વાંચો: Rajkot: વીસી – તલાટીની હડતાળને કારણે ખેડૂતોને હાલાકી, ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશનની કામગીરી ખોરંભાઈ
આ પણ વાંચો: Aryan Khan Drug Case: જાણો ડ્રગ્સ મામલે શું છે કાયદામાં જોગવાઈ, આર્યન ખાનને કેટલી થઈ શકે છે સજા ?