Box Office Releases 2022 : RRR થી લઈને ‘આદિપુરુષ’ સુધીની આ ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થશે, જાણો સંપૂર્ણ લીસ્ટ

|

Jan 01, 2022 | 1:35 PM

નવા વર્ષમાં RRR, રાધેશ્યામ, ટાઈગર 3 સહિતની બોલિવૂડની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર રિલીઝ થવા જઈ રહી છે. ચાલો જાણીએ કઈ ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

Box Office Releases 2022 : RRR થી લઈને આદિપુરુષ સુધીની આ ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થશે, જાણો સંપૂર્ણ લીસ્ટ
Box Office Releases 2022

Follow us on

Box Office Releases 2022 : આજથી નવું વર્ષ (New Year 2022) શરૂ થઈ રહ્યું છે. વર્ષ 2022માં ઘણી મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. ઘણી મોટી ફિલ્મો જાન્યુઆરી (January) મહિનામાં રિલીઝ થવાની તૈયારીમાં છે અને તેની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. ‘RRR’, ‘રાધેશ્યામ’, ‘પૃથ્વીરાજ’, ‘અટેક’, ‘ટાઈગર 3’ સહિતની ઘણી ફિલ્મો (Movies) આ વર્ષે રિલીઝ થવા માટે તૈયાર છે. આવો જાણીએ આ ફિલ્મો વિશે.

1. RRR– નવા વર્ષની શરૂઆત S.S. રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘RRR’થી થશે. આ ફિલ્મ 7 જાન્યુઆરી 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અભિનેતા રામચરણ, જુનિયર એનટીઆર, અજય દેવગન અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.

2. અનટાઈટલ્ડ ફિલ્મ – વિદ્યા બાલન, પ્રતિક ગાંધી, સેંથિલ રામામૂર્તિ અને ઇલિયાના ડી’ક્રૂઝ અભિનીત અનટાઇટલ્ડ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ અને એલિપ્સિસ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

3. લાલ સિંહ ચઢ્ઢા– આ ફિલ્મમાં આમિર ખાન અને કરીના કપૂર ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થઈ રહી છે. મેકર્સ આ ફિલ્મથી સારો બિઝનેસ કરવાની આશા રાખી રહ્યા છે.

4. આદિપુરુષ – પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ ટી-સિરીઝ (ભૂષણ કુમાર), રેટ્રોફાલ્સ (ઓમ રાઉત, રાજેશ નાયર, પ્રસાદ સુતાર) દ્વારા કરવામાં આવ્યું છે.

5. ટાઈગર 3 – સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ટાઈગર 3 રિલીઝ થવાની છે. આ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં 2022માં રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં છે.

6. જલસા – વિદ્યા બાલન અને શેફાલી શાહ અભિનીત ફિલ્મ. ટી-સિરીઝ (ભૂષણ કુમાર) અને અબુદંતિયા એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત છે.

7. જન હિતમાં જારી – આ ફિલ્મમાં નુસરત ભરૂચા મુખ્ય ભૂમિકામાં છે. ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ (વિનોદ ભાનુશાલી અને કમલેશ ભાનુશાલી) અને થિંક ઈંક પિક્ચર્સ દ્વારા શ્રી રાઘવ એન્ટરટેઈનમેન્ટ એલએલપીના સહયોગથી નિર્મિત છે.

8. સબ મોહ માયા હૈ – શરમન જોશી અને અન્નુ કપૂર અભિનીત. ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ (વિનોદ ભાનુશાલી અને કમલેશ ભાનુશાલી), વેદ ફિલ્મ ફેક્ટરી (સંપત રાઠોડ અને દીપક દીવાન) અને ઈન્સોમ્નિયા ફિલ્મ્સ (વિશાલ ગુરનાની અને જુહી પારેખ મહેતા) દ્વારા નિર્મિત છે.

9. ડબલ એક્સએલ – સોનાક્ષી સિન્હા, ઝહીર ઈકબાલ, હુમા કુરેશી અને મહત રાઘવેન્દ્ર મુખ્ય ભૂમિકામાં છે. ટી-સિરીઝ (ભૂષણ કુમાર), વાકાઓ ફિલ્મ્સ (અશ્વિન વર્દે, રાજેશ બહેલ અને વિપુલ ડી શાહ), એલેમેન 3 (મુદસ્સર અઝીઝ) અને સાકિબ સલીમ દ્વારા નિર્મિત.

10. Sharma Ji Ki Beti – સાક્ષી તંવર, દિવ્યા દત્તા અને સૈયામી ખેર મુખ્ય ભૂમિકામાં છે. એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ અને એલિપ્સિસ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત અને તાહિરા કશ્યપ દ્વારા નિર્દેશિત.

11. ધ રેપિસ્ટ – અર્જુન રામપાલ, કોંકણા સેન શર્મા અને તન્મય ધનાનિયા અભિનીત. અપર્ણા સેન દ્વારા નિર્દેશિત અને એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત.

12. Jab Khuli Kitaab – પંકજ કપૂર, ડિમ્પલ કાપડિયા, અપારશક્તિ ખુરાના, નૌહીદ સિરુસી, સમીર સોની મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન સૌરભ શુક્લાએ કર્યું છે. શૂ સ્ટ્રેપ ફિલ્મ્સ સાથે મળીને એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસ્તુત.

 

આ પણ વાંચો : Sports Schedule 2022: ફિફા વિશ્વકપ થી લઇને એશિયન ગેમ્સ સુધી, ફેન્સ માટે એક્શન થી ભરપૂર રહેશે નવુ વર્ષ

Next Article