Kushi Film Review: રોમાન્સ, એક્શન અને ડ્રામાથી ભરપૂર છે વિજય દેવરાકોંડા અને સામંથાની ફિલ્મ, વાંચો કુશી ફિલ્મનો રીવ્યૂ

કુશી નામની ફિલ્મ, શિવા નિર્વાણ દ્વારા કુશળતાપૂર્વક નિર્દેશિત કરવામાં આવી છે અને તે 1 સપ્ટેમ્બર, 2023 ના રોજ રિલીઝ થઈ છે. કુશી ફિલ્મમાં વિપ્લવ (વિજય દેવેરાકોંડા) BSNL નો કર્મચારી છે, જે કાશ્મીરમાં પોસ્ટિંગ ઈચ્છે છે. તેણે મણિરત્નમની કાલ્પનિક દુનિયામાં જીવવું છે. તેને બરફથી ઢંકાયેલા પહાડો, સુંદર જગ્યાઓ, એઆર રહેમાનનું સંગીત, રોમાન્સ જોઈએ છે...વાંચો અહીં ફિલ્મનો આગળનો રિવ્યૂ અને જાણો તમે ફેમિલી સાથે જોઈ શકો છો કે નહી આ ફિલ્મ

Kushi Film Review: રોમાન્સ, એક્શન અને ડ્રામાથી ભરપૂર છે વિજય દેવરાકોંડા અને સામંથાની ફિલ્મ, વાંચો કુશી ફિલ્મનો રીવ્યૂ
Kushi Film Review
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 12:32 PM

Kushi Film Review: વિજય દેવરાકોંડા અને સામંથાની લેટેસ્ટ ફિલ્મ Kushiએ લોકોના દિલ જીતી લીધા છે. આ એક મનમોહક રોમેન્ટિક ડ્રામા, તેલુગુ સિનેમા ક્ષેત્રની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. આ ‘કુશી’ ફિલ્મના દિગ્દર્શક શિવ નિર્વાણ આ વખતે એક એવા કપલની સ્ટોરી લાવ્યા છે કે જે એક કરુણ રોમેન્ટિક ડ્રામા તરીકે પ્રગટ થાય છે જે આંતર-જ્ઞાતિય લગ્નના પડકારોને જટીલ રીતે હાઈલાઈટ કરે છે.

Kushi ફિલ્મ સ્ટોરી

Kushi નામની ફિલ્મ, શિવા નિર્વાણ દ્વારા કુશળતાપૂર્વક નિર્દેશિત કરવામાં આવી છે અને તે 1 સપ્ટેમ્બર, 2023 ના રોજ રિલીઝ થઈ છે. કુશી ફિલ્મમાં વિપ્લવ (વિજય દેવેરાકોંડા) જે કાશ્મીરમાં પોસ્ટિંગ ઈચ્છે છે. તેણે મણિરત્નમની કાલ્પનિક દુનિયામાં જીવવું છે. તેને બરફથી ઢંકાયેલા પહાડો, સુંદર જગ્યાઓ, એઆર રહેમાનનું સંગીત, રોમાન્સ જોઈએ છે અને તે ત્યાં પહોચી પણ જાય છે પણ અહીં વાસ્તવીકતા કઈક અલગ જ હોય છે જે બાદ તે સત્યનો સામનો કરે છે. એક દિવસ રસ્તામાં તે આરાધ્યા (સામંથા રૂથ પ્રભુ) ને મળે છે. વિપ્લવ તેને જોઈને પ્રેમમાં પડી જાય છે. આ એવી વસ્તુ છે જે આપણે પહેલા હજારો વખત જોઈ છે. વિપ્લવને એ વાતની કોઈ પરવા નથી કે તે છોકરી કોણ છે અને તે ક્યાંની છે, તેને બસ આશા છે કે તેનો પ્રેમ અને પીછો તેને એક દિવસ મનાવી લેશે અને આવું થાય પણ છે. પરંતુ અહીંથી જ વાર્તા બદલાય છે.

વિપ્લવના પિતા લેનિન સત્યમ (સચિન ખેડેકર) ખૂબ નાસ્તિક છે. જ્યારે આરાધ્યા રૂઢિચુસ્ત ચદારંગમ શ્રીનિવાસ રાવ (મુરલી શર્મા)ની પુત્રી છે, જે લેનિનના કટ્ટર દુશ્મન છે. હવે આ બન્ને એકબીજા પ્રેમમાં પડ્યા પછી માને છે કે તેમનો પ્રેમ કંઈપણ, તેમના અલગ-અલગ ઉછેર, એકબીજાના પ્રતિકૂળ પરિવારો અને હાર્ટબ્રેકને પણ દૂર કરી શકે છે. પરંતુ શું એકલો પ્રેમ સંબંધ ચલાવવા માટે પૂરતો છે?

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

(video credit: Saregama Music)

‘કુશી’ ફિલ્મમાં રોમેન્ટિક ડ્રામા, સોંગ પણ સારા

‘કુશી’ તેના મોટાભાગના ભાગોમાં ફીલ ગુડ પ્રકારની ફિલ્મ છે. હેશામ અબ્દુલ વહાબનું સંગીત પણ તેની આ લાગણીને જાળવી રાખે છે. પરંતુ તે બધા સિવાય, આ ક્યાંયથી ઓફબીટ લવ સ્ટોરી નથી. જોકે, વિજય દેવરકોંડા અને સામંથા રૂથ પ્રભુએ પોતાનું કામ સારી રીતે કર્યું છે. બંને વચ્ચેની કેમિસ્ટ્રી સહેલાઈથી સમજાય છે, તે દ્રશ્યોને પણ અસર કરે છે જ્યાં તેઓ એકબીજાને જોઈ શકતા નથી. વિજય દેવરકોંડાએ વિપ્લવના પાત્રમાં બાળક જેવી વ્યક્તિનો ઘણો આનંદ માણ્યો છે. જેમાં વિપ્લવ મજાકીયા સ્વભાવનો અને મોજીલો બતાવામાં આવ્યો છે જ્યારે સામંથા દરેક બાબતે ખુબ જ ગંભિર. આરાધ્યાના રોલમાં સામંથા એક એવી છોકરી છે જે ફક્ત ખુશ રહેવા માંગે છે. વિજય દેવરકોંડા એક્શન સીન્સની સાથે કોમેડીમાં પણ પોતાની છાપ છોડે છે.

આ ફિલ્મ ફેમિલી સાથે જોઈ શકાય તેવી ફિલ્મ છે બાળકોને કઈ ખાસ પસંદ નહી આવે તેમજ એક્શન ફિલ્મોના ચાહકોને આ ફિલ્મમાં વધુ રસ નહી પડે પણ લવ સ્ટોરી આ ફિલ્મની આત્મા છે જે ફિલ્મને વધુ ઈન્ટરેસ્ટિંગ બનાવે છે.

કુશી બજેટ

વિજય દેવરાકોંડા અને સામંથા રૂથ પ્રભુની ફિલ્મ કુશી 5 ભાષાઓમાં રિલીઝ થઈ છે. તમે કુશીને તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં જોઈ શકો છો. કુશી ફિલ્મ શિવ નિર્વાણના નિર્દેશનમાં બની હતી.આ સિનેમેટિક માસ્ટરપીસના નિર્માણ માટે લગભગ 40-50 કરોડ રૂપિયાનું નોંધપાત્ર બજેટ ફાળવવામાં આવ્યું છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">