AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ગોલી” એ તારક મહેતા શોને કહ્યું અલવિદા, સામે આવ્યો નવા ‘ગોલી’નો ચહેરો, જુઓ-video

અન્ય એક અભિનેતાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને અલવિદા કહી દીધું છે. આ સમાચાર પછી દર્શકોને જબરદસ્ત આંચકો લાગ્યો. તે જ સમયે, નિર્માતાઓએ તેના સ્થાને નવા અભિનેતાનો ચહેરો પણ જાહેર કર્યો છે.

ગોલી એ તારક મહેતા શોને કહ્યું અલવિદા, સામે આવ્યો નવા 'ગોલી'નો ચહેરો, જુઓ-video
Tarak Mehta Show New Goli Face
| Updated on: Jul 27, 2024 | 12:56 PM
Share

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી પર 16 વર્ષથી ચાલી રહી છે. આ શો વર્ષ 2008માં શરૂ થયો હતો. ત્યારથી તે સતત લોકોનું મનોરંજન કરી રહ્યું છે. અત્યાર સુધી આ શો પહેલાની સરખામણીમાં ઘણો બદલાઈ ગયો છે. ઘણા જૂના કલાકારોએ આ શો છોડી દીધો છે. હવે એવા સમાચાર છે કે અન્ય એક અભિનેતાએ શો છોડી દીધો છે. તે અભિનેતા બીજું કોઈ નહીં પણ કુશ શાહ છે, જેણે આ સિરિયલમાં ગોલીનું પાત્ર ભજવ્યું હતું. જો કે હવેથી તે આ શોનો ભાગ નહીં બને.

તારક મહેતાના ગોલી એ છોડ્યો શો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓએ એક વીડિયો જાહેર કર્યો છે અને કુશ શાહને શો છોડવાની માહિતી આપી છે. શોની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કુશ કહે છે, “જ્યારે શો શરૂ થયો, જ્યારે તમે અને હું મળ્યા, ત્યારે હું ઘણો નાનો હતો. તમે બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. અને આ પરિવાર (ગોકુલધામ)એ મને સમાન પ્રેમ આપ્યો છે. મેં અહીં ઘણી યાદો બનાવી છે. મેં અહીં ખૂબ જ આનંદ કર્યો છે.”

કુશે આગળ કહ્યું, “મેં મારું બાળપણ અહીં વિતાવ્યું છે. અને સૌથી અગત્યનું, હું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સર્જક અસિત મોદીજીનો આભાર માનું છું. આ સાથે શોના મેકર્સ અસિત મોદીએ પણ કુશનો આભાર માન્યો અને તેને આગળ વધવા માટે શુભકામનાઓ પણ પાઠવી.

નવા ગોલીનો સામે આવ્યો ચહેરો

કુશ પહેલા દિવસથી જ આ શો સાથે જોડાયેલો હતો. 16 વર્ષ બાદ આ શો સાથે તેની સફરનો અંત આવ્યો છે. આજકાલ લોકો તેને તેના અસલી નામથી ઓછા અને ગોલીના નામથી વધુ ઓળખે છે. જોકે હવે શોને અલવિદા કહી દીધુ છે. ત્યારે નવા ગોલીનો પણ ચહેરો સામે આવ્યો છે.

નવો ગોલી કોણ છે તે અંગેની માહિતીમાં હાલ માત્ર ચહેરો સામે આવ્યો છે જે વીડિયોના અંતમાં નવો ગોલી દેખાઈ રહ્યો છે. જેના પર યુઝર્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કુશ પહેલા, દિશા વાકાણી, શૈલેષ લોઢા, નેહા મહેતા, ગુરુચરણ સિંહ, જેનિફર મિસ્ત્રી, મોનિકા ભદૌરિયા સહિત અન્ય ઘણા કલાકારો શો છોડી ચૂક્યા છે. શૈલેષ અને જેનિફરે પણ શોના મેકર્સ પર ઘણા આરોપો લગાવ્યા હતા. આ દરમિયાન મેકર્સે હવે એક ખાસ વાત કરી છે. વાસ્તવમાં, કુશને ભવ્ય વિદાય આપવામાં આવી હતી અને તેના દ્વારા શો છોડવા અંગેની માહિતી તેના દ્વારા એક વીડિયો જાહેર કરીને દર્શકોને આપવામાં આવી હતી, જે પ્રથમ વખત છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">