તે રાત્રે સુશાંત અને કૃતિ સેનને સાથે પીધી હતી વાઇન, બંને ખૂબ જ ઉદાસ હતા, એક્ટ્રેસે જણાવી આ વાત

જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે 'રાબતા'ને લોકો તરફથી અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો ન હતો. તે દિવસે સુશાંત સિંહ અને કૃતિ સેનન બંને ખૂબ જ નિરાશ હતા.

તે રાત્રે સુશાંત અને કૃતિ સેનને સાથે પીધી હતી વાઇન, બંને ખૂબ જ ઉદાસ હતા, એક્ટ્રેસે જણાવી આ વાત
Sushant Singh Rajput and Kriti Sanon
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 9:03 PM

કૃતિ સેનને તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સાથે વિતાવેલા સમયને યાદ કર્યો. કૃતિ સેનને (Kriti Sanon) સુશાંત સિંહ સાથે ફિલ્મ ‘રાબતા’માં કામ કર્યું હતું. બંનેને આ ફિલ્મને લઈને ઘણી આશાઓ હતી. જે દિવસે ફિલ્મ રિલીઝ થવાની હતી તે દિવસે બંને ખૂબ જ ઉત્સાહિત હતા. આવી સ્થિતિમાં, જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ‘રાબ્તા’ને લોકો તરફથી અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો ન હતો.

તે દિવસે બંને ખૂબ જ નિરાશ હતા. ફિલ્મ કમ્પેનિયનને આપેલા ઈન્ટરવ્યુમાં કૃતિ સેનને કહ્યું – ‘જે પણ થઈ રહ્યું છે, તેને સ્વીકારવું જરૂરી છે. તમે ફિલ્મ બનાવી રહ્યા છો અને તમે કહો છો કે દર્શકોને તે સમજ નથી આવી.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

જો તેઓને સમજ ન આવી તો તે તમારી ભૂલ છે. તમે એવું ના કહી શકો. તે સમયે તમે આ ફિલ્મ બનાવી રહ્યા હતા, તેથી તમારે દર્શકો સાથે જોડાવું જોઈતું હતું. તમે ક્યાં નિષ્ફળ ગયા, તમારે વિચારવું જોઈએ.’  સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતાં અભિનેત્રી કૃતિએ કહ્યું- ‘તે રાત ખૂબ જ ફની હતી. અમે સતત શોક કરતા હતા કે ફિલ્મ ન ચાલી, અમે હતાશ હતા. અમારી ફિલ્મને ખૂબ જ ખરાબ રિવ્યુ મળ્યા.

કૃતિએ કહ્યું કે, ‘આ પછી ડીનોએ કહ્યું કે આવ યાર, મૂડ ખરાબ છે. અમે બંને ત્યાં ગયા અને પછી અમે વાઇનની બોટલ ખોલી.’ તમને જણાવી દઈએ કે, વર્ષ 2017માં દિનેશ વિજન દ્વારા નિર્દેશિત ફિલ્મ રાબતા બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઇ હતી.

14 જૂન, 2020 ના રોજ, સુશાંત સિંહ રાજપૂતે દુનિયાને અલવિદા કહ્યું. સુશાંતે તેની કારકિર્દીની શરૂઆત ટેલિવિઝનથી કરી હતી. સુશાંતને ટીવીના લોકપ્રિય શો પવિત્ર રિશ્તાથી ચાહકોમાં ખાસ ઓળખ મળી હતી. સુશાંતનું ફિલ્મી કરિયર વર્ષ 2013માં શરૂ થયું હતું.

તેણે કાઈ પો છે ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી સુશાંતના ફિલ્મી કરિયરની સફર શરૂ થઈ હતી. એક પછી એક, સુશાંતે શુદ્ધ દેશી રોમાન્સ અને પછી ડિટેક્ટીવ વ્યોમકેશ. વર્ષ 2016 માં, સુશાંતે એક સુપરહિટ ફિલ્મ આપી જે તેની કારકિર્દીની સૌથી મોટી હિટ સાબિત થઈ – એમએસ ધોની.

આ ફિલ્મમાં ધોનીના અવતારમાં સુશાંતને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. મૃત્યુ પહેલા સુશાંતે બીજી ફિલ્મ દિલ બેચારામાં કામ કર્યું હતું. સુશાંતના મૃત્યુ પછી આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી.

આ પણ વાંચો –

ઠગ સાથેના વાયરલ ફોટો પર ટ્રોલ થઇ જેક્લીન ફર્નાન્ડીઝ, યૂઝર્સ બોલ્યા – ‘સુકેશ કરતા તો તારો બોડીગાર્ડ સારો છે’

આ પણ વાંચો –

Happy birthday Sakshi Tanwar : જ્યારે સાક્ષીથી ‘કહાની ઘર ઘર કી’ના સીનમાં થતી હતી ભૂલ ત્યારે આવું હતું એકતા કપૂરનું વલણ

g clip-path="url(#clip0_868_265)">