એક સમયે 4000 રૂપિયાની નોકરી કરતા હતા આ અભિનેતા, ‘બાઘા’ના પાત્ર માટે મળે છે આટલા રૂપિયા

એક સમયે 4000 રૂપિયાની નોકરી કરતા હતા આ અભિનેતા, 'બાઘા'ના પાત્ર માટે મળે છે આટલા રૂપિયા
તન્મય વેકરીયા

શોમાં બાઘાનું પાત્ર તન્મય વેકરીયા ભજવી રહ્યા છે. આ સિરિયલ થકી તેઓ લોકોને ખુબ હસાવે છે. અને તેમની ફેન ફોલોવિંગ પણ ખુબ છે. નટુકાકા અને બઘાની જોડી તમને પેટ પકડીને હસવા મજબુર કરી દે એવી છે.

Gautam Prajapati

|

Jun 08, 2021 | 12:52 PM

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને ટીવી સિરિયલનો બેતાજ બાદશાહ કહીએ તો જરા પણ અતિશયોક્તિ ન લાગે. છેલ્લા 13 વર્ષથી ટીવી જગતમાં આ સિરિયલ રાજ કરે છે. આ જ કારણ છે કે આજે પણ આ શો ટીઆરપીની લીસ્ટમાં પ્રથમ નંબર પર છે. સિરિયલ દર્શકોને હાસ્ય આપે છે અને દર્શકો અપૂર પ્રેમ. શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના તમામ પાત્રોને પણ દર્શકો ખુબ ચાહના આપે છે. આ પાત્રોમાંથી એક પાત્ર છે ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ માં કામ કરતા ‘બાઘા’ નું.

શોમાં બાઘાનું પાત્ર તન્મય વેકરીયા ભજવી રહ્યા છે. આ સિરિયલ થકી તેઓ લોકોને ખુબ હસાવે છે. અને તેમની ફેન ફોલોવિંગ પણ ખુબ છે. નટુકાકા અને બઘાની જોડી તમને પેટ પકડીને હસવા મજબુર કરી દે એવી છે.

માત્ર 4 હજાર સેલેરી

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ અભિનેતા એટલે કે તન્મય આ શોમાં આવ્યા પહેલા બેંકમાં નોકરી કરતા હતા. જી હા મીડિયા રીપોર્ટસ અનુસાર તેઓ એક બેંકમાં માર્કેટિંગ એક્ઝીક્યુટીવ તરીકે જોડાયેલા હતા. જેમાંથી તેમને માત્ર 4 હજાર રૂપિયાનો પગાર મળતો હતો.

તન્મયને શરૂઆતથી અભિનયનો ખુબ શોખ હતો. એક સમય એવો આવ્યો કે આ શોખ પૂરો કરવા માટે તેમણે બેંકની નોકરીને બાય બાય કહી દીધું. આ બાદ તેમનું જીવન બદલાઈ ગયું.

15 વર્ષ ગુજરાતી થિયેટરમાં કર્યું કામ

તમને ખ્યાલ નહીં હોય પરંતુ તન્મયનું જીવન ખુબ ઉતાર ચડાવવાળું રહ્યું. અભિનયના બેકગ્રાઉન્ડથી આવતા હોવા છતાં તેમને કારકિર્દી માટે ખુબ મહેનત કરવી પડી. અને આ મહેનત તેમને ફળી. તેમના પિતા અરવિંદભાઈ પણ એક નામચીન આર્ટીસ્ટ હતા. તેમના જ કદમ પર ચાલીને તન્મય ગુજરાતી થિયેટરમાં 15 વર્ષ સુધી કામ કર્યું.

શોમાં ભજવ્યા છે ઘણા પાત્રો

વાત કરીએ 2010 ની, તન્મયને બાઘાનું પાત્ર ઓફર થયું હતું. આ પહેલા તેમણે શોમાં ઘણા પાત્રો ભજવ્યા હતા. જેમાં તેઓ ઓટો ડ્રાઈવર તો ક્યારેક ટેક્સી ડ્રાઈવર બનીને આવતા હતા. તેમજ ઇન્સ્પેકટર અને ટીચરનો પણ રોલ તેઓ કરી ચુક્યા છે.

એક એપિસોડના મળે છે આટલા રૂપિયા

એક સમયે જ્યાં તન્મય મહિનામાં માત્ર ચાર હજાર રૂપિયાની નોકરી કરતા હતા. ત્યાં આજે તેઓને બાઘાના પાત્ર માટે શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક એપિસોડ માટે આશરે 22000 રૂપિયા મળે છે.

આ પણ વાંચો: કેળા જ નહીં તેની છાલ પણ છે ગુણકારી, આ પ્રયોગથી થોડા જ દિવસમાં ચમકી ઉઠશે ચહેરો

આ પણ વાંચો: કોરોનાના કારણે બાળકોમાં ઘટી રહી છે ફિઝિકલ એક્ટિવિટી, થઈ શકે છે આ સમસ્યાઓ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati