ઓછા સમયમાં મોટું નામ બનાવીને દુનિયાને કહ્યું અલવિદા, જાણો સિદ્ધાર્થ શુક્લાના જીવન અને કારકિર્દી વિશે
બિગ બોસ 13 થી (Bigg Boss 13) પ્રસિદ્ધિમાં આવેલા ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લા મનોરંજન જગતમાં શોકનો માહોલ છે. ચાલો જાણીએ આ અભિનેતા વિશે.
બિગ બોસ 13 થી (Bigg Boss 13) પ્રસિદ્ધિમાં આવેલા ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું (Sidharth Shukla) થોડા સમય પહેલા મુંબઈમાં અવસાન થયું છે. અભિનેતાને મુંબઈની કૂપર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત (Sidharth Shukla Death) જાહેર કરાયા. સિદ્ધાર્થની સોશિયલ મીડિયા પર ખૂબ જ મજબૂત ફેન ફોલોઇંગ હતી. જ્યાં સિદ્ધાર્થે ટીવીથી લઈને ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ ઘણું કામ કર્યું. તાજેતરમાં જ બિગ બોસ OTT માં સિદ્ધાર્થ શુક્લાને દર્શકોએ જોયા હતા, જ્યાં તે શોમાં મહેમાન તરીકે આવ્યા હતા. આ જ અભિનેતા બિગ બોસ 13 નો વિજેતા પણ રહ્યા છે.
સિદ્ધાર્થ શુક્લાની ટીવી જગતની સફર
બાબુલ કા આંગન છૂટે ના જાને પહેચને સે … યે અજનબી આહટ લવ યુ ઝિંદગી CID બાલિકા વધુ ઝલક દિખલા જા 6 સાવધાન ઇન્ડિયા (હોસ્ટ) ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ 6 ફીયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 7 ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ 7 દિલ સે દિલ તક બિગ બોસ 13 (વિજેતા) બિગ બોસ 14 (હોસ્ટ)
ફિલ્મોમાં કામ
હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા બિઝનેસ ઇન કઝાકિસ્તાન
વેબસીરીઝ
બ્રોકન બટ બ્યુટીફુલ 3
અવોર્ડ
મોસ્ટ સ્ટાઇલિશ અભિનેતા (2017) બ્રેક થ્રુ સપોર્ટિંગ પર્ફોર્મન્સ મેલ (2014) – હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા મોસ્ટ ફિટ એક્ટર મેલ (2014) – ઝી ગોલ્ડ એવોર્ડ મળ્યો.
સિદ્ધાર્થ શુક્લાનો જન્મ 12 ડિસેમ્બર 1980 ના રોજ મુંબઈમાં થયો. તેમના પિતા અશોક શુક્લા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં સિવિલ એન્જિનિયર હતા. મોડેલિંગના દિવસો દરમિયાન તેમના પિતાનું અવસાન થયું. શરૂઆતથી જ સિદ્ધાર્થ અભ્યાસ અને રમતગમતમાં આગળ રહ્યા, જ્યાં તેમણે સેન્ટ ઝેવિયર્સ હાઇ સ્કૂલ, ફોર્ટમાં અભ્યાસ કર્યો, ત્યારબાદ તેણે ઇન્ટીરીયલ ડિઝાઇનનો કોર્સ કર્યો.
તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થે ટીવીની દુનિયામાં ઘણું નામ કમાવ્યું હતું, જ્યાં તેમણે બાલિકા વધૂ, દિલ સે દિલ તક, ખતરોં કે ખિલાડી 7 જેવા ઘણા શોમાં જોરદાર કામ કર્યું છે. આ સિવાય ઘણા ઓછા લોકો જાણે છે કે 2005 માં સિદ્ધાર્થે વર્લ્ડ બેસ્ટ મોડલનો ખિતાબ જીત્યો હતો. અભિનેતાએ 2008 માં તેના શો “બાબુલ કા આંગન છૂટે ના” થી ટીવી કરિયરની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો: ચીકુ કી મમ્મી દુર કી સિરિયલનો ચોંકાવનારો અહેવાલ, જાણો મિથુન ચક્રવર્તીની ફી વિશે