Khatron Ke Khiladi 11: શોનું પ્રથમ એલિમિનેશન, બહાર થયો આ કન્ટેસ્ટેન્ટ !

' ખતરોં કે ખિલાડી 11' (Khatron Ke Khiladi 11) માં ભાગ લેવા હાલમાં સ્પર્ધક કેપટાઉન શહેરમાં છે. સ્ટંટ આધારિત રિયાલિટી શોનું શૂટિંગ દક્ષિણ આફ્રિકામાં થઈ રહ્યું છે.

Khatron Ke Khiladi 11: શોનું પ્રથમ એલિમિનેશન, બહાર થયો આ કન્ટેસ્ટેન્ટ !
Khatron Ke Khiladi 11
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 18, 2021 | 3:27 PM

‘ ખતરોં કે ખિલાડી 11’ (Khatron Ke Khiladi 11) માં ભાગ લેવા હાલમાં સ્પર્ધક કેપટાઉન શહેરમાં છે. સ્ટંટ આધારિત રિયાલિટી શોનું શૂટિંગ દક્ષિણ આફ્રિકામાં થઈ રહ્યું છે. શોમાં ભાગ લેનારા સ્પર્ધકો ત્યાંથી ઘણી તસવીરો પોસ્ટ કરતા જોવા મળ્યા હતા. તે દરમિયાન, એલિમિશનને લગતા એક સમાચાર સામે આવ્યા છે.

કોણ થયું બાહર?

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જી હા, ‘ખતરોં કે ખિલાડી’ સીઝન 11 (Khatron Ke Khiladi 11) નું પ્રથમ એલિમિનેશન થઈ ગયું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિશાલ આદિત્ય સિંહ બહાર થઈ ગયા છે. પ્રથમ ટાસ્ક પછી વિશાલ આદિત્ય સિંહ, નીક્કી તંબોલી અને અનુષ્કા સેન સૌથી છેલ્લા રહેવા વાળા ત્રણ ખેલાડીઓ હતા. આ ત્રણેયમાં વિશાળ એલિમિનેટ થઈ ગયા છે.

‘બિગ બોસ’ થી થયા હતા પ્રખ્યાત

વિશાલ ‘બિગ બોસ 13’ માં જોવા મળ્યા હતા. શોમાં તે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ મધુરિમા સાથેના વિવાદોને કારણે ચર્ચામાં રહ્યા હતા. મધુરિમાએ તેની પિટાઈ કરી હતી.

હવે આ સ્પર્ધકો વચ્ચે છે સ્પર્ધા

વિશાલના બહાર નીકળ્યા પછી શ્વેતા તિવારી, રાહુલ વૈદ્ય, દિવ્યાંકા ત્રિપાઠી, નિક્કી તંબોલી, અભિનવ શુક્લા, સના મકબુલ, અર્જુન બીજલાની, અનુષ્કા સેન, સૌરભ રાજ જૈન, આસ્થા ગિલ, મહક ચહલ અને વરુણ સૂદ બાકી છે.

નિર્ધારિત સમય પહેલાં થશે સમાપ્ત?

એક અહેવાલ મુજબ, શોના નિર્માતાઓએ તેમની યોજના બદલી છે અને ટૂંક સમયમાં શૂટિંગ પૂર્ણ કરશે. પહેલા પુરી કાસ્ટનું 22 જૂને ભારત પરત આવવાનું શેડ્યુલ હતું. આખી કાસ્ટ અને ક્રૂ માટેની રીટર્ન ટિકિટ અગાઉથી બુક કરાવી હતી અને તે પ્રમાણે શોના સ્ટન્ટ્સની યોજના કરવામાં આવી હતી.

શોના સૂત્રોએ માહિતી આપી હતી કે વિશ્વભરમાં વધી રહેલા કોરોના ઇન્ફેક્શનને કારણે અગાઉની યોજનાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને આખા ક્રૂને વહેલી તકે ભારત પરત આવવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :- Sonu Sood: ‘તમે ડબલચેક કરી લો’, ડીએમએ મદદ કરવા પર ઉઠાવ્યા પ્રશ્નો, અભિનેતાએ આપ્યો યોગ્ય જવાબ

આ પણ વાંચો :- Look A Like : લોકપ્રિયતાની વાત કરીએ તો Amitabh Bachchan થી ઓછા નથી તેમના હમશક્લ, ફોટા જોઈને ઓળખવું થઈ જાય છે મુશ્કેલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">