AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF Chapter 2 : સુપરસ્ટાર યશની ફિલ્મને મળી નવી રિલીઝ ડેટ, જાણો થિયેટરમાં ક્યારે થઈ રહી છે રિલીઝ

યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 ની રિલીઝ માટે ચાહકો કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છે. ઘણી વખત કોવિડને કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે.

KGF Chapter 2 : સુપરસ્ટાર યશની ફિલ્મને મળી નવી રિલીઝ ડેટ, જાણો થિયેટરમાં ક્યારે થઈ રહી છે રિલીઝ
KGF Chapter 2
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 10:09 PM
Share

રક્ષાબંધન (Raksha Bandhan) પ્રસંગે, કેજીએફ ચેપ્ટર 2 (KGF Chapter 2) ના નિર્માતાઓએ ફિલ્મની નવી રિલીઝ તારીખ જાહેર કરી છે. ફિલ્મની પુરી સ્ટાર કાસ્ટ યશ (Yash), સંજય દત્ત (Sanjay Dutt) અને રવિના ટંડન (Raveena Tandon)એ કેજીએફ ચેપ્ટર 2 નું નવું પોસ્ટર શેર કરીને રિલીઝ ડેટની જાહેરાત કરી છે.

તમને જણાવી દઈએ કે કોવિડના કારણે ફિલ્મની રિલીઝ ડેટ મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ફિલ્મની નવી રિલીઝ ડેટ કહેવામાં આવી ન હતી. પરંતુ હવે, ચાહકોની પ્રતીક્ષાનો અંત લાવતા, નિર્માતાઓએ રિલીઝની તારીખ આપી છે.

આ ફિલ્મ 14 એપ્રિલ 2022 ના રોજ રિલીઝ થશે. નવી રિલીઝ ડેટની જાહેરાત કરતા લખ્યું છે કે, ‘આજની ​​અનિશ્ચિતતાઓ માત્ર અમારા સંકલ્પમાં વિલંબ કરશે, પરંતુ વચન પૂર્ણ થશે. અમારી ફિલ્મ થિયેટરોમાં 14 એપ્રિલ 2022 ના રોજ રિલીઝ થશે.

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)

ફિલ્મના નવા પોસ્ટરમાં યશ, સંજય દત્ત, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી અને પ્રકાશ રાજ જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કેજીએફ ચેપ્ટર 2 2018 ની હિટ ફિલ્મ કેજીએફનો બીજો ઇન્સ્ટોલમેન્ટ છે. આ ફિલ્મમાં યશ મુખ્ય ભૂમિકામાં હતા અને રામચંદ્રન રાજુએ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી હતી.

જણાવી દઈએ કે પહેલા ફિલ્મની રિલીઝ તારીખ 20 ઓક્ટોબર હતી અને ત્યારબાદ નવી રિલીઝ તારીખ આ વર્ષે 16 જુલાઈ રાખવામાં આવી હતી. જો કે, બંને વખત ફિલ્મની રિલીઝ તારીખ કોવિડને કારણે સ્થગિત કરવામાં આવી હતી. આ ફિલ્મ કન્નડમાં રિલીઝ થશે અને તેનું ડબ વર્ઝન તેલુગુ, હિન્દી, તમિલ અને મલયાલમમાં રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે કેજીએફ ચેપ્ટર 2 કન્નડ ફિલ્મોની સૌથી મોટી બજેટની ફિલ્મ છે. અહેવાલો અનુસાર, ફિલ્મનું બજેટ 100 કરોડ છે. ફિલ્મના પહેલા ભાગે પણ શાનદાર કમાણી કરી હતી.

યશ અને સંજય વચ્ચે બન્યો મજબૂત બોન્ડ

સંજય અને યશ આ ફિલ્મ દ્વારા પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે. બંનેના બોન્ડ વિશે કહેવામાં આવે છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને ખૂબ નજીક આવી ગયા હતા. બંનેએ પોતપોતાના કરિયરના અનુભવો એકબીજા સાથે શેર કર્યા. જેમ જેમ શૂટિંગ આગળ વધતું ગયું તેમ તેમ બંનેની મિત્રતા પણ મજબુત થતી ગઈ.

આ પણ વાંચો :- Super Dancer Chapter 4 : પવનદીપ, અરુણિતા અને ઇન્ડિયન આઇડલ સ્પર્ધકોના તાલ પર ડાન્સ કરશે સુપર ડાન્સર, જુઓ વીડિયો

આ પણ વાંચો :- પ્રેગ્નેન્સીના સમાચારો વચ્ચે ફરી એકવાર જોવા મળી Aishwarya Rai Bachchan, દીકરી આરાધ્યા પણ હતી સાથે

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">