KBC 13: ચેનલે વંશી ચૌહાણનો એપિસોડ હટાવવો પડ્યો, ‘મિડબ્રેઈન એક્ટિવિટી’ના વિરોધ બાદ લેવાયો નિર્ણય

|

Nov 30, 2021 | 10:50 PM

ક્વિઝ રિયાલિટી શો “કૌન બનેગા કરોડપતિ 13” છેલ્લા 21 વર્ષથી તેના પ્લેટફોર્મ પર દેશભરની પ્રતિભાઓને આવકારે છે. પરંતુ હાલમાં જ આ શોના 'સ્ટુડન્ટ સ્પેશિયલ વીક'ના એક એપિસોડને લઈને વિવાદ ઊભો થયો હતો અને ફરિયાદ નોંધાઈ હતી.

KBC 13: ચેનલે વંશી ચૌહાણનો એપિસોડ હટાવવો પડ્યો, મિડબ્રેઈન એક્ટિવિટીના વિરોધ બાદ લેવાયો નિર્ણય
KBC 13

Follow us on

સોની ટીવીનો અનોખો ક્વિઝ રિયાલિટી શો “કૌન બનેગા કરોડપતિ 13” છેલ્લા 21 વર્ષથી તેના પ્લેટફોર્મ પર દેશભરની પ્રતિભાઓને આવકારે છે. હાલમાં, આ શોમાં ‘સ્ટુડન્ટ્સ સ્પેશિયલ વીક’ અંતર્ગત ઘણા બાળકો હોટસીટ પર બેસીને પોતાની બુદ્ધિમત્તાની ચમક બતાવીને સારી એવી રકમ જીતી રહ્યા છે, પરંતુ હાલમાં જ આ શોના ‘સ્ટુડન્ટ સ્પેશિયલ વીક’ના એક એપિસોડને લઈને વિવાદ ઊભો થયો હતો અને ફરિયાદ નોંધાઈ હતી.

મેંગ્લોર સ્થિત ફેડરેશન ઓફ ઈન્ડિયન રેશનાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર નાયકની ફરિયાદ બાદ, એપિસોડનો વિવાદાસ્પદ ભાગ હટાવી દેવામાં આવ્યો છે. વાસ્તવમાં આ શોમાં બતાવવામાં આવેલા ‘મિડબ્રેઈન એક્ટિવિટી’ના સીન સામે ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. તેથી હવે મેકર્સ દ્વારા કૌન બનેગા કરોડપતિમાંથી મિડબ્રેઈન એક્ટિવેશન પાર્ટને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યો છે.

કૌન બનેગા કરોડપતિની સીઝન 13માં સામેલ થયેલી વંશી ચૌહાણે આ શોમાંથી 80 હજાર રૂપિયા જીત્યા હતા. તે આ મંચ પર માત્ર સૂંઘીને બંધ આંખે વાર્તાનું પુસ્તક વાંચીને દેખાયો અને તેના માતા-પિતાએ કહ્યું કે તેઓએ વંશીને મિડબ્રેઈન એક્ટિવિટીમાં તાલીમ આપી હતી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

મિડબ્રેઈન પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવ્યો

કેબીસીના નિર્માતાઓને લખેલા ખુલ્લા પત્રમાં નરેન્દ્ર નાયકે મિડબ્રેન એક્ટિવિટી જેવી અવૈજ્ઞાનિક પ્રથાઓને પ્રોત્સાહન આપવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કલમ 51A(h) તરફ ધ્યાન દોર્યું, જે જણાવે છે કે વૈજ્ઞાનિક સ્વભાવ, નાગરિક વિકાસ અને માનવતાવાદ કેળવવો એ દરેક નાગરિકની ફરજ છે. નાયકે જણાવ્યું હતું કે, ઘણી સંસ્થાઓ ‘બાળકોના મિડબ્રેનને સક્રિય કરીને મગજની શક્તિ વધારવા’ના ખોટા દાવા કરીને ભોળા માતાપિતાનું શોષણ કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આવી ‘સુપર પાવર’ એ સામાન્ય સમજની મજાક છે.

વિવાદ વધ્યા બાદ ચેનલે પ્રતિક્રિયા આપી હતી

નરેન્દ્ર નાયકને તેમના ખુલ્લા પત્રના જવાબમાં ચેનલ તરફથી એક ઈમેલ મળ્યો છે, જેમાં લખ્યું છે કે, આ ભાગ તેના તમામ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ઘટનાને ધ્યાનમાં રાખીને, ટીમને વધુ સાવચેત રહેવા અને ભવિષ્યના તમામ એપિસોડ માટે આવી ક્રિયાપ્રતિક્રિયા ટાળવા માટે કહેવામાં આવ્યું છે. વધુમાં, મેઈલમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, “સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા (SPNI)માં, અમે ભારતના કાયદાના માળખામાં રહીએ તે સુનિશ્ચિત કરવા માટે અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે. SPNI હંમેશા પ્રેક્ષકોની ભાવનાઓ પ્રત્યે સંવેદનશીલ રહી છે.”

 

આ પણ વાંચો: યુજીસીએ આપી સૂચના, યુનિવર્સિટી અને કોલેજોમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ જલ્દીથી ભરવામાં આવે

આ પણ વાંચો: UPSC Success Story: એક સમયે અભ્યાસથી દુર ભાગતા કુમાર અનુરાગ આ રીતે બની ગયા IAS ઓફિસર, વાંચો એમની રસપ્રદ કહાની

Next Article