કેટરીના કૈફ અને વિકી કૌશલે ફરહાન અખ્તરની પાર્ટીમાં લગાવી આગ – જુઓ વાયરલ વિડીયો

કેટરીના કૈફ અને વિકી કૌશલ એ અત્યારે બોલીવુડના હોટેસ્ટ કપલમાંના એક ગણાય છે. તેઓએ લગ્ન પૂર્વે અને લગ્ન બાદ પણ તેમની રિલેશનશિપને પ્રાઇવેટ રાખી છે. તેમની જાહેરમાં એક ઝલક મેળવવા માટે તેમના ચાહકો રાહ જોતા હોય છે.

કેટરીના કૈફ અને વિકી કૌશલે ફરહાન અખ્તરની પાર્ટીમાં લગાવી આગ - જુઓ વાયરલ વિડીયો
Vicky Kaushal & Katrina Kaif (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 9:59 PM

ગઈકાલે (25/03/2022) રાત્રે, બોલિવૂડ પાવર કપલ કેટરીના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal) નિર્માતા ફરહાન અખ્તર અને તેની પત્ની શિબાની દાંડેકર (Farhan Akhtar & Shibani Dandekar) દ્વારા આયોજિત પાર્ટીમાં હાજરી આપવા માટે પહોંચી ચુક્યા હતા. કેટરીના અને વિકીને પાપારાઝી દ્વારા પાર્ટી સ્પોટ તરફ જતા તેમની એક એક ક્ષણો કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. વિકીએ ક્લાસિક વ્હાઇટ શર્ટ અને બ્લુ ડેનિમ વડે તેનો લૂક કમ્પ્લીટ કર્યો હતો. જયારે કેટરીના કૈફે  ફ્લોરલ ઓફ શોલ્ડર મીની ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ જોયા બાદ તેના ચાહકો કેટરિનાને ‘વસંતની સાંજ’ કહી રહ્યા છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

તમને જણાવી દઈએ કે, કેટરીનાએ ઑફ-શોલ્ડર મિની ડ્રેસ બેઈજ કલરની સ્ટિલેટોસની જોડી સાથે આ કુલ લુક પૂરો કર્યો હતો. અભિનેત્રીએ આ લૂક માટે ન્યૂડ મેકઅપ પર તેની પસંદગી ઉતારી હતી અને ઓપન સ્લીક હેરસ્ટાઇલ કેરી કરી હતી. ફરહાને અખ્તરે મુંબઈમાં બાંદ્રા સ્થિત તેના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમાં રિતેશ સિધવાની, કરણ જોહર અને ચંકી પાંડે સહિત ફિલ્મ ઉદ્યોગની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે, કેટરીના કૈફ અને વિકી કૌશલે મુંબઈમાં ધર્મા મૂવીઝના સીઈઓ અપૂર્વ મહેતાની સ્ટાર-સ્ટડેડ બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટી કરણ જોહરે હોસ્ટ કરી હતી. આ પાર્ટી માટે, કેટરિનાએ એલેક્સ પેરી બ્રાન્ડના સ્કાઈ બ્લ્યુ મીની ડ્રેસની પસંદગી કરી હતી, જ્યારે વિકીએ રોહિત બાલ કટુર કલેક્શન પહેર્યું હતું.

વિકીના વેલ્વેટ બ્લેક જેકેટની સ્લીવ્ઝ પર સફેદ ફ્લોરલ પ્રિન્ટ દર્શાવવામાં આવી હતી. બીજી તરફ બ્લેક ગ્લિટર કલરના સ્ટિલેટોસની જોડીમાં ચમકી રહેલી કેટરીનાએ પોતાનો આ આકર્ષક લૂક સિલ્વર કલરની આઇલાઇનર અને ઓપન હેર સાથે પૂર્ણ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, કેટરીના કૈફ અને વિકી કૌશલે રાજસ્થાનમાં ગત વર્ષે ડિસેમ્બરના રોજ એક ભવ્ય પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. તેઓએ ડેટિંગ કાર્ય બાદ માત્ર નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં આ ભવ્ય લગ્ન સમારંભની ઉજવણી કરી હતી. કેટરીના કૈફ અને વિકી કૌશલના ચાહકો તેમની ક્યૂટ જોડીને ખુબ જ પસંદ કરે છે અને તેમને વારંવાર સોશિયલ મીડિયા પર તેમની ક્યૂટ તસવીરો શેર કરવાનું કહેતા રહે છે.

આ પણ વાંચો – ઉર્ફી જાવેદના રિસેન્ટ કુલ લુકને ચાહકોનો મળી રહ્યો છે અઢળક પ્રેમ, જુઓ Photos

g clip-path="url(#clip0_868_265)">