Kareena Kapoorના બીજા દિકરાનું નામ થયુ જાહેર, આ રાજાના નામ પરથી રાખ્યુ છે નામ

|

Aug 09, 2021 | 10:20 PM

કરીના અને સૈફના બીજા દિકરાના નામ પરથી પડદો હટી ચૂક્યો છે. તેના નામને લઇને લોકો ખૂબ કયાસ લગાવી રહ્યા હતા. રણધીર કપૂરે થોડા સમય પહેલા કહ્યુ હતુ કે કરીનાના બીજા દિકરાનું નામ જેહ છે અને હવે ખુદ કરીનાએ ખુલાસો કર્યો છે

Kareena Kapoorના બીજા દિકરાનું નામ થયુ જાહેર, આ રાજાના નામ પરથી રાખ્યુ છે નામ
Kareena Kapoor Khan

Follow us on

Kareena Kapoor Second Son Name: કરીના કપૂર (Kareena Kapoor) અને સૈફ અલી ખાનના (Saif Ali Khan) પહેલા દિકરાનો જન્મ 20 ડિસેમ્બર 2016ના રોજ થયો હતો. તેમણે પોતાના દિકરાનું નામ તૈમુર અલી ખાન (Taimur Ali Khan) જાહેર કરતા જ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા. તૈમુરના નામને લઈને લાંબા સમય સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં લઈને બંનેએ પોતાના બીજા દિકરાના નામને સિક્રેટ રાખ્યુ હતુ. જોકે સમયની સાથે તૈમુરના નામને લઈને લોકોનો ગુસ્સો શાંત થઈ ગયો છે અને તૈમુર તો લોકો વચ્ચે ખૂબ પોપ્યુલર પણ છે. ફેન્સ તૈમુરના ફોટોઝ અને વીડિયોઝને ખૂબ પસંદ પણ કરે છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

પરંતુ હવે કરીના અને સૈફના બીજા દિકરાના નામ પરથી પડદો હટી ચૂક્યો છે. તેના નામને લઈને લોકો ખૂબ કયાસ લગાવી રહ્યા હતા. રણધીર કપૂરે થોડા સમય પહેલા કહ્યું હતુ કે કરીનાના બીજા દિકરાનું નામ જેહ છે અને હવે ખુદ કરીનાએ ખુલાસો કર્યો છે કે તેના બીજા દિકરાનું નામ ‘જહાંગીર’ (Jehangir Ali Khan) છે. કરીના કપૂરે હાલમાં જ પોતાની બુક ‘Kareena Kapoor Khan’s Pregnancy Bible: The Ultimate Manual for Moms-To-Be’ને લોન્ચ કરી છે. આ બુકમાં પ્રેગ્નેન્સીના દરેક સ્ટેજ અને ડિલીવરી બાદ શરીરમાં આવતા બદલાવ વિશે લખવામાં આવ્યુ છે.

 

 

કરીના કપૂરે બુકની શરૂઆતમાં પોતાના દિકરાનું નામ જેહ જણાવ્યુ છે. પરંતુ બુકના છેલ્લા પાનાઓમાં કરીનાએ પોતાની પ્રગ્નેન્સી અને ડિલીવરી બાદની કેટલીક તસવીરો શેયર કરી છે. આ ફોટોના કેપ્શનમાં કરીનાએ પોતાના દિકરાનું નામ ‘જહાંગીર’ લખ્યુ છે. છેલ્લા પાના પર કરીનાએ જહાંગીરનો ફોટો પણ શેયર કર્યો છે.

 

 

આ પણ વાંચો – 20 વર્ષમાં 1.5 ડિગ્રી સુધી ગરમ થશે પૃથ્વી! પછી કુદરતનો કહેર જોવા મળશે, માણસ હીટવેવ અને ભારે ગરમીથી પરેશાન થશે

 

આ પણ વાંચો – Gold Medalist: ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ તો મેળવ્યો પણ પોતાની પ્રેમિકા સાથે લગ્ન નહીં કરી શકે આ ખેલાડી, જાણો કારણ

Next Article