Kareena Kapoor એ કહ્યું – હું પહેલા પરફેક્ટ માતા નહોતી, તૈમૂરને ડાયપર પણ પહેરાવતા આવડતુ ન હતું

કરીના કપૂર ખાન બોલિવૂડની પરફેક્ટ એક્ટ્રેસ છે, તેમને હાલમાં જ વર્કિગ મધર્સ માટે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. આ સાથે, તેમણે કહ્યું કે પહેલા તે પોતે એક પરફેક્ટ માતા નહોતી.

Kareena Kapoor એ કહ્યું - હું પહેલા પરફેક્ટ માતા નહોતી, તૈમૂરને ડાયપર પણ પહેરાવતા આવડતુ ન હતું
Kareena Kapoor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 6:47 PM

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) આજકાલ તેમની બુક બાઇબલ (Bible) ને લઈને ઘણી હેડલાઇન્સમાં છે. આ પુસ્તક દ્વારા કરીનાએ પોતાનો ગર્ભાવસ્થાનો અનુભવ શેર કર્યો છે અને આ સિવાય પણ ઘણાં ખુલાસા કર્યા છે. કરીનાએ પુસ્તકની રજૂઆતમાં જણાવ્યું છે કે શરૂઆતમાં તે એક પરફેક્ટ મોમ નહોતી.

બાળક પ્રત્યેની જે પણ જવાબદારી હતી તે નિભાવવામાં કરીનાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કરીનાએ પુસ્તકમાં લખ્યું છે કે, શરૂઆતમાં હું એક પરફેક્ટ માં નહોતી. મને ખબર નહોતી કે તૈમૂરને ડાયપર કેવી રીતે પહેરાવવું. ઘણી વાર તે સુસુ કરતો હતો, તો લિક થઈ જતું હતું કારણ કે હું ડાયપર યોગ્ય રીતે નહોતી પહેરાવતી.

કરીનાએ વધુમાં બધાને સલાહ આપી અને કહ્યું, ‘ તમે તે કરો જે તમારા માટે સહેલું હોય અને સારી રીતે કરી શકો. જ્યારે માતા કોન્ફિડેન્ટ અને કમ્ફર્ટેબલ હોય છે, ત્યારે બાળક પણ હોય છે. આ જ કારણ છે કે હું ટૂંક સમયમાં કામ પર પાછી ફરી આવી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કરીનાએ કહ્યું કે તે જાણતી હતી કે ખાલી માં બનવું તે તેમની ઓળખ નથી અને તેથી જ તેમણે ગર્ભાવસ્થા દરમિયાન કામ કર્યું હતું અને બાળકના જન્મ પછી તરત જ કામ પર પાછી ફરી હતી. જોકે બાળકને ઘરે જ રાખવું અને કામ પર જવાનું તેમના માટે સરળ નહોતું.

કરીનાએ પોતાનો અનુભવ જણાવતાં કહ્યું કે, ‘મને યાદ છે કે તૈમૂરને છોડીને નાઇટ શૂટ પર ગઈ હતી. હું ભલે દીકરાને ખૂબ મિસ કરી રહી હતી, પણ મારે ત્યાં પ્રોફેશનલ રહેવું પડ્યું. જેહ ના જન્મ પછી હું તરત જ કામ પર પાછી ફરી હતી. મારી વાત પર વિશ્વાસ કરો, કારણ કે હું કામ પર જલ્દી ફરી હતી તો આ કારણે તૈમૂર મને ઓછો પ્રેમ નથી કરતો અને ન તો જેહ પણ તેવું કરશે. હું એક માતા પણ છું અને કામ પણ કરીશ અને રોક પણ કરીશ.

કરીનાની પ્રોફેશનલ લાઇફ

કરીના છેલ્લે આંગ્રેઝી મીડિયમ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં કરીનાની સાથે ઇમરાન ખાન (Imran Khan) અને રાધિકા મદાન (Radhika Madan) મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં કરીનાનું પાત્ર ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

હવે કરીના ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha) માં જોવા મળશે, જેમાં તેમની સાથે આમિર ખાન (Aamir Khan) મુખ્ય ભૂમિકામાં છે. કરીનાએ આ ફિલ્મનું શૂટિંગ ગર્ભાવસ્થા દરમિયાન કર્યુ હતું. તે સમયે કરીનાનું બેબી બમ્પ દેખાવા લાગ્યું હતું. જો કે, નિર્માતાઓએ પછી નિર્ણય લીધો હતો કે તેઓ વીએફએક્સ દ્વારા કરીનાના બેબી બમ્પને હાઈડ કરી દેશે.

Latest News Updates

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">