Karan Joharને નથી હવે કોઈના નાખુશ થવાની પરવા, હવે માત્ર ફિલ્મો બનાવવા પર આપશે ધ્યાન

|

Oct 21, 2021 | 8:28 PM

નિર્માતા કરણ જોહરે (Karan Johar) એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ તેમના જીવનની વિવિધ બાબતોને લઈને પહેલાથી જ વિવાદોમાં છે. આવી સ્થિતિમાં, હવે તે માત્ર તેમની ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

Karan Joharને નથી હવે કોઈના નાખુશ થવાની પરવા, હવે માત્ર ફિલ્મો બનાવવા પર આપશે ધ્યાન
Karan Johar

Follow us on

કરણ જોહર (Karan Johar) આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણવીર સિંહ (Ranveer Singh) અભિનીત ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ (Rocky Aur Rani Ki Prem Kahani) સાથે ડાયરેક્શનમાં પરત ફરવા માટે પુરી રીતે તૈયાર છે. કરણ આ દિવસોમાં એક રિયાલિટી શો માટે કોમેડી એક્ટ રજૂ કરી રહ્યા છે. ફિલ્મ નિર્માતાએ કહ્યું કે તે પોતાનું તમામ ધ્યાન ફિલ્મ નિર્માણ પર કેન્દ્રિત કરવા માંગે છે.

કરણે એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે ચિંતા અને આગામી મુશ્કેલીઓને કારણે પોતાની જાતને સેન્સર કરી રહ્યા છે કારણ કે તે પહેલાથી જ વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે. ફિલ્મ નિર્માતાએ કહ્યું કે મેં મારા વિશે એવી-એવી વાતો સાંભળી છે કે મગજમાં માત્ર આ જ ચાલે છે, હું તમને આ વાતો કહી શકતો નથી. હું મારા શોમાં ઘણી બાબતો કહેવા માંગુ છું, પરંતુ પોતાને ખૂબ જ પ્રતિબંધિત અનુભવું છું. હું જાણું છું કે આવું કરવાથી અન્ય લોકો નારાજ થઈ શકે છે અને હું મારા જીવનમાં બીજી કોઈ મુશ્કેલી નથી ઈચ્છતો.

કરણ જોહરે કહ્યું, હું ફિલ્મો પર ધ્યાન આપવા માંગુ છું

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કરણે વધુમાં કહ્યું કે, તે માત્ર પોતાની ફિલ્મો પર ધ્યાન આપવા માંગે છે. હું મારી જાતને ઘણી બધી બાબતો કહેવાથી રોકું છું જે હું કહેવા માંગુ છું અને તે સૌથી દુ:ખદ વાત છે. કારણ કે હું જાણું છું, હું કોઈપણ મજાક લઈ શકું છું. પરંતુ અન્ય લોકો તેને લઈ શકતા નથી. તેમણે આગળ કહ્યું, ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેમાં સેન્સ ઓફ હ્યુમર નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની પાસે કોઈ વિષય છે જેના પર તે વાત કરવાનું ટાળશે. તેમણે મજાકમાં કહ્યું, કોઈ પણ વસ્તું જે તેના વિશે નથી તે એક વર્જિત ક્ષેત્ર છે.

તે જ સમયે, વર્કફ્રન્ટ વિશે વાત કરતા કરણે કહ્યું, રોકી રાનીની વાર્તા એક પીરિયડ ડ્રામા છે અને તખ્ત (Takht) બનાવવા માટે લગભગ અઢી વર્ષ લાગશે. તેમણે કહ્યું કે ‘રોકી ઔર રાની’ એક એક્સાઈટેડ ફિલ્મ છે અને ‘તખ્ત’ મારો પેશન પ્રોજેક્ટ છે જેને તમે ઝડપથી પૂર્ણ કરી શકતા નથી. પહેલા એક્સાઈટમેન્ટ અને પછી પેશન પ્રોજેક્ટ પર કામ કરશું.

 

આ પણ વાંચો :- Sooryavanshi માટે રોહિત શેટ્ટીનું શાનદાર આયોજન, દિવાળી પર ધમાકા માટે છે તૈયાર

આ પણ વાંચો :- Akshra Singhએ કહ્યું ‘કોઈની નકારાત્મકતા નથી જોતી’, ચાહકોએ કહ્યું- શું વાત છે મેડમ…

Next Article