કંગના રનૌતના જન્મદિવસ પર ચાહકોને ભેટ, ‘થલાઈવી’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાશે

|

Mar 18, 2021 | 7:50 PM

કંગના રનૌત (Kangana Ranaut)ના જન્મદિવસ પર 'થલાઈવી' ફિલ્મના મેકર્સ તરફથી ચાહકોને ભેટ તરીકે ટ્રેલર લોંચના ભવ્ય કાર્યક્રમની યોજના છે. અભિનેત્રી 23 માર્ચે એક વર્ષ મોટી થવાની તૈયારીમાં છે અને તેના જન્મદિવસ પહેલા તે તેની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

કંગના રનૌતના જન્મદિવસ પર ચાહકોને ભેટ, થલાઈવી ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાશે
Kangna Ranaut

Follow us on

કંગના રનૌત (Kangana Ranaut)ના જન્મદિવસ પર ‘થલાઈવી’ ફિલ્મના મેકર્સ તરફથી ચાહકોને ભેટ તરીકે ટ્રેલર લોંચના ભવ્ય કાર્યક્રમની યોજના છે. અભિનેત્રી 23 માર્ચે એક વર્ષ મોટી થવાની તૈયારીમાં છે અને તેના જન્મદિવસ પહેલા તે તેની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની વચ્ચે અભિનેત્રી કંગના રનૌતના ચાહકો તેને થલાઈવીમાં જે. જયલલિતા તરીકે જોવા માટે આતુરતાથી રાહ જોતા હતા. ત્યારે 23 માર્ચે તેના જન્મદિવસ પર થલાઈવીના મેેકર્સ એક ભવ્ય કાર્યક્રમમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવાના છે.

 

જે. જયલલિતાના જીવન પર આધારિત આ બાયોપિક ત્રણ અલગ અલગ ભાષાઓમાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલર લોન્ચનો ભવ્ય કાર્યક્રમ ચોક્કસપણે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિનેત્રી કંગનાના જન્મદિવસ પર ચાહકો માટે એક મોટી ભેટ તરીકે આવશે. પોતાની ફિલ્મ થલાઈવી માટે કંગનાએ મોટા પ્રમાણમાં શારીરિક પરિવર્તન કરવું પડ્યું હતું. ભરતનાટ્યમ, તમિલ શીખવાથી લઈને જયલલિતાની રીતભાત બરાબર મેળવવા માટે કલાકો ગાળ્યા.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

 

જેથી કંગનાનું એક અલગ રૂપ મોટા પડદા પર જોવા મળશે અને પ્રેક્ષકો આતુરતાપૂર્વક આ ફિલ્મ સિનેમાઘરોમાં જોવાની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી કંગના રનૌત અને અરવિંદ સ્વામીના પાત્રની જયલલિતા અને એમ જી રામચંદ્રન સાથેની અસામાન્ય સામ્યતા એક મુખ્ય વાતોનો મુદ્દો રહ્યો છે. જયલલિતાની જન્મજયંતિ પર જ્યારે રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી હતી, ત્યારે ચાહકો ઉત્સાહિત હતા.

 

થલાઈવીનું નિર્દેશન વિજય દ્વારા કરવામાં આવ્યું છે અને વિષ્ણુ વર્ધન ઈંદુરી અને શૈલેષ આર સિંઘ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે અને હિતેશ ઠક્કર અને તિરુમલ રેડ્ડી દ્વારા સહ-નિર્માણ કરવામાં આવ્યું છે અને 23મી એપ્રિલ 2021ના રોજ હિન્દી, તમિળ અને તેલુગુમાં વિશ્વભરમાં આ ફિલ્મ રીલીઝ કરાશે.

 

આ પણ વાંચો: Kiara Advaniએ તેની રિલેશનશિપનો કર્યો ખુલાસો, કહ્યું ‘જેની સાથે હું વેકેશન પર ગઈ હતી, તેને કરી રહી છું ડેટ’

Next Article