Kamal Hassan Magic: મેટાવર્સમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય અભિનેતા બન્યા કમલ હાસન

ફ્રેન્ટિકો એક ડિજિટલ કલેક્ટેબલ પ્લેટફોર્મ છે. તે મેટાવર્સમાં પણ ડેબ્યૂ કરશે. ફેન્ટિકો એક ગેમ આધારિત મેટાવર્સ લોન્ચ કરવા જઈ રહી છે, જ્યાં આ પ્રખ્યાત અભિનેતાની પોતાની એક દુનિયા હશે.

Kamal Hassan Magic: મેટાવર્સમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય અભિનેતા બન્યા કમલ હાસન
Kamal Hassan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 11:48 PM

લોટસ મીડિયા એન્ટરટેઈનમેન્ટે (Lotus Media Entertainment) જાહેરાત કરી છે કે અભિનેતા કમલ હાસને (Kamal Haasan) ફ્રેન્ટિકો (Frantico) સાથે હાથ મિલાવ્યા છે તેથી તે નવા ડિજિટલ અવતાર એટલે કે ડિજિટલ રિયાલિટી સ્પેસને તેના દ્વારા વિશિષ્ટ રીતે લોન્ચ કરી શકે. તમને જણાવી દઈએ કે ફ્રેન્ટિકો એક ડિજિટલ કલેક્ટેબલ પ્લેટફોર્મ છે. તે મેટાવર્સમાં પણ ડેબ્યૂ કરશે. ફેન્ટિકો એક ગેમ આધારિત મેટાવર્સ લોન્ચ કરવા જઈ રહી છે, જ્યાં આ પ્રખ્યાત અભિનેતાની પોતાની એક દુનિયા હશે.

તે એક ડિજિટલ રિયાલિટી સ્પેસ હશે, જેના દ્વારા વિશ્વભરના તેમના ચાહકોને તેમની દુનિયા સાથે જોડાવા અને તેમની સાથે સંપર્કમાં રહેવાની તક મળશે. તેમને તેમના ડિજિટલ અવતારને જાણવાની, સ્મૃતિ ચિન્હ અને પ્રતીકોને ફિઝિકલ રુપ અને ડિજિટલ રુપમાં ખરીદવાની તક મળશે – આ સાથે, મીટ-અપ સેશન અને ઘણી બીજી રીતોથી તેમની સાથે સંપર્ક કરવાની લોકોને તક મળશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મનોરંજનની દુનિયાનું નવું ભવિષ્ય

જો કે મેટાવર્સ અને તેમના વર્ચ્યુઅલ વિશ્વ વિશેની માહિતી અત્યાર સુધી ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ આ પ્લેટફોર્મે જાહેર કર્યું છે કે તેઓ પહેલા NFTની લિસ્ટને લોન્ચ કરશે. આનાથી ચાહકોને આ આઈકોનની નજીક આવવાની તક મળશે. કમલ હાસને હંમેશા અલગ-અલગ શૈલીની ફિલ્મોમાં પોતાના દેખાવ અને ટેકનિકનો ઉપયોગ કર્યો છે. તે સ્વાભાવિક છે કે તેમણે વર્ચ્યુઅલ જગતમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો છે, જેને મનોરંજન જગતનું ભવિષ્ય માનવામાં આવે છે.

મેટાવર્સ માટે કમલ હાસનની નવી ઓફર

કમલ હાસન કહે છે, “હું આ ઉભરતી ડિજિટલ અને ફિઝિકલ દુનિયા વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક છું, જે હવે મેટાવર્સ તરીકે ઓળખાય છે. છ દાયકાથી વધુની મારી જીવનયાત્રાએ મારા પર્સનલ અને પ્રોફેશનલ જીવન વચ્ચેના અંતરને દૂર કર્યું છે. આ મેટાવર્સ માટે મારી ઓફર હશે.”

જાણો સ્થાપકનું શું કહેવું છે?

ફેન્ટિકોના સ્થાપક અભ્યાનંદ સિંઘે જણાવ્યું હતું કે “અમને એ જાહેરાત કરતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ કે અમે એક ગેમ-આધારિત મેટાવર્સ લોન્ચ કરી રહ્યા છીએ જે ભારતમાં અલગ છે. અમારા પ્લેટફોર્મ પર કમલ હાસન જેવા દિગ્ગજની હાજરી ફેન્સને સામેલ કરવાના ભવિષ્યને સ્વીકારવા માટે વધુને વધુ ક્રિએટર્સ માટે ઉદાહરણ સ્થાપિત કરશે.”

આ પણ વાંચો :- Tiku Weds Sheru: કંગના રનૌતે શેર કર્યો ફિલ્મનો ફર્સ્ટ લુક, નવાઝુદ્દીનની સામે જોવા મળી અવનીત કૌર

આ પણ વાંચો :- રોહિત શેટ્ટી પાસેથી તેની એક ઈચ્છા પૂરી કરાવવા માંગે છે કેટરીના કૈફ, બધાની સામે કહી આ વાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">