બોલિવુડ અભિનેત્રી કાજોલે ગાર્ડને માર્યો ધક્કો ! વીડિયો જોઈ યુઝર્સ ભડક્યા, કહ્યું- જયા બચ્ચન બની ગઈ છે

|

Sep 21, 2024 | 10:58 AM

કાજોલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના પુત્ર યુગ સાથે ડોક્ટરના ક્લિનિકમાંથી બહાર આવતી જોવા મળી રહી છે. આ દરમિયાન કાજોલ તેના સિક્યોરિટી ગાર્ડને ધક્કો મારે છે, જે જોઈ ફેન્સ ભકડી ઉઠ્યા છે.

બોલિવુડ અભિનેત્રી કાજોલે ગાર્ડને માર્યો ધક્કો ! વીડિયો જોઈ યુઝર્સ ભડક્યા, કહ્યું- જયા બચ્ચન બની ગઈ છે
Kajol pushed the guard

Follow us on

કાજોલને એક એવી અભિનેત્રી માનવામાં આવે છે જે સંપૂર્ણપણે અનફિલ્ટર બોલે છે. જ્યારે તેની સ્પષ્ટવક્તા અને બોલ્ડ શૈલી કેટલાકને પસંદ આવે છે, તો કેટલીકવાર તેની અમુક હરકતોને ફેન્સ નાપસંદ પણ કરે છે. ત્યારે હાલમાં જ તેનો એક વીડિયો સામે આવ્યો છે જેને જોયા બાદ યુઝર્સ તેની સરખામણી જયા બચ્ચન સાથે કરવા લાગ્યા.

વાસ્તવમાં કાજોલ હાલમાં જ તેના પુત્ર યુગ સાથે ડોક્ટર પાસે ગઈ હતી. જ્યારે તે ત્યાંથી નીકળી ત્યારે તેણે પુત્ર યુગનો હાથ પકડ્યો હતો. તેની આગળ ગાર્ડ ચાલી રહ્યો હતો, જે ચાલતા ચાલતા આગળ આવી તો ગાર્ડ આગળ આવી જતા તેણે સુરક્ષાકર્મીને ધક્કો માર્યો હતો. આ વીડિયોમાં પણ જોઈ શકાય છે. કાજોલનું આવું વલણ જોઈને યુઝર્સ ગુસ્સે થઈ ગયા અને સતત કોમેન્ટ કરવા લાગ્યા.

શ્રાદ્ધ પક્ષમાં બનાવો શાનદાર પનીર રબડી
Broccoli : બ્રોકોલી છે પોષક તત્વોનો ખજાનો, જાણો અઠવાડિયામાં કેટલી વાર ખાવું?
કેવી રીતે ખબર પડે કે તમારૂ લીવર ખરાબ થઇ રહ્યું છે ?
આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો

કાજોલનું વલણ જોઈને યુઝર્સ ગુસ્સે

વીડિયો પર એક યુઝરે લખ્યું કે, કાજોલ દિવસેને દિવસે જયા બચ્ચન કેમ બની રહી છે? બીજા એ કોમેન્ટ કરી કે, ‘કાજોલને શું પ્રોબ્લેમ છે? શું તમે તમારી પોતાની સુરક્ષા સાથે સમાધાન કર્યું છે? અન્ય એક યુઝરે લખ્યું, ‘તે કેટલી અહંકારી છે, તેણે પોતાના ગાર્ડને ધક્કો માર્યો.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘જે વ્યક્તિ સુરક્ષા આપી રહ્યો છે તેનું તો સન્માન કરો.’ એકે લખ્યું, ‘તે સિક્યોરિટી ગાર્ડ સાથે આટલું વિચિત્ર વર્તન આ જ કરી શકે. ફોકટનો એટિટ્યુડ છે.

યુગ બીમાર હતો, કાજોલ તેને ડૉક્ટર પાસે લઈ ગઈ

જો કે, ચાહકોએ કાજોલનો બચાવ કર્યો અને કહ્યું કે તે તેના બીમાર પુત્રને કારણે ચિંતિત હતી અને કદાચ તેથી જ તેણે આવું કર્યું. વીડિયોમાં યુગ પણ બીમાર દેખાઈ રહ્યો છે. કાજોલે બ્લેક કુર્તો અને જીન્સ પહેર્યું હતું અને યુગના ચહેરાને જોઈને લાગતું હતું કે તેને ચાલવામાં તકલીફ થઈ રહી છે.

13મી સપ્ટેમ્બરે જન્મદિવસ મનાવ્યો

13મી સપ્ટેમ્બરના રોજ યુગનો 14મો જન્મદિવસ હતો અને કાજોલ-અજય દેવગણે ઈન્સ્ટાગ્રામ પર તેમના પ્રિયતમ માટે પ્રેમની પોસ્ટ શેર કરી હતી. કાજોલ અને અજયના લગ્ન વર્ષ 1999માં થયા હતા. પુત્રી નીસાનો જન્મ 2003માં થયો હતો જ્યારે યુગનો જન્મ 2010માં થયો હતો.

Next Article