AMAZON PRIME પર ધમાકો કરશે જોન-ઈમરાનની ફિલ્મ, આટલા કરોડમાં ફાઇનલ થઈ છે ડીલ

|

Jan 18, 2021 | 3:12 PM

જોન અબ્રાહમ (JOHN ABRAHAM) અને કિસર બોય તરીકે જાણીતો ઈમરાન હાશ્મીને(EMRAAN HASHMI)  ફરી એક વાર ફેન્સ મોટા પડદા પર જોવા માંગે છે.

AMAZON PRIME પર ધમાકો કરશે જોન-ઈમરાનની ફિલ્મ, આટલા કરોડમાં ફાઇનલ થઈ છે ડીલ

Follow us on

જોન અબ્રાહમ (JOHN ABRAHAM) અને કિસર બોય તરીકે જાણીતો ઈમરાન હાશ્મીને (EMRAAN HASHMI) ફરી એક વાર ફેન્સ મોટા પડદા પર જોવા માંગે છે. ફેન્સને આ ઈમરાન-જોનની જોડીને જોવા આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. પરંતુ ફેન્સની આતુરતાનો અંત જલ્દી જ આવી જશે.

જોન અને ઈમરાન સ્ટારર ફિલ્મ મુંબઈ સાગાની ( MUMBAI SAGA ) ફેન્સ રાહ જોઇ રહ્યા છે. આ ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં જોન અને ઈમરાન સિવાય પ્રતિક બબ્બર, જેકી શ્રોફ, સુનિલ શેટ્ટી, રોનીત રૉય અને ગુલશન ગ્રોવર લીડ રોલમાં નજરે આવશે. આ ફિલ્મ સિનેમા ઘરમાં નહિ પરંતુ ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર જલ્દી જ રિલીઝ થશે. આ ફિલ્મ અમેઝોન પ્રાઇમ (AMAZON PRIME) પર રિલીઝ થશે.

રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મના રાઇટ્સ (RIGHTS) અમેઝોન પ્રાઇમને વેચી ચૂક્યા છે. આ ડીલ 65 કરોડમાં સાઇન થઈ છે. આ ડીલમાં વાર્તાની સાથે સંગીતના રાઇટ્સ પણ સામેલ છે. ટી-સિરીઝને (T-SERIES) પણ આ ડીલથી સારો નફો મળ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મુંબઈ સાગાનું ટ્રેલર તૈયાર છે અને મેકર્સ જલ્દીથી ફિલ્મની ઘોષણા કરી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો, ‘મુંબઈ સાગા’ ફિલ્મના નિર્માતાઓએ થોડા દીવસ પહેલા ફિલ્મની વિશેષ સ્ક્રિનિંગ રાખી હતી, જેમાં ઓટીટીના પ્રતિનિધિઓએ આ ફિલ્મ જોઈને પસંદ કરી હતી. સંજય ગુપ્તા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘મુંબઈ સાગા’ એક એક્શન ક્રાઇમ ફિલ્મ છે.

કોરોનાની મહામારીની મનોરંજન ઉદ્યોગ પર સૌથી વધુ અસર પડી છે. નિર્માતાઓ પોતાને નુકસાનથી બચાવવા માટે સિનેમાઘરોને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરી રહ્યા છે. રિપોર્ટસનું માનીએ તો, કાર્તિક આર્યનની (KARTIK ARYAN) ધમાકા પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

જોન અબ્રાહમના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો જોન આજકાલ સત્યમેવ જયતે-2 નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે દિવ્યા ખોસલા કુમાર નજરે આવશે. આ ફિલ્મ ઈદના દિવસે એટલે કે, 12 મેના રોજ સિનેમા ઘરોમાં રિલિઝ થશે. ફિલ્મના પોસ્ટર સાથે રિલિઝ ડેટ પણ જાહેર થઈ ગઈ છે.

આ પણ વાંચો:  એક કિલો ગોળની કિંમત જાણીને ચોંકી જશો, જાણો શું છે આ JAGGERYની વિશેષતા

Next Article