Jersey Postponed : શાહિદ કપૂરની ‘જર્સી’ની રિલીઝ ડેટ Postponed, હવે આ દિવસે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ

|

Apr 11, 2022 | 12:16 PM

શાહિદ કપૂર(Shahid Kapoor)ની ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે. આ સમાચાર સાંભળીને દરેકને આશ્ચર્ય થયું છે, કારણ કે ફિલ્મ જર્સી આવતા અઠવાડિયે એટલે કે 14મી એપ્રિલ 2022ના રોજ રિલીઝ થવાની હતી.

Jersey Postponed : શાહિદ કપૂરની જર્સીની રિલીઝ ડેટ Postponed, હવે આ દિવસે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
શાહિદ કપૂરની 'જર્સી'ની રિલીઝ ડેટ Postponed
Image Credit source: Instagram

Follow us on

Jersey Postponed : શાહિદ કપૂર (Shahid Kapoor) સ્ટારર ફિલ્મ ‘જર્સી’(Jeresy)ની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ લાગે છે કે આ ફિલ્મ માટે દર્શકોએ થોડી વધુ રાહ જોવી પડશે. શાહિદ કપૂરની ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે. આ સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા, કારણ કે આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થવાની હતી. થોડા દિવસો પહેલા શાહિદ કપૂર ફિલ્મના પ્રમોશન માટે દિલ્હી (Jeresy Release Date) આવ્યો હતો. શાહિદે પોતે દિલ્હીમાં ફિલ્મની ફાઈનલ રિલીઝ ડેટ જણાવી હતી. પરંતુ રાતોરાત કંઈક એવું બન્યું કે, ફિલ્મ જર્સીની રિલીઝ ડેટ બદલાઈ ગઈ.

આ છે શાહિદ કપૂરની ‘જર્સી’ની નવી રિલીઝ ડેટ

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ફિલ્મ વિશ્લેષક તરણ આદર્શે એક પોસ્ટ કરીને ચાહકોને આ ફિલ્મ વિશે જાણકારી આપી હતી. તરણ આદર્શે ટ્વિટ કરીને કહ્યું- ‘એક્સક્લુઝિવ બ્રેકિંગ ન્યૂઝ.. જર્સી મોકૂફ રાખવામાં આવી છે. હવે આ ફિલ્મ રિલીઝ ડેટના એક અઠવાડિયા પછી રિલીઝ થશે. હવે આ ફિલ્મ 22 એપ્રિલે સિનેમાઘરોમાં આવશે. તમને જણાવી દઈએ કે, અગાઉ શાહિદ કપૂરની ફિલ્મ 14 એપ્રિલે જ રિલીઝ થઈ રહી હતી. આ ફિલ્મની સાથે સાઉથ સુપરસ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘KGF’ ચેપ્ટર 2 પણ આ જ તારીખે સિનેમાઘરોમાં આવી રહી છે.

શાહિદની ફિલ્મ જર્સીની રિલીઝ ડેટ કેમ બદલાઈ? શું કારણ હોઈ શકે

માનવામાં આવે છે કે, આ ફિલ્મ આવતાની સાથે જ બોક્સ ઓફિસને હચમચાવી નાખશે. કલેક્શનની દ્રષ્ટિએ, KGF 2 ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી શકે છે. તો શું આ જ કારણ છે કે શાહિદ કપૂરની ફિલ્મ જર્સીની રિલીઝ ડેટ પાછળ ધકેલી દેવામાં આવી છે? તમને જણાવી દઈએ કે, KGF ફિલ્મ 14 એપ્રિલે સિનેમાઘરોમાં ધમાલ મચાવનારી છે. હવે આવતા અઠવાડિયે જર્સી પણ રિલીઝ થઈ રહી છે, આવી સ્થિતિમાં યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે KGFનું ઓપનિંગ હવે 50 કરોડથી થશે. હિન્દી બેલ્ટમાં આ ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવાનો ફાયદો KGFને મળે છે કે નહીં તે જાણવું રસપ્રદ રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : જો ભારત વિશ્વભરમાં ઓર્ગેનિક ફૂડની માગ પૂરી કરશે તો અર્થવ્યવસ્થાનું થઈ જશે કાયાકલ્પ: ગૃહ પ્રધાન અમિત શાહ

Next Article