AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કંગનાને છૂટ આપવા સામે જાવેદ અખ્તરના વકીલે કર્યો વિરોધ, કોર્ટને કહ્યું ટ્રાયલમાં થઈ રહ્યો છે વિલંબ

કંગના રનૌત કોર્ટમાં હાજર થવાથી સહમત નથી અને તેણે એવો પણ આરોપ લગાવ્યો કે મેજિસ્ટ્રેટ દ્વારા તેને હેરાન કરવામાં આવી રહી છે. હવે કંગના આ મામલાને બોમ્બે હાઈકોર્ટમાં લઈ જવાની તૈયારી કરી રહી છે.

કંગનાને છૂટ આપવા સામે જાવેદ અખ્તરના વકીલે કર્યો વિરોધ, કોર્ટને કહ્યું ટ્રાયલમાં થઈ રહ્યો છે વિલંબ
javed-kangana ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 9:35 AM
Share

કંગના રનૌત (Kangana Ranaut) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી બિનજામીનપાત્ર અરજીને 4 જાન્યુઆરીના રોજ મુંબઈની કોર્ટ ( Mumbai court) ફગાવી દીધી હતી. માનહાનિના કેસમાં આ અરજી પીઢ લેખક જાવેદ અખ્તર (Javed Akhtar) દ્વારા અભિનેત્રી વિરુદ્ધ ગયા મહિને એટલે કે ડિસેમ્બર 2021માં દાખલ કરવામાં આવી હતી. મંગળવારે સુનાવણી દરમિયાન કંગના ફરી એકવાર કોર્ટમાં હાજર રહી ન હતી. 4 જાન્યુઆરીના રોજ 10મી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે કંગનાને સુનાવણી માટે મુક્તિ આપી હતી, કારણ કે તેના વકીલે કોર્ટને કહ્યું હતું કે અભિનેત્રીની તબિયત સારી નથી. જોકે, જાવેદ અખ્તરના વકીલે કંગનાને આપવામાં આવેલી છૂટ પર કોર્ટમાં પોતાનો વાંધો નોંધાવ્યો છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, મંગળવારે યોજાયેલી સુનાવણી દરમિયાન, કંગના રનૌત તરફથી હાજર રહેલા એડવોકેટ રિઝવાન સિદ્દીકીએ અભિનેત્રીની હાજરીમાંથી મુક્તિ માંગી હતી અને કહ્યું હતું કે કંગના ખરાબ હવામાનમાં મુસાફરી કરી રહી હતી અને તે તબિયત સારી નથી. તેણે વધુમાં ઉમેર્યું હતું કે અભિનેત્રીએ પહેલેથી જ કહ્યું હતું કે તેની અરજી તેના વકીલ દ્વારા દાખલ કરી શકાય છે અને તેથી તેની હાજરી ખરેખર જરૂરી નથી. કંગનાના વકીલ રિઝવાનને સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે, પ્રક્રિયા અનુસાર ફરિયાદી દ્વારા આરોપી વ્યક્તિ સુનાવણી માટે હાજર રહે.

જાવેદ અખ્તરના વકીલ જયએ વાંધો ઉઠાવ્યો હતો

રિઝવાનની વાત સાંભળ્યા બાદ કોર્ટે કંગનાને મંગળવારની સુનાવણીમાં હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી. જોકે, જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજે આ છૂટ સામે વાંધો ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે છેલ્લી સુનાવણી દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું કે સુનાવણીની તારીખ આજે એટલે કે 4 જાન્યુઆરીએ થશે અને કંગના રનૌતને પહેલાથી જ ખબર હતી કે તેણે હાજર થવું પડશે. જાવેદ અખ્તર પોતે મંગળવારે કોર્ટમાં હાજર હતા, કારણ કે તે સામાન્ય રીતે સુનાવણીની મોટાભાગની તારીખે હાજર રહે છે.

જય ભારદ્વાજે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સમગ્ર ટ્રાયલમાં વિલંબ થઈ રહ્યો છે કારણ કે મામલો માત્ર કંગના રનૌતની અરજી રેકોર્ડ કરવા માટે અટકી ગયો છે અને તે હાજર ના રહેવાથી તે રેકોર્ડ કરવામાં આવી રહી નથી.

તમને જણાવી દઈએ કે કંગના રનૌત કોર્ટમાં હાજર થવાથી સહમત નથી અને તેણે એવો પણ આરોપ લગાવ્યો કે મેજિસ્ટ્રેટ દ્વારા તેને હેરાન કરવામાં આવી રહી છે. પોતાની પહેલી અરજીમાં કંગનાએ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં અપીલ કરી હતી કે જાવેદ અખ્તરની ફરિયાદ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે. જોકે, તેને ફગાવી દેવામાં આવ્યો હતો. તેણી તેની વિનંતી સાથે દિંડોશી કોર્ટમાં પણ ગઈ હતી, પરંતુ તે ફરીથી નકારી કાઢવામાં આવી હતી. આ પછી હવે કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ મંગળવારે કોર્ટને કહ્યું કે કંગના રનૌત હવે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કરશે.

આ પણ વાંચો : અમેરિકા-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ તરીકે અતુલ કેશપની નિયુક્તિ, કહ્યું બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને કરશે મજબૂત

આ પણ વાંચો : 1200 બાળકોની માતા અને ખ્યાતનામ કાર્યકર્તા પદ્મશ્રી સિંધુતાઈ સપકાલનું નિધન, લાંબા સમયથી હતા હોસ્પિટલમાં ભરતી

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">