RSS, VHP અને બજરંગ દળની તાલીબાન સાથે સરખામણી, જાવેદ અખ્તરના આ નિવેદન બાદ વિવાદ

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની સ્થાપના બાદ ભારતીય મુસ્લિમોના એક વિભાગે તેના પર ખુશી વ્યક્ત કરી હતી. જેના પર જાવેદ અખ્તરે કહ્યું હતું કે, 'આવા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. આ સિવાય જાવેદ અખ્તરે RSS, VHP અને બજરંગ દળની તાલીબાન સાથે સરખામણી કરી છે.

RSS, VHP અને બજરંગ દળની તાલીબાન સાથે સરખામણી, જાવેદ અખ્તરના આ નિવેદન બાદ વિવાદ
Javed Akhtar compares RSS VHP and Bajrang Dal with Taliban
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 2:07 PM

પ્રખ્યાત કવિ અને ગીતકાર જાવેદ અખ્તરે (Javed Akhtar) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની તુલના તાલિબાન સાથે કરી છે. તેમણે કહ્યું છે કે આરએસએસનું સમર્થન કરનારાઓની માનસિકતા તાલિબાન (Taliban) જેવી જ છે. તેમણે એમ પણ કહ્યું છે કે જેઓ આરએસએસનું સમર્થન કરે છે તેઓએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ.

એક અંગ્રેજી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જાવેદ અખ્તરે કહ્યું કે RSS, VHP અને બજરંગ દળ જેવા સંગઠનો તાલિબાન જેવા છે. ભારતનું બંધારણ તેમના માર્ગમાં અવરોધ બની રહ્યું છે. જો થોડી તક આપવામાં આવે તો તેઓ હદ પાર કરવામાં અચકાશે નહીં. જાવેદ અખ્તરના આ નિવેદન પર હોબાળો મચી ગયો છે. ભાજપના ધારાસભ્ય અતુલ ભટખાલકરે ચેતવણી સ્વરમાં કહ્યું કે તે અફઘાનિસ્તાન અથવા પાકિસ્તાન જઈને તાલિબાન વિરુદ્ધ નિવેદન આપી બતાવે. તેમણે માંગ કરી છે કે જાવેદ અખ્તર પોતાનું નિવેદન પાછું ખેંચે નહીંતર કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહે.

મુસલમાનો સાથે મોબલીન્ચિંગ, ડ્રેસ રિહર્સલ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ખાનગી સમાચાર સંસ્થા સાથે વાત કરતા જાવેદ અખ્તરે કહ્યું કે વિશ્વના તમામ જમણેરી લોકો એક જ પ્રકારના મિજાજના લોકો છે. ભારતમાં લઘુમતીઓની મોબ લિંચિંગની ઘટનાઓ પર બોલતા જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે તે સંપૂર્ણપણે તાલિબાન જેવા બનતા પહેલાનું આ ડ્રેસ રિહર્સલ છે. આ બધા લોકો એક જ પ્રકારના છે. માત્ર તેમના નામ અલગ છે.

RSS, બજરંગ દળ, VHP ના સમર્થકોએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ

જાવેદ અખ્તરે કહ્યું, ‘મને લાગે છે કે જેઓ RSS, વીએચપી, બજરંગ દળ જેવી સંસ્થાઓને ટેકો આપે છે, તેઓએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. તાલિબાન મધ્યયુગીન માનસિકતા ધરાવે છે. તેમાં કોઈ શંકા નથી. તેઓ બર્બર, તોફાની છે. પરંતુ તમે જેમને ટેકો આપી રહ્યા છો એમનામાં અને તાલિબાન વચ્ચે ક્યાં ફરક છે. ઉલટું, આમ કરીને તમે માત્ર તાલિબાની માનસિકતાને મજબૂત કરી રહ્યા છો. તમે પણ એ જ રસ્તે આગળ વધી રહ્યા છો. તેમની અને આમની માનસિકતા સમાન છે.

ભારતમાં મુઠ્ઠીભર મુસ્લિમો તાલિબાનના સમર્થક છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની સ્થાપના બાદ ભારતીય મુસ્લિમોના એક વિભાગે ખુશી વ્યક્ત કરી અને તેનું સ્વાગત કર્યું. આ અંગે જાવેદ અખ્તરે કહ્યું કે, ‘આવા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. આ લોકો ફ્રિન્જ તત્વ છે. મોટાભાગના મુસ્લિમો આવા લોકોના નિવેદનો સાંભળીને ચોંકી ગયા છે અને તેઓ આવા લોકોની વાતો સાથે સહમત નથી, માનતા નથી.

તફાવત એ છે કે તેઓ તાલિબાન છે, અને આ તાલિબાન બનવા જઈ રહ્યા છે.

જાવેદ અખ્તર કહે છે કે તાલિબાનીઓ અને આ સંગઠનોમાં માત્ર એક જ તફાવત છે. એ છે કે, તેઓ તાલિબાન છે અને આ સંગઠનો હજુ તાલિબાન બનવાના બાકી છે. એન્ટી રોમિયો બ્રિગેડ, મહિલાઓના હાથમાં મોબાઈલનો વિરોધ કરનારા લોકો આવા જ લોકો છે. જાવેદ અખ્તરે કહ્યું કે, ‘ભલે તે મુસ્લિમ દક્ષિણપંથી હોય, ખ્રિસ્તી જમણેરી હોય કે હિન્દુ દક્ષિણપંથી, તેઓ બધાની સમગ્ર વિશ્વમાં સમાન વિચારસરણી છે. તેઓ ઈસ્લામિક રાજ્ય બનાવવા જઈ રહ્યા છે અને આ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ‘જાવેદ અખ્તર આગળ કહે છે કે’ આ લોકો પણ ઈચ્છે છે કે કોઈ છોકરો અને છોકરી એક સાથે પાર્કમાં ન જાય. ફરક માત્ર એટલો છે કે આ લોકો તાલિબાન જેવા શક્તિશાળી નથી બન્યા. પરંતુ તેમનો હેતુ તાલિબાનની જેમ જ છે.

જાવેદ અખ્તરના નિવેદનો સામે ભાજપની પ્રતિક્રિયા

જાવેદ અખ્તરના આ નિવેદનો પર પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. ભાજપના ધારાસભ્ય અતુલ ભટખાલકરે એક વિડીયો જારી કર્યો છે, જેમાં લખ્યું છે કે, ‘જાવેદ અખ્તરે આરએસએસ, વીએચપીની તાલિબાન સાથે તુલના કરીને હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. ભાજપના ધારાસભ્યએ જાવેદ અખ્તરને પડકાર ફેંક્યો અને તેમને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જઈને તાલિબાન વિરુદ્ધ નિવેદન આપી બતાવવા કહ્યું. તેમણે કહ્યું કે ભારતમાં હિન્દુઓ બહુમતીમાં છે, તેથી લોકશાહી અકબંધ છે. જાવેદ અખ્તરે હિન્દુ સમાજની માફી માંગવી જોઈએ અને પોતાનું નિવેદન પાછું લેવું જોઈએ. અન્યથા કાનૂની કાર્યવાહી માટે તૈયાર રહો.

આ પણ વાંચો: KBC 13: ફરાહ ખાને દીપિકાની સામે લીધું બિગ બીનું ઓડિશન, વિડીયો જોઈને તમે પણ હસી પડશો

આ પણ વાંચો: સેલિબ્રિટીના મૃત્યુને બનાવી દેવામાં આવે છે તમાશો! અનુષ્કા શર્મા અને ઝાકીર ખાનનો ફૂટ્યો ગુસ્સો, જુઓ પોસ્ટ

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">