સેલિબ્રિટીના મૃત્યુને બનાવી દેવામાં આવે છે તમાશો! અનુષ્કા શર્મા અને ઝાકીર ખાનનો ફૂટ્યો ગુસ્સો, જુઓ પોસ્ટ

સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર વખતે ઘણા સેલેબ્સ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. આ દરમિયાન, ઘણા ફોટોગ્રાફરોની ભીડ પણ તેમના ફોટા ક્લિક કરવા માટે ત્યાં હાજર હતી. આ બાબતે હવે ઝાકીર ખાન અને અનુષ્કાએ પોસ્ટ શેર કરી છે.

સેલિબ્રિટીના મૃત્યુને બનાવી દેવામાં આવે છે તમાશો! અનુષ્કા શર્મા અને ઝાકીર ખાનનો ફૂટ્યો ગુસ્સો, જુઓ પોસ્ટ
Anushka sharma shares zakir khan post says how celebrity death turned into drama

હાસ્ય કલાકાર ઝાકિર ખાને (Zakir Khan) એક સેલેબના મૃત્યુ પછી શું થાય છે તેના વિશે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. અનુષ્કા શર્મા (Anushka Sharma) પણ ઝાકિરની આ પોસ્ટ સાથે ખૂબ સહમત છે. તેણે ઝાકીરની પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ પોસ્ટ જણાવે છે કે કેવી રીતે સેલિબ્રિટીનું મૃત્યુ એક ભવ્યતા બની જાય છે. ઝાકીરની આ પોસ્ટ સિદ્ધાર્થ શુક્લના મૃત્યુ પછીની છે.

આ પોસ્ટમાં લખ્યું છે, ‘તેઓ તમને માણસ નથી માનતા. તેથી જ ત્યાં કોઈ લાઈન નથી, કોઈ સીમાઓ નથી. તમારા શબ તેમના માટે આત્મા વગરનું શરીર નહીં. માત્ર તસ્વીરો લેવાની એક વધુ તક છે. જેટલી શક્ય હોય તેટલી.

‘આ તોફાનોમાં સળગતા ઘરમાંથી વાસણો ચોરવાનો પ્રયાસ કરવા જેવું છે, કારણ કે તેના પછી તમે તેમના શું કામ આવશો? મહત્તમ 10 ફોટા, 5 સમાચાર, 3 વિડીયો, 2 સ્ટોરી અને 1 પોસ્ટ. બસ પછી સમાપ્ત. તમારું મૃત્યુ માત્ર તમાશો જ રહેશે.

રડતી માતા પણ એક તમાશો છે, દુ:ખથી તૂટેલો પિતા એક તમાશો છે, એક ઉદાસ બહેન, હિંમત હારેલા ભાઈ, દરેક વ્યક્તિ જે તમને પ્રેમ કરે છે તે તેમના માટે એક તમાશો છે. જો તમે જીવતા હોત, તો વસ્તુઓ અલગ હોત. તમે મૃત્યુ પામ્યા પછી, તમારા મોત પર રડતા તમારા પોતાના, હવે તેમની ભૂખ સંતોષશે.

અંતે, ઝાકિરે લખ્યું, ‘માત્ર એટલું જ કહેવું કે તમે અને મેં આ જીવન પસંદ કર્યું છે. જો તમે જીવતા હોવ ત્યારે આ બાબત જાણતા હોવ તો તમને કદાચ ઓછો અફસોસ થશે. છેલ્લી વખત તમારી આંખો બંધ કરતા પહેલા, ખુશ રહો, તમારા મિત્રોમાં, તમારા લોકોને પ્રેમ કરો, ઘણું શીખો, નવા સંબંધો બનાવો. ફક્ત તેમના માટે ના જીવતા, જેટલું જીવન બચ્યું છે. તમારા માટે જીવો કારણ કે તેમના મતે તમે માણસ નથી. ઝાકીરે આ પોસ્ટ સાથે અભિનેતાના મૃત્યુ બાદ વાયરલ થઇ રહેલી તસ્વીરો અને વાતો પર ગુસ્સો કાઢ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ronny Bhaiya (@zakirkhan_208)

અનુષ્કાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ પોસ્ટ શેર કરી છે. આ સાથે જ વિશાલ દદલાની, ગૌહર ખાન અને ઘણા સેલેબ્સે સિદ્ધાર્થના મૃત્યુ પર કેટલાક મીડિયા કવરેજ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. અભિનેતાના પરિવાર અને નજીકના લોકોના આવા ફોટા લેતા મીડિયા ફોટોગ્રાફરોથી તેઓ નારાજ છે. બધાએ તેનો વિરોધ કર્યો છે.

 

આ પણ વાંચો: Beauty in black: શ્વેતા તિવારીનો ગ્લેમરસ અવતાર, નવી અભિનેત્રીઓને પણ શરમાવે એવી છે ફીટ શ્વેતા

આ પણ વાંચો: એસિડ એટેકની પીડિતા ફરી લડી રહી છે જીવન મરણની જંગ, દીપિકા પાદુકોણે કરી આ મદદ

Click on your DTH Provider to Add TV9 Gujarati