AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈનાં વરસાદની મજા માણતી Janhvi Kapoor એ શેર કરી બોલ્ડ તસ્વીરો, કહ્યું ડાન્સ કરવા વાળાને લોકો સમજે છે

જાનવીએ તેમની કારકિર્દીની શરુઆત ફિલ્મ ધડકથી કરી હતી. આ ફિલ્મમાં જાનવીની સાથે ઇશાન ખટ્ટર (Ishaan Khattar) મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

મુંબઈનાં વરસાદની મજા માણતી Janhvi Kapoor એ શેર કરી બોલ્ડ તસ્વીરો, કહ્યું ડાન્સ કરવા વાળાને લોકો સમજે છે
Janhvi Kapoor
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 12, 2021 | 6:21 PM
Share

મુંબઇમાં ભારે વરસાદની બોલીવુડ સેલેબ્સ મજા લઇ રહ્યા છે. તેમાંથી એક બોલિવૂડ એક્ટ્રેસ જાનવી કપૂર (Janhvi Kapoor) પણ છે. જાનવી ચોમાસાની મજા લઇ રહી છે. વરસાદની મજા માણતાં જાનવીએ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરી છે જે તેમના ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. જાનવી ડાન્સ કરતી જોવા મળી રહી છે.

જાનવીની આ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જાનવીએ ઓફ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો છે. ફોટાઓ શેર કરતી વખતે તેમણે લખ્યું – સંગીત સાંભળી નથી શકતા તેવા લોકો તે લોકોને પાગલ સમજે છે જે ડાન્સ કરતા નજર આવે છે.

અહીં જુઓ જાનવી કપૂરના ફોટા

જાનવીની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સે કમેન્ટ કરી છે. તે જ સમયે, તેમના ચાહકો પોતાની નજર તેમની તસ્વીરોથી દૂર કરી શકતા નથી. એક ચાહકે હાર્ટ ઇમોજી પોસ્ટ કરી છે. જ્યારે બીજાએ ફાયર ઇમોજી પોસ્ટ કરી છે. સારા અલી ખાન (Sara Ali Khan) સહિત ઘણા સેલેબ્સે જાનવીની તસ્વીરને લાઈક કરી છે. આ ફોટો લગભગ 4 લાખ લોકો લાઈક કરી ચુક્યા છે.

મુંબઈમાં ભારે વરસાદને લીધે ઘણી જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે બોલીવુડ સેલેબ્સ ઘરે રહીને વરસાદની મજા લઇ રહ્યા છે.

ઘરમાં કરી રહી છે પેઇન્ટિંગ

જાનવી કપૂરને પેઇન્ટિંગનો ખૂબ શોખ છે. તેમણે તાજેતરમાં પેઇન્ટિંગ કરતી વખતે તેમની તસ્વીર શેર કરી હતી. જાનવીની પેઇન્ટિંગ તેમના ચાહકોને ખૂબ પસંદ આવી હતી. જાનવીએ ફોટો શેર કરતી વખતે લખ્યું – શું હું પોતાને હજી પણ પેઇન્ટર કહી શકું છું?

વર્કફ્રન્ટ પર વાત કરીએ તો, જાનવીએ તેમની કારકિર્દીની શરુઆત ફિલ્મ ધડકથી કરી હતી. આ ફિલ્મમાં જાનવીની સાથે ઇશાન ખટ્ટર (Ishaan Khattar) મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જાનવીની પ્રથમ ફિલ્મથી જ તુલના તેમની માતા શ્રીદેવી સાથે કરવામાં આવી હતી. માતા સાથે તુલના કરવા પર જાનવી ઘણી વાર વાત કરી ચૂકી છે.

જાનવી કપૂર છેલ્લે રાજકુમાર રાવ (Rajkummar Rao) અને વરુણ શર્મા (Varun Sharma) સાથે ફિલ્મ રુહી (Roohi) માં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં દોસ્તાના 2 અને ગુડ લક જૈરીમાં જોવા મળશે. જાનવીએ બંને ફિલ્મ્સનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">