Janhvi Kapoorએ ખોલી સારા અલી ખાનની એવી પોલ, જાણીને શું હશે અભિનેત્રીની પ્રતિક્રિયા?

સારા અલી ખાન અને જ્હાનવી કપૂર બંને થોડા સમય પહેલા મિત્રો બન્યા છે, પરંતુ હવે તેમની મિત્રતા ઘણી મજબૂત બની ગઈ છે. તાજેતરમાં જ એક શો દરમિયાન જ્હાનવીએ સારા સાથેની તેની પ્રથમ મુલાકાતનો અનુભવ શેર કર્યો હતો.

Janhvi Kapoorએ ખોલી સારા અલી ખાનની એવી પોલ, જાણીને શું હશે અભિનેત્રીની પ્રતિક્રિયા?
Janhvi Kapoor, Sara Ali Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 1:25 AM

જ્હાનવી કપૂર (Janhvi Kapoor) અને સારા અલી ખાન (Sara Ali Khan)ને સાથે ઘણી વખત જીમમાં જતી જોવા મળી છે. બંને થોડા દિવસો પહેલા રણવીર સિંહ (Ranveer Singh)ના શો ધ બિગ પિક્ચર (The Big Picture)માં પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેના બોન્ડિંગ વિશે બધાને ખબર પડી. હવે જ્હાનવી સારા સાથેની પહેલી મુલાકાત વિશે વાત કરી. આ શો દરમિયાન રણવીરે જ્હાનવીને પૂછ્યું કે તે સારાની મિત્ર કેવી રીતે બની?

પહેલા બંનેએ કહ્યું કે બંનેના કોમન ફ્રેન્ડ્સ છે. આ પછી જ્હાનવી તે કિસ્સા વિશે જણાવ્યું જ્યારે તેણે સારાને પહેલીવાર જોઈ હતી. જ્હાનવીએ કહ્યું, હું સારાને પહેલીવાર એક એવોર્ડ ફંક્શનમાં મળી હતી. હું મમ્મી (શ્રીદેવી) સાથે ગઈ હતી. અમે તે સમયે યંગ હતા. મને હજુ પણ યાદ છે કે સારા અમૃતા આંટી (અમૃતા સિંહ) સાથે બેઠી હતી અને વારંવાર હિરોઈન જેવા નખરા કરી રહી હતી. તે સમયે સારાએ કદાચ સાડી કે સરવાલ કમીઝ પહેરી હતી. તે પોતાના વાળને પાછળ કરે છે, તે પણ એવી રીતે જેમકે કોઈ અભિનેત્રી હોય. હું તે સમયે સારાની મિત્ર બનવા માંગતી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રણવીરે પણ સંભળાવ્યો કિસ્સો

રણવીરે પણ ફરીથી સારા સાથેની પ્રથમ મુલાકાત વિશે જણાવ્યું. તેમણે કહ્યું, ‘સારા હૈદરાબાદમાં એક લગ્નમાં પહોંચી હતી તે પણ મને પરફોર્મ કરતો જોવા માટે. આ પછી સારા તેની મિત્ર સાથે મારી વેનિટીમાં મને મળવા આવી. ત્યારબાદ અમે સિમ્બા ફિલ્મના શૂટિંગ દરમિયાન સીધા મળ્યા જેમાં અમે સાથે કામ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે સારાએ જ્હાનવી સાથે ફોટો શેર કરીને એક્ટ્રેસના વખાણ કર્યા હતા. તેણે લખ્યું હતું ‘અસલ રાજકુમારી તે હોય છે જે એકબીજાને તાજ પહેરાવે છે. મિત્રતા, પ્રેરણા, જિમથી ગાઉન સુધીનું મોટિવેશન, પ્રેમ, હાસ્ય. તમારી સાથે ઘરે, શૂટ અને ટ્રિપ્સ પર આનંદ આવે છે.

તમને જણાવી દઈએ કે આ શો દરમિયાન જ્હાનવી ડાન્સ ટીચર બની હતી અને તેણે રણવીરને બેલી ડાન્સ શીખવ્યો હતો. આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો, જેમાં જ્હાનવી અને રણવીરે બેલી ડાન્સર્સની જેમ લાલ રંગના વેસ્ટ બેલ્ટ પહેર્યા હતા. ત્યારબાદ જ્હાનવી અને રણવીર નદિયો પાર ગીત પર ડાન્સ કરે છે. સારા પણ આ બંને સાથે ડાન્સ કરે છે. સારા પછી ભલે અટકી જાય છે, પરંતુ રણવીર અટકતો નથી અને ડાન્સ કરતો રહે છે. જ્હાનવી પણ રણવીરની ડાન્સિંગ સ્કિલથી પ્રભાવિત થાય છે.

આ પણ વાંચો :- શું Shah Rukh Khan સાથે ફિલ્મ કરવાની નયનતારાએ પાડી દીધી છે ના? ક્યાંક આર્યન ખાન તો નથી આનું કારણ!

આ પણ વાંચો :- Shilpa Shettyએ પતિ રાજ કુન્દ્રા માટે કરાવી હતી અંડરકટ હેરસ્ટાઈલ, પતિના જામીન માટે રાખી હતી માનતા

g clip-path="url(#clip0_868_265)">