
ભારતીય બિઝનેસ જગતની દિગ્ગજ હસ્તીઓ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ 15 માર્ચના રોજ લૉસ એન્જિલસમાં આયોજિત 98મા ઓસ્કર 2026ના રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. પોતાના પતિ આનંદ પીરામલની સાથે આ ઈવેન્ટમાં સામેલ થઈ હતી. ઈશા અંબાણી માટે ઓસ્કરમાં પહેલો અનુભવ હતો. તે ન્યુયોર્કના મેટ ગાલા જેવા વૈશ્વિક આયોજનોમાં હંમેશા જોવા મળતી રહી છે. પરંતુ ઓસ્કરના મંચ પર તેની એન્ટ્રી આંતરરાષ્ટ્રીય મીડિયા અને ફેશન જગતમાં ચર્ચાનો વિષય રહ્યો.
આ તકે ઈશા અંબાણીએ ફેશન અને પરંપરાનું એક કોમ્બિનેશન પસંદ કર્યું હતુ. તેમણે વેલેન્ટિનો હાટ કાઉચર ફોલ,વિન્ટર 2006-2007 કલેક્શન માટે એક વિન્ટેજ ગાઉન પહેર્યું હતુ. આ સ્ટ્રેપલેસ બ્લેક અને ક્રીમ ગાઉનમાં સુંદર ફુલની ડિઝાઈન ખુબ આકર્ષક લાગી રહી હતી. પોતાના લુકને કમ્પલીટ કરવા માટે તેમણે લોરેન શ્વાર્ટઝ દ્વારા ડિઝાઈન કરેલ ડાયમંડ ચોકર અને મેચિંગ ઈરિંગ્સ પહેર્યા હતા. રેડ કાર્પેટ પર જતા પહેલા તેમણે એકેડમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સનો પ્રવાસ કર્યો હતો. જેનો ઉદ્દેશ્ય નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર અને વૈશ્વિક સિનેમાની સંસ્થાઓ વચ્ચે આપસી સહયોગ વધારવાનો હતો.
ઈશા અંબાણીના આ વિન્ટેજ લુકના લોકો વખાણ કરી રહ્યા છે. તે સ્ટાઈલિશ ગાઉનમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. એક ચાહકે કહ્યું તમે કોઈ હિરોઈનથી ઓછી સુંદર નથી. તો કોઈએ કહ્યું આખા હોલિવુડ પર ભારી પડી ઈશા અંબાણી.
ઈશા અંબાણી માત્ર એક સેલિબ્રિટી જ નથી પણ ભારતના સૌથી મોટા બિઝનેસ સામ્રાજ્ય, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. તે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે રિટેલ ક્ષેત્રનું નેતૃત્વ કરે છે. તે રિલાયન્સ જિયો, રિલાયન્સ ફાઉન્ડેશન અને ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની એક્ઝિક્યુટિવ ટીમોમાં પણ ભૂમિકા ભજવે છે. પર્સનલ લાઈફની જો વાત કરવામાં આવે તો ડિસેમ્બર 2018 માં આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા પછી, આ દંપતીએ 2022 માં જોડિયા બાળકોનું સ્વાગત કર્યું.