‘ભાઈ તું મુસ્લિમ છે?’, ઈરફાનના દીકરા બાબિલને એક યુઝરે પૂછ્યુ, આપ્યો આવો જોરદાર જવાબ
એક સોશિયલ મીડિયા યુઝરે ઈરફાનના પુત્ર બાબિલને સવાલ કર્યો હતો કે 'ભાઈ શું તું મુસ્લિમ છે'. આ પ્રશ્નનો બાબીલે એવો જવાબ આપ્યો કે ચોતરફ તેની ચર્ચા થવા લાગી.

ઈરફાનના (Irrfan) દીકરા બાબિલને (Babil) લઈને આજકાલ ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. બાબિલ ખરેખરમાં સોશિયલ મીડિયામાં ઘણો એક્ટીવ રહે છે. સોશિયલ મીડિયા (Social Media) થકી બાબિલ પોતાના ફેન્સ સાથે જોડાયેલો રહે છે. પિતાના પગલે ચાલતો બાબિલ હવે બોલીવુડમાં પણ એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. ઈરફાનના મૃત્યુ પછી બોલીવુડને બાબિલથી પણ એજ આશાઓ છે.
ધર્મને લઈને સવાલ
બાબિલ પોતાની ભાવનાઓ સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. એટલું જ નહીં ઘણી વાર તેઓ ફેન્સ સાથે સવાલ જવાબ પણ કરતા રહે છે. આવામાં બાબિલને એક યુઝરે (User’s Question) સવાલ પૂછ્યો હતો. સવાલ ખુબ ચર્ચાયો છે સાથે સાથે બાબીલે આપેલો જવાબ વધુ ચર્ચાયો છે. બાબિલે આપેલા શાનદાર જવાબે લાખો ફેન્સનું દિલ જીતી લીધું છે.
બાબિલે આપ્યો આ જવાબ
ખરેખરમાં વાત એમ છે કે બાબિલને એક યુઝરે પૂછ્યું હતું કે ‘ભાઈ શું તું મુસ્લિમ છે?’. ધર્મ પર પૂછવામાં આવેલા સવાલના જવાબમાં બાબિલે જે લખ્યું તે તમને ઈરફાનની યાદ અપાવી દેશે. બાબિલે સ્ક્રીનશોટ શેર કરીને એમાં લખ્યું છે કે, ‘હું કોઈ ધર્મથી નથી. મેં બાઈબલ, ભગવદ્ ગીતા, કુરાન વાંચી છે અને ગુરુ ગ્રંથ સાહિબ વાંચી રહ્યો છું. હું દરેક માટે છું. આપણે એકબીજાને આગળ લાવવા માટે શું મદદ કરીએ છીએ, એ જ દરેક ધર્મનો આધાર છે.’

Irrfan’s son Babil’s answer
ઈરફાનની ઝલક જોવા મળી
ધર્મને લઈને બાબિલનો આ જવાબ ઈરફાનની યાદ અપાવી દે તેવો છે. ઈરફાને ક્યારેય કોઈ ધર્મને લઈને દલીલો કરતા નથી જોયા. ઈરફાને હંમેશા માણસાઈ ધર્મને માન્યો હતો. તેઓ કોઈ ધર્મનો અનાદર કરતા ન હતા. ના કોઈ ધર્મની તરફેણ તેમની વાતોમાં જોવા મળતી હતી. બાબિલ પણ તેના પિતાની આ પરંપરાને આગળ વધારી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
બાબિલનો આ જવાબ ફેન્સના ડીલ જીતી રહ્યો છે. લોકો આ સ્ક્રીનશોટ શેર કરી કરીને બાબિલના વખાણ કરી રહ્યા છે. સાથે સાથે ઈરફાનને યાદ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Vicky Kaushal Net Worth: વિક્કી કૌશલની પાસે છે કરોડોની સંપત્તિ, જાણો કઈ કારના શોખીન છે અભિનેતા
આ પણ વાંચો: Dhaakadમાં કંગના રનૌત ભજવશે સ્પેશિયલ એજન્ટની ભૂમિકા, અભિનેત્રીએ ચાહકો માટે શેર કર્યો પોતાનો લુક