AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 ફિલ્મોમાં ડાકુનો રોલ કર્યો હતો આ રોમેન્ટિક હીરોએ, આ કારણે બદલવું પડ્યું હતું અસલી નામ

આજે દિગ્ગજ કલાકાર સુનીલ દત્તની પુણ્યતિથિ છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે આ કલાકારે તેના જીવનમાં ઘણા ડાકુના રોલ પણ કર્યા હતા. ચાલો જણાવીએ કેટલીક વાતો.

20 ફિલ્મોમાં ડાકુનો રોલ કર્યો હતો આ રોમેન્ટિક હીરોએ, આ કારણે બદલવું પડ્યું હતું અસલી નામ
સુનીલ દત્ત
| Updated on: May 25, 2021 | 3:34 PM
Share

બોલિવૂડ અભિનેતા સુનીલ દત્તનું નામ ફિલ્મ જગતમાં ખુબ આદર પૂર્વક લેવામાં આવે છે. તેમને ઘણી ફિલ્મોમાં પોતાના અભિનય દ્વારા લોકોનું દિલ જીતી લીધું. અભિનેતાએ એવા પ્રકારની રોમેન્ટિક ફિલ્મો કરી હતી કે અત્યારે તેમને માત્ર રોમેન્ટિક ફિલ્મો માટે જ યાદ કરવામાં આવે છે. પરંતુ આ સિવાય કેટલીક ફિલ્મોમાં તેમણે ડાકુની ભૂમિકા ઓન નિભાવી હતી. તેમને આ ભૂમિકામાં પણ પોતાની અભિનયથી લોકોનું દિલ પણ જીત્યું. આજે આ દિગ્ગજ અભિનેતાની પુણ્યતિથિ છે, તો ચાલો જણાવીએ તેમની કારકિર્દી સાથે જોડાયેલી કેટલીક વાતો.

સુનિલ દત્તે 1955 ની સાલમાં ફિલ્મ રેલ્વે પ્લેટફોર્મથી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. મધર ઈન્ડિયા અને સાધના જેવી ફિલ્મોએ તેમને ખુબ પ્રસિદ્ધિ અપાવી. વાત છે વર્ષ 1963 ની, ફિલ્મનું નામ હતું મુઝે જીને દો, જેમાં સુનીલ દત્તે પહેલી વાર ડાકુનો રોલ કર્યો. સુનીલ દત્તે તે સમયે તેની કારકિર્દીની શરૂઆત જ કરી હતી. અને આવા સમયે ડાકુના રોલ માટે તેમને ભારે પ્રશંસા પ્રાપ્ત થઇ હયી.

પ્રથમ વખત ડાકુનો રોલ કર્યો ત્યારે તેમને ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને ફક્ત 6-7 વર્ષ થયા હતા. તેમને પોતાના અભિનયનો ડંકો વગાડી દીધો હતો, અને અચાનક ડાકુ બનવાનું નક્કી કર્યું. સમય એવો હતો કે આ નિર્ણયથી કરિયર ખતમ થઇ શકે એમ હતું, પરંતુ એવું થયું નહીં. તેમના અભિનયને ફિલ્મમાં ખુબ પસંદ કરવામાં આવ્યો. ફિલ્મમાં તેમના અભિનયથી એવું બન્યું કે સૌનો ડાકુ પ્રત્યેનો દૃષ્ટિબિંદુ પણ બદલાયો.

20 ફિલ્મોમાં બન્યા હતા ડાકુ

સુનિલ દત્તે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન લગભગ 20 ફિલ્મોમાં ડાકુ અને એન્ટિ હીરોની ભૂમિકા ભજવી હતી. પરંતુ તેમની કારકિર્દીમાં આવી ભૂમિકા કરવા માટે તે ક્યારેય ટાઇપકાસ્ટ બન્યા નહીં. તેમણે રેશ્મા અને શેરા, મુઝે જીને દો, જાની દુશ્મન, બદલે કી આગ અને રાજ તિલક જેવી ફિલ્મોમાં ડાકુની ભૂમિકા ભજવી હતી.

બદલ્યું રિયલ નામ

અભિનેતાનું અસલી નામ બલરાજ દત્ત હતું. પરંતુ જ્યારે તે ફિલ્મોમાં આવ્યા ત્યારે બલરાજ સાહની તે સમયે ખૂબ જ મોટા અભિનેતા હોત. નામ વિશે કોઈ મૂંઝવણ ન થાય તે કારણે તેમણે તેમનું નામ સુનીલ દત્ત રાખ્યું. અભિનેતાએ નરગિસ દત્ત સાથે લગ્ન કર્યા. તેમની છેલ્લી ફિલ્મ મુન્નાભાઇ એમબીબીએસ હતી જે વર્ષ 2003 માં આવી હતી. આ ફિલ્મમાં તેમનો પુત્ર સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં હતો. 25 મે 2005 ના રોજ 75 વર્ષની વયે તેમનું અવસાન થયું

આ પણ વાંચો: 10 કરોડ Android users માટે ખરાબ સમાચાર, તુરંત ડીલીટ કરી દો આ Apps, નહીં તો થશે મોટું નુકસાન

g clip-path="url(#clip0_868_265)">