ઈન્ડિયન આઈડોલ-12ના પવનદિપને થયો કોરોના, શુ શો થશે બંધ ?

આદિત્ય નારાયણ (Aditya Narayan)ને કોરોના પોઝીટીવ થયા બાદ, ઈન્ડિયન આઈડોલના સેટ ઉપર સાવચેતી વધારવામાં આવી છે. જેના ભાગરૂપે જ ઈન્ડિયન આઈડોલ-12ના સ્પર્ધકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

ઈન્ડિયન આઈડોલ-12ના પવનદિપને થયો કોરોના, શુ શો થશે બંધ ?
ઈન્ડિયન આઈડોલ-12ના સ્પર્ધક પવનદિપને થયો કોરોના
Follow Us:
| Updated on: Apr 07, 2021 | 6:07 PM

ટેલિવીઝનની મનોરંજન ચેનલ ઉપરથી પ્રસારીત થતા રિયાલીટી શો ( Reality Show) ઈન્ડિયન આઈડોલ-12 ( Indian Idol 12) ના દર્શકો માટે ખરબા સમાચાર આવ્યા છે. આધારભૂત સૂત્રોની વાત માનીએ તો, ઈન્ડિયન આઈડોલના સ્પર્ધક પવનદિપ રાજનને ( Pawandeep Rajan ) કોરોના થયો છે. આ શોના એન્કર આદિત્ય નારાયણને ( Aditya Narayan)કોરોના પોઝીટીવ થયા બાદ ઈન્ડિયન આઈડોલના સેટ ઉપર વધારે સાવચેતી અને સાવધાની રાખવામાં આવી રહી હતી. જેના ભાગરૂપે રોજબરોજ સ્પર્ધકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં, ઈન્ડિયન આઈડોલનો ટોપ-9 સ્પર્ધકમાં આવી ગયેલા પવનદિપનો કોવિડ19 (Covid19)ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. પવનદિપનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યો છે.

ઈન્ડિયન આઈડોલ-12નું શુ થશે ? પવનદિપને કોરોના થવાથી એ સવાલ ઊભો થાય છે કે, શુ પવનદિપની સાથે રહેલા તમામ સ્પર્ધકોને ક્વોરોન્ટાઈન કરવામાં આવે છે કે પછી શોનુ શુટીગ ચાલુ રાખવામા આવશે ? ઈન્ડિયન આઈડોલના જજ હિમેશ રેશમિયા ( himesh reshmiya), નેહા કક્કર ( neha kakkar) અને વિશાલ દદલાનીના ( vishal dadlani) પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. શો ઉપર ગેસ્ટ તરીકે આવનાર તમામને સેફ્ટી પ્રોટોકોલમાંથી પસાર થવુ પડે છે. પાછલા હપ્તાઓમાં ગેસ્ટ તરીકે બોલીવુડની જાજરમાન અભિનેત્રી રેખા ( rakha) આવી હતી.

કોરોનાથી નથી બચી શક્યા સિતારાઓ જો કે ટેલિવીઝન ચેનલ દ્વારા અત્યાર સુધી આ બાબતે સત્તાવાર રીતે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે નથી કોઈ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યુ. ઈન્ડિયન આઈડોલ પહેલા ડાંસ દિવાનેના સેટ પર ત્રણ સ્પર્ધકોને કોરોના પોઝીટીવ થયો છે. દેશભરમાં કોરોનાના કેસ દિનબદિન વધી રહ્યાં છે. તેનાથી મનોરંજનની દુનિયા પણ બાકાત નથી રહી શકી. પાચલા દિવસોમા બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર (akshay kumar), આલિયા ભટ્ટ (aliya bhatt), રુપાલી ગાંગુલી (rupali ganguli), સીમા પાહવા ( seema pahwa), વિક્કી કૌશલ ( vikki kaushal), ભૂમિ પેડનકર ( bhumi pedankar) જેવા જાણીતા ચહેરાઓને કોરોના પોઝીટીવ થયો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ સપ્તાહે ગેસ્ટ તરીકે આવશે એ આર રહેમાન ઈન્ડિયન આઈડોલના આ સપ્તાહના અંતે રજુ થનારા એપિસોડમાં ગેસ્ટ તરીકે જાણીતા સંગીતકાર એ આર રહેમાન (A R Rahman) આવશે. એ આર રહેમાન સાથે ઈન્ડિયન આઈડોલ-12નુ શુટીગ પુરુ થઈ ગયુ છે. એટલુ જ નહી ઈન્ડિયન આઈડોલના સ્પર્ધક આશીષ કુલકર્ણીએ (ashish kulkarni) ગાયેલા ગીત ઉપર ખુશ થયેલા એ આર રહેમાને તાલની કેસેટ ઉપર પોતાની સહી કરીને યાદગીરી રૂપે આશિષને આપી હતી. જે આ સપ્તાહે જોઈ શકાશે.

g clip-path="url(#clip0_868_265)">