AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હૃતિક -સબા અને સુઝેન- અર્સલાન ગોનીએ ગોવામાં કરી શાનદાર પાર્ટી

હૃતિક રોશન અને સબા આઝાદ તેમની રિલેશનશીપને લઈને વધુ ગંભીર બન્યા છે. તાજેતરમાં ગોવા ખાતે હૃતિક રોશનની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાન તેના કથિત બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે હૃતિક અને સબાની સાથે પાર્ટીમાં જોડાયા હતા.

હૃતિક -સબા અને સુઝેન- અર્સલાન ગોનીએ ગોવામાં કરી શાનદાર પાર્ટી
Saba Azad & Hrithik Roshan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 8:33 PM
Share

હૃતિક રોશન (Hrithik Roshan) અને સબા આઝાદ (Saba Azad) એ બોલિવૂડના અત્યારે ન્યુએસ્ટ સ્ટાર કપલ ગણાય છે. તે બંનેએ તેમની રિલેશનશીપને ઘણા સામે માટે પ્રાઇવેટ રાખી હતી. જો કે, થોડા સમય પૂર્વે તે બંનેએ ઇન્સ્ટાગ્રામ પર કમેંટ્સ આપીને અને સ્ટોરી અપલોડ કરીને તેમની રિલેશનશીપને ઓફિશિયલ કરી છે. જ્યારે બીજી તરફ, હૃતિકની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાન (Sussane Khan) પણ તેના કથિત બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે પોતાની રિલેશનશિપ ઓફિશિયલ કરી રહી છે. આ સ્ટાર કપલ્સ ગોવા ખાતે તાજેતરમાં એક પ્રાઇવેટ પાર્ટીમાં સ્પોટ થયા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

હાલમાં, હૃતિક રોશન, સબા આઝાદ, સુઝૈન ખાન અને અર્સલાન ગોનીના અનસીન ફોટોઝ ઓનલાઈન વાયરલ થઈ રહ્યા છે. સુઝેને તાજેતરમાં ગોવામાં એક નવી રેસ્ટોરન્ટ ખોલી હતી અને તેના ભૂતપૂર્વ પતિ ઋત્વિક અને તેની ગર્લફ્રેન્ડ સબા સ્ટાર-સ્ટડેડ ઓપનિંગ નાઇટનો ભાગ હતા.

View this post on Instagram

A post shared by Sussanne Khan (@suzkr)

હૃતિક રોશન અને સબા આઝાદ મુંબઈ એરપોર્ટ પરથી એકબીજાનો હાથ પકડીને બહાર નીકળ્યાના લગભગ એક દિવસ પછી અને સુઝેન ખાન અને અર્સલાન ગોની પણ એકસાથે સ્પોટ થાય હતા. સુઝેન ખાન તેના સોશિયલ મીડિયા પર ગોવામાં તેની રેસ્ટોરન્ટની શરૂઆતના ફોટા સાથેનો એક વીડિયો શેર કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં, આ ચારેય એકસાથે પોઝ આપતા જોવા મળે છે.

ગુલાબી બ્રાલેટ અને વ્હાઇટ સ્કર્ટમાં સજ્જ સબાની સાથે પોઝ આપતી વખતે હૃતિકે બ્લેક ટી શર્ટ પહેર્યું હતું. જ્યારે સુઝેને બ્લેક ડ્રેસ અને અર્સલાન ગોની પ્રિંટેડ ટી શર્ટ પહેર્યું હતું.

View this post on Instagram

A post shared by Arslan Goni (@arslangoni)

આ વિડિયોની સાથે, સુઝેને લખ્યું કે, “જીવનનો સૌથી અમૂલ્ય આશીર્વાદ એ શ્રેષ્ઠ ઉર્જાથી સતત ઘેરાયેલા રહેવું છે…તમારી બધી શક્તિ સાથે હંમેશા મારા માટે હાજર રહેવા બદલ તમારો આભાર… હું તમને બધાને પ્રેમ કરું છું…”

આ ચારેય તાજેતરમાં એરપોર્ટ પરથી તેમના ફોટોઝ વાયરલ થયા બાદ સમાચારમાં આવ્યા છે. હૃતિક રોશન અને સબા આઝાદે એરપોર્ટ પરના કપલ અપિરિયન્સ બાદ તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યાના કલાકો પછી, સુઝાન અને અર્સલાન સાથે એરપોર્ટની બહાર સાથે નીકળતા જોવામાં આવ્યા હતા.

જો વર્ક ફ્રન્ટ જોઈએ તો, હૃતિક હવે દીપિકા પાદુકોણ સાથે ફાઈટરમાં કામ કરશે. તેમની ઓન-સ્ક્રીન જોડીએ પહેલેથી જ ચાહકોને ખૂબ જ ઉત્સાહિત કરી દીધા છે.

આ પણ વાંચો – Hrithik Roshanની ગર્લફ્રેન્ડે ગાયું ગીત, અભિનેતાની કોમેન્ટ ફેન્સને ખૂબ પસંદ આવી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">